આજનું રાશિફળ: મેષ-તુલા રાશિને અણધાર્યો લાભ, આ 3 રાશિના જાતકોએ રહેવું સાવધાન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મેષ : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ આવી શકે. સીઝનલ ધંધામાં ઘરાકી આવી જાય.
વૃષભ : આપના કાર્યની સાથે ઘર- પરિવાર- સગા-સંબંધીવર્ગ- મિત્રવર્ગના કામકાજમાં વ્યસ્ત રહેવાનું બને. કામનો ઉકેલ લાવી શકો.
મિથુન : જૂના સ્વજન-સ્નેહી-મિત્રવર્ગની મુલાકાતથી આપને આનંદ અનુભવાય. યાત્રા-પ્રવાસનું આયોજન ગોઠવાય. શુભકાર્ય થાય.
કર્ક : આપે તન-મન-ધનથી, વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને વાદ-વિવાદથી સંભાળવું.
સિંહ : આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું બને. અન્યનો સહકાર મળી રહેતાં રાહત રહે.
કન્યા : સીઝનલ ધંધામાં આપે ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું પડે. સાસરીપક્ષ-મોસાળપક્ષના કામકાજ અંગે દોડધામ-શ્રમ રહે.
તુલા : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ આવવાથી આનંદ રહે.મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા રહે.
વૃશ્વિક : આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા રહે અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા રહે.
ધન : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કામગીરી થવાથી આનંદ જણાય. ભાઈભાંડુનો સાથ-સહકાર મળી રહે.
મકર : આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારીક કામમાં, સામાજિક કામમાં વ્યસ્ત રહેવાનું બને. ધર્મકાર્ય-શુભકાર્યમાં ખર્ચ-ખરીદી થાય.
કુંભ : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ કરી શકો. કામનો ઉકેલ આવે. ઈચ્છિત વ્યક્તિ સાથે મુલાકાતથી આનંદ થાય.
મીન : આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી અનુભવાય. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય. ઉચાટ-ઉદ્વેગ રહે.
- અગ્નિદત્ત પદમનાભ




