India

'ટ્રમ્પના ભડકાઉ નિવેદન પર કેન્દ્ર કેમ ચૂપ છે?' ઈરાન વિવાદમાં કોંગ્રેસે સરકારને આડે હાથ લીધી

By GS Team
5 Jul 20262 mins read
TukuTouch Logo
ઈરાનમાં આયતુલ્લાહ ખામેનેઈના અંતિમ સંસ્કારમાં 1 કરોડ લોકો જોડાયા, ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પના વિવાદાસ્પદ નિવેદનોથી રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસે X પર પોસ્ટ કરી વડાપ્રધાન મોદી સરકાર પર પ્રહારો કર્યા છે. પવન ખેડાએ કહ્યું કે, પશ્ચિમ એશિયામાં શાંતિ માટે ટ્રમ્પના નિવેદનો હાનિકારક છે, છતાં મોદી સરકાર મૌન છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'ટ્રમ્પના ભડકાઉ નિવેદન પર કેન્દ્ર કેમ ચૂપ છે?' ઈરાન વિવાદમાં કોંગ્રેસે સરકારને આડે હાથ લીધી

Congress Questions PM Modi : ઈરાનમાં એક તરફ શોકનો માહોલ છવાયેલો છે, તો બીજી તરફ ટ્રમ્પની નિવેદનબાજી ચાલુ છે. હવે આ સમગ્ર વિવાદમાં દેશની રાજકીય પાર્ટી કોંગ્રેસ પણ કૂદી પડી છે, અને એક્સ (X) પર પોસ્ટ શેર કરીને સવાલો ઉઠાવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પની નિવેદનબાજી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા ન આપતા કોંગ્રેસે સવાલો ઉભા કર્યા છે. એવું માનવામાં આવે છે કે, ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનેઇના અંતિમ સંસ્કારમાં આશરે 1 કરોડ (આશરે 10 Million) લોકો સામેલ થયા હતા. આ દરમિયાન કોંગ્રેસના રાજ્યસભા સાંસદે ટ્રમ્પના નિવેદનના સમાચારને એક્સ પર રિપોસ્ટ કરીને સવાલો ઉઠાવ્યા છે, અને આ બહાને પીએમ નરેન્દ્ર મોદીની વર્તમાન NDA સરકારને નિશાન બનાવી છે.

ટ્રમ્પના કયા નિવેદનોએ સૌને ચોંકાવ્યા?

ખરેખર, ખામેનેઈ માટે ઈરાની લોકોની આ દીવાનગી ટ્રમ્પને પસંદ નથી આવી રહી. તેથી જ તેમના કેટલાક નિવેદનોએ દુનિયાને ચોંકાવી દીધી છે.

  1. એક નિવેદનમાં તેમણે કહ્યું કે, અમે ખામેનેઈના અંતિમ સંસ્કાર માટે ઈરાનને રજા આપી છે.
  2. બીજા નિવેદનમાં કહ્યું કે, અમેરિકાએ યુદ્ધમાં ઈરાનની જોરદાર પીટાઈ કરી હતી.
  3. ત્રીજા નિવેદનમાં તેમણે કહ્યું, 'તેઓ બધા ત્યાં જ છે. એક શૉટમાં અમે તે બધાને ખતમ કરી શકીએ છીએ. પરંતુ અમે એવું નહીં કરીએ, કારણ કે ત્યારે અમારી પાસે વાતચીત કરવા માટે કોઈ બચશે નહીં. તેઓ ડીલ કરવા માટે આજીજી કરી રહ્યા છે.'

પવન ખેડાએ મોદી સરકાર અને ટ્રમ્પની નિવેદનબાજી પર શું કહ્યું?

આ વિવાદ પર કોંગ્રેસના નેતા પવન ખેડાએ એક પોસ્ટ શેર કરી છે. તેમણે કહ્યું, 'અહેવાલો અનુસાર, ઈરાનના પૂર્વ સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ સૈયદ અલી ખામેનેઈના અંતિમ સંસ્કારમાં લગભગ 1 કરોડ લોકો સામેલ થયા હતા, જે કદાચ ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો અંતિમ સંસ્કારનો મેળાવડો હશે. શ્રદ્ધાંજલિ આપવા માટે ઘણા ભારતીય પ્રતિનિધિઓ પણ ઈરાન ગયા હતા. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભડકાઉ અને બિનજવાબદાર ધમકીઓ પશ્ચિમ એશિયા (વેસ્ટ એશિયા)માં શાંતિ પ્રક્રિયા માટે અત્યંત નુકસાનકારક છે.'

સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું, 'અમારા માટે ચિંતાની વાત એ છે કે, અમારા સમજોતાવાદી વડાપ્રધાન અને તેમની સરકારમાં એટલી નૈતિક હિંમત નથી કે, તેઓ અમેરિકામાં બેઠેલા પોતાના આકાઓ તરફથી હિંસા ભડકાવનારી આવી બિનજવાબદાર વાતોની નિંદા કરી શકે.'