India

જેફ બેઝોસની કરોડોની ઓફર ઠુકરાવનારા સબરિના પેસ્ટરસ્કી કોણ છે? જાણો શા માટે તેઓ 'નેક્સ્ટ આઈન્સ્ટાઈન' કહેવાય છે

By GS Team
9 Jul 20263 mins read
TukuTouch Logo
'નેક્સ્ટ આઈન્સ્ટાઈન' ગણાતી સબરિના પાસ્ટરસ્કીએ જેફ બેઝોસની બ્લુ ઓરિજિન કંપનીની લાખો ડોલરની નોકરીની ઓફર ઠુકરાવી દીધી. 12 વર્ષની ઉંમરે વિમાન બનાવીને ઉડાડનાર આ ક્યુબન-અમેરિકન વિજ્ઞાનીએ MITમાંથી 5.0 GPA સાથે ગ્રેજ્યુએશન કર્યું. હાર્વર્ડમાંથી PhD કરનાર સબરિનાએ ક્વોન્ટમ ગ્રેવીટી પર સંશોધન કર્યું, જેને સ્ટીફન હોકિંગે પણ બિરદાવ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

જેફ બેઝોસની કરોડોની ઓફર ઠુકરાવનારા સબરિના પેસ્ટરસ્કી કોણ છે? જાણો શા માટે તેઓ 'નેક્સ્ટ આઈન્સ્ટાઈન' કહેવાય છે

Sabrina Pasterski The 'Next Einstein' who rejected Jeff Bezos' offer: જે ઉંમરે મોટા ભાગના કિશોરો હોમવર્કના ટેન્શનમાં કે વીડિયો ગેમ્સની દુનિયામાં ખોવાયેલા હોય છે, ત્યારે અમુક જિનિયસ આકાશ આંબવાના સપનાં પણ જોતા હોય છે. એવી જ એક અસાધારણ પ્રતિભાનું નામ છે સબરિના ગોન્ઝાલેઝ પેસ્ટરસ્કી.
તેમની અદભુત બુદ્ધિ ક્ષમતાના કારણે આજે વિજ્ઞાન જગતમાં તેમને 'આગામી આલ્બર્ટ આઈન્સ્ટાઈન' તરીકે ઓળખવામાં આવે છે. વિજ્ઞાન પ્રત્યેનો તેમનો લગાવ એટલો તીવ્ર છે કે તેમણે એમેઝોનના સ્થાપક જેફ બેઝોસની કંપની 'બ્લુ ઓરિજિન' દ્વારા મળેલી લાખો ડોલરની જોબ ઓફરને પણ ખૂબ જ સહજતાથી નકારી દીધી હતી.

બાળપણથી જ આકાશ તરફ નજર
ક્યુબન-અમેરિકન માતા અને પોલિશ-અમેરિકન પિતા (બંને વ્યવસાએ વકીલ) ના ઘરે 1993માં સબરિનાનો જન્મ થયો હતો. શિકાગોમાં ઉછરેલી સબરિનાને બાળપણથી જ વિમાનો પ્રત્યે અદભુત આકર્ષણ હતું.
12 વર્ષની ઉંમરે: ઝેનિથ CH 601 XL નામની કીટમાંથી વાસ્તવિક સિંગલ-એન્જિન વિમાન બનાવવાનું શરૂ કર્યું.
14 વર્ષની ઉંમરે: સતત બે વર્ષની મહેનત બાદ આ વિમાન સફળતાપૂર્વક બનાવીને તેને હવામાં ઉડાડી પણ દેખાડ્યું.

MITથી હાર્વર્ડ સુધીની અસામાન્ય સફર
વર્ષ 2010માં સબરિનાએ વિશ્વપ્રસિદ્ધ સંસ્થા મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીમાં પ્રવેશ માટે અરજી કરી, ત્યારે શરૂઆતમાં તેને વેઇટિંગ લિસ્ટમાં રખાઈ હતી. જો કે, જ્યારે આ સંસ્થાના પ્રોફેસરોએ સબરિનાએ બનાવેલા વિમાનનો વીડિયો જોયો, ત્યારે તેઓ દંગ રહી ગયા.
MITમાં રેકોર્ડ: સબરિનાએ MITના ભૌતિકશાસ્ત્ર વિભાગમાંથી 5.0 ના સંપૂર્ણ GPA સાથે સ્નાતકની પદવી મેળવી. છેલ્લા બે દાયકામાં આ વિભાગમાં ટોચનું સ્થાન મેળવનાર અને પ્રતિષ્ઠિત ઓર્લોફ શિષ્યવૃત્તિ જીતનાર તે પ્રથમ મહિલા બની.
હાર્વર્ડથી PhD: વર્ષ 2019માં સબરિનાએ પ્રતિષ્ઠિત હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી પીએચડી (PhD) ની પદવી પૂર્ણ કરી.
સ્ટીફન હોકિંગે પણ પ્રભાવિત: હાર્વર્ડમાં સબરિનાએ ક્વોન્ટમ ગુરુત્વાકર્ષણ (Quantum Gravity) પર કામ કર્યું અને 'સ્પિન મેમરી ઇફેક્ટ' ની શોધ કરી. આ શોધ એટલી પ્રભાવશાળી હતી કે મહાન વિજ્ઞાની સ્ટીફન હોકિંગે આ દુનિયા છોડતા પહેલા પોતાના અંતિમ પેપરમાં સબરિનાના કામનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો.

મિલિયન ડોલરની ઓફર્સ ફગાવીને ઇતિહાસ રચ્યો
સબરિનાની અસાધારણ ક્ષમતા જોઈને નાસા અને દુનિયાની દિગ્ગજ ટેક કંપનીઓ તેને પોતાની સાથે જોડવા આતુર હતી. બ્રાઉન યુનિવર્સિટીએ તેને $1.1 મિલિયન (અંદાજે 9 કરોડથી વધુ રૂપિયા) ના પેકેજ સાથે સહાયક પ્રોફેસરની ઓફર કરી હતી, પરંતુ સબરિનાએ રિસર્ચને પ્રાથમિકતા આપીને બધી જ ઓફર્સ નકારી કાઢી.
સૌથી નાની ઉંમરના રિસર્ચ ફેકલ્ટી: 2021માં, માત્ર 27 વર્ષની ઉંમરે, તે કેનેડાની પેરિમીટર ઇન્સ્ટિટ્યૂટ ફોર થિયોરેટિકલ ફિઝિક્સમાં સૌથી નાની ઉંમરના સભ્ય તરીકે જોડાયા.
મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ: તેમણે 'સેલેસ્ટિયલ હોલોગ્રાફી ઇનિશિયેટિવ' ની સ્થાપના કરી, જે સ્પેસ-ટાઇમ અને ક્વોન્ટમ થિયરીને એકસાથે જોડે છે. આ પ્રોજેક્ટ માટે 2023માં સિમોન્સ ફાઉન્ડેશને $8 મિલિયનની માતબર ગ્રાન્ટ મંજૂર કરી છે.

શા માટે તેમને 'આગામી આઈન્સ્ટાઈન' કહેવાય છે?
આલ્બર્ટ આઈન્સ્ટાઈને દુનિયાને ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત આપ્યો હતો, પરંતુ સબરિના પેસ્ટરસ્કી ગુરુત્વાકર્ષણ વાસ્તવમાં સબ-એટોમિક (પરમાણુ) સ્તરે કેવી રીતે કામ કરે છે તે શોધવાનો પ્રયાસ કરી રહી છે. આ એક એવું ક્ષેત્ર છે જ્યાં ખુદ આઈન્સ્ટાઈન પણ પહોંચી શક્યા નહોતા.

લાખો ડોલરની લક્ઝરી લાઈફ છોડીને બ્રહ્માંડના રહસ્યો ઉકેલવામાં મગ્ન સબરિના ખરેખર આજના યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત છે.