India

તહેવારોની મોસમ: ઓક્ટોબરમાં ગુજરાત સહિતના રાજ્યોમાં બેંકો ક્યારે બંધ રહેશે? જુઓ RBIનું લિસ્ટ

By GS Team
29 Sep 20263 mins read
TukuTouch Logo
ઑક્ટોબર 2026માં દશેરા, દુર્ગાપૂજા અને ગાંધી જયંતી જેવા મોટા તહેવારોને કારણે બૅંકોમાં રજાઓનો ધસારો રહેશે. RBIના લિસ્ટ મુજબ, આ મહિનામાં 5માંથી 4 શનિવારે બૅંકો બંધ રહેશે. ગુજરાતમાં કુલ 9 દિવસ બૅંકો બંધ રહેશે, જેમાં ગાંધી જયંતી, દશેરા અને સરદાર પટેલ જયંતીનો સમાવેશ થાય છે. જોકે, ઓનલાઇન બૅંકિંગ અને UPI સેવાઓ ચાલુ રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

તહેવારોની મોસમ: ઓક્ટોબરમાં ગુજરાત સહિતના રાજ્યોમાં બેંકો ક્યારે બંધ રહેશે? જુઓ RBIનું લિસ્ટ

Bank Holidays List in October 2026 : ઑક્ટોબર 2026માં દશેરા, દુર્ગાપૂજા અને ગાંધી જયંતી જેવા મોટા તહેવારો આવી રહ્યા હોવાથી બૅંકોમાં રજાઓનો મોટો ધસારો રહેશે. આ મહિનામાં એક નેશનલ હોલિડે સહિત દેશના વિવિધ રાજ્યોમાં લોકલ તહેવારોના કારણે ઘણા દિવસો સુધી બૅંક બ્રાન્ચમાં રૂબરૂ જઈને થતા કામકાજ બંધ રહેશે. રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયા(RBI)ના લિસ્ટ મુજબ, ઑક્ટોબર મહિનામાં આવતા 5 શનિવારમાંથી 4 શનિવારે બૅંકો બંધ રહેશે, જેમાં રેગ્યુલર બીજો અને ચોથો શનિવાર પણ સામેલ છે. જોકે આ તમામ રજાઓ દરમિયાન ઓનલાઇન બૅંકિંગ, મોબાઇલ એપ અને UPI સર્વિસ ચાલુ રહેશે.

ઑક્ટોબરમાં 5માંથી 4 શનિવારે બૅંકો રહેશે બંધ

ભારતમાં સામાન્ય નિયમ મુજબ તમામ શેડ્યૂલ્ડ અને નોન-શેડ્યૂલ્ડ બૅંકોમાં દર મહિનાના બીજા અને ચોથા શનિવારે ઑફિશિયલ રજા હોય છે. ઑક્ટોબર 2026માં બીજા અને ચોથા શનિવાર ઉપરાંત ત્રીજા અને પાંચમા શનિવારે પણ અલગ અલગ તહેવારો આવી રહ્યા હોવાથી 5માંથી 4 શનિવારે બૅંક બ્રાન્ચ બંધ રહેશે. માત્ર પહેલા શનિવારે જ બૅંકમાં રૂબરૂ કામ થઈ શકશે.

ઑક્ટોબર 2026માં બૅંક રજાઓનું સંપૂર્ણ લિસ્ટ

  • 02 ઑક્ટોબર 2026: મહાત્મા ગાંધી જયંતી (નેશનલ હોલિડે હોવાથી આખા દેશમાં તમામ બૅંકો બંધ રહેશે)
  • 04 ઑક્ટોબર 2026: રવિવાર (વીકએન્ડ રજા)
  • 10 ઑક્ટોબર 2026: મહિનાનો બીજો શનિવાર અને મહાલય અમાસ (આખા દેશમાં બૅંકો બંધ રહેશે)
  • 11 ઑક્ટોબર 2026: રવિવાર (વીકએન્ડ રજા)
  • 17 ઑક્ટોબર 2026: મહાસપ્તમી (ત્રિપુરામાં બૅંક રજા)
  • 18 ઑક્ટોબર 2026: રવિવાર (વીકએન્ડ રજા)
  • 19 ઑક્ટોબર 2026: મહાષ્ટમી / મહાનવમી / આયુધ પૂજા / દુર્ગા પૂજા (પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, અસમ, ત્રિપુરા, મિઝોરમ, તમિલનાડુ, મણિપુર, અરુણાચલ પ્રદેશ, નાગાલૅન્ડ અને મેઘાલયમાં બૅંકો બંધ રહેશે)
  • 20 ઑક્ટોબર 2026: વિજયાદશમી / દશેરા / મહાનવમી (ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન સહિત મણિપુર અને સિક્કિમ સિવાય દેશના મોટાભાગના રાજ્યોમાં બૅંકો બંધ રહેશે)
  • 21 ઑક્ટોબર 2026: દુર્ગા પૂજા / દસૈં (પશ્ચિમ બંગાળ, કર્ણાટક, અસમ, ત્રિપુરા, કેરળ અને સિક્કિમમાં બૅંક રજા)
  • 22 ઑક્ટોબર 2026: દુર્ગા પૂજા (સિક્કિમમાં બૅંકો બંધ રહેશે)
  • 23 ઑક્ટોબર 2026: દુર્ગા પૂજા (સિક્કિમમાં બૅંકો બંધ રહેશે)
  • 24 ઑક્ટોબર 2026: ચોથો શનિવાર (આખા દેશમાં તમામ બૅંકો બંધ રહેશે)
  • 25 ઑક્ટોબર 2026: રવિવાર (વીકએન્ડ રજા)
  • 26 ઑક્ટોબર 2026: લક્ષ્મી પૂજા / એક્સેસન ડે / મહર્ષિ વાલ્મીકિ જયંતી (જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ચંદીગઢ અને ત્રિપુરામાં બૅંકો બંધ રહેશે)
  • 29 ઑક્ટોબર 2026: કરવા ચોથ (હિમાચલ પ્રદેશમાં બૅંકો બંધ રહેશે)
  • 31 ઑક્ટોબર 2026: સરદાર વલ્લભભાઈ પટેલ જયંતી (ગુજરાતમાં બૅંકો બંધ રહેશે)

ગુજરાતમાં કુલ 9 દિવસ બૅંકો બંધ રહેશે?

  • 02 ઑક્ટોબર 2026: મહાત્મા ગાંધી જયંતી (નેશનલ હોલિડે)
  • 04 ઑક્ટોબર 2026: રવિવાર (વીકએન્ડ રજા)
  • 10 ઑક્ટોબર 2026: બીજો શનિવાર (નિયમિત બૅંક રજા)
  • 11 ઑક્ટોબર 2026: રવિવાર (વીકએન્ડ રજા)
  • 18 ઑક્ટોબર 2026: રવિવાર (વીકએન્ડ રજા)
  • 20 ઑક્ટોબર 2026: વિજયાદશમી / દશેરા
  • 24 ઑક્ટોબર 2026: ચોથો શનિવાર (નિયમિત બૅંક રજા)
  • 25 ઑક્ટોબર 2026: રવિવાર (વીકએન્ડ રજા)
  • 31 ઑક્ટોબર 2026: સરદાર વલ્લભભાઈ પટેલ જયંતી (પાંચમો શનિવાર)

બ્રાન્ચ બંધ હશે તો પણ ડિજિટલ સર્વિસ 24x7 ચાલુ રહેશે

બૅંક બ્રાન્ચમાં રજા હોવા છતાં કસ્ટમર્સને કોઈ મુશ્કેલી પડશે નહીં. નેટ બૅંકિંગ, મોબાઇલ બૅંકિંગ એપ્સ, ATM અને UPI જેવી તમામ ડિજિટલ સર્વિસ 24 કલાક ચાલુ રહેશે. જેથી મની ટ્રાન્સફર કરવા, ઓનલાઇન બિલ ભરવા કે બેલેન્સ ચેક કરવા જેવા જરૂરી કામો કોઈપણ ટેન્શન વગર ફોનથી જ પતી જશે.