હું 1984થી ચૂંટણી લડું છું પણ આ વખતે...' પરિણામ અગાઉ મમતાના નિવેદને ચર્ચા જગાવી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

West Bengal Election 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે મતદાનના તમામ તબ્બકા પૂર્ણ થયા છે. મતદાન દરમિયાન ક્યાંક-ક્યાંક હિંસાના અહેવાલો પણ સામે આવ્યા હતા, પરંતુ કોઈ મોટી ઘટના નથી નોંધાઈ. એવું માનવામાં આવે છે કે કેન્દ્રીય દળો દ્વારા કડક દેખરેખ અને 142 સામાન્ય નિરીક્ષકો અને 95 પોલીસ નિરીક્ષકોની તહેનાતીના કારણે પરિસ્થિતિ ઘણી હદ સુધી નિયંત્રણમાં રહી હતી.
RPF આવી રીતે ટોર્ચર ન કરી શકે: મમતા બેનર્જી
આ વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારી વચ્ચે વાક યુદ્ધ પણ વધુ તેજ બન્યું છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યમાં CRPFની ભારે તહેનાતીને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. ભવાનીપુરમાં મતદાન કર્યા બાદ તેમણે કહ્યું કે, 'તૃણમૂલ કોંગ્રેસ (TMC) ચૂંટણી જીતી રહી છે. CRPF આ રીતે ટોર્ચર ન કરી શકે. મતદાન કર્યા પછી તેમણે વિક્ટ્રી સાઈન બતાવ્યું.'
TMC ચીફ મમતા બેનર્જીએ કહ્યું કે, કેન્દ્રીય દળો અને કેન્દ્રીય નિરીક્ષકો લોકોને મારી રહ્યા છે, તેમણે મહિલાઓ અને બાળકોને પણ ન છોડ્યા. તેમણે આપણા ઘણા લોકોને અટકાયતમાં લીધા. આ કોર્ટની અવમાનના છે. મેં ક્યારેય આ પ્રકારનું લોકતંત્ર નથી જોયું.
સેન્ટ્રલ ફોર્સ પર ભડકી મમતા બેનર્જી
મમતા બનર્જીએ આગળ કહ્યું કે, 'CRPF લોકોને આ રીતે હેરાન ન કરી શકે. અહીંરાજ્ય પોલીસ નથી, તેમણે સરહદનું રક્ષણ કરવું જોઈએ, પરંતુ તેના બદલે તેઓ એક રાજકીય પક્ષનું રક્ષણ કરી રહ્યા છે. હું 1984થી ચૂંટણી લડી રહી છું અને આ વખતે ખૂબ જ અત્યાચાર થઈ રહ્યો છે.તેઓએ મહિલાઓ અને બાળકોને પણ માર્યા. રાણાઘાટ, કલ્યાણી, આરામબાગ, ઘોઘાટ, કેનિંગ આ બધી જગ્યાએથી તેઓએ એજન્ટોને હટાવી દીધા. શું આ સ્વતંત્ર અને ન્યાયી ચૂંટણી છે?'
તમામ હિન્દુ જાગો: શુવેન્દુ અધિકારી
ભાજપના નેતા શુવેન્દુ અધિકારીએ આ પહેલા કહ્યું હતું કે, 'COએ તાજેતરમાં જ આદેશ આપ્યો છે કે સમગ્ર રાજ્યમાં 4થી વધુ લોકો જ્યાં ઉભા હોય તેમને ભગાડવા માટે સેન્ટ્રલ ફોર્સ જે ઈચ્છે તે કરી શકે છે. TMCના હોબાળા અંગે તેમણે કહ્યું કે, બાંગ્લાદેશી મુસ્લિમો, ઘૂસણખોરો હોબાળો મચાવી રહ્યા હતા, પરંતુ બધા હિન્દુઓ જાગી ગયા છે.'









