India

I.N.D.I.A. ગઠબંધનમાં ખટપટ! મમતા બેનરજીનો કોંગ્રેસને મેસેજ- 'હું નેતૃત્વ કરવા માટે તૈયાર..'

By GS Team
7 Dec 20242 mins read
This article was originally published on 7 Dec 2024
TukuTouch Logo
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ તાજેતરની હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણીમાં I.N.D.I.A. ગઠબંધનના ખરાબ પ્રદર્શન પર અસંતોષ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે, 'જો તક આપવામાં આવે તો હું INDIA ગઠબંધનનો નેતૃત્વ કરવા તૈયાર છું.'

Summarized by AI; it may make mistakes. Check important info

I.N.D.I.A. ગઠબંધનમાં ખટપટ! મમતા બેનરજીનો કોંગ્રેસને મેસેજ- 'હું નેતૃત્વ કરવા માટે તૈયાર..'

CM Mamata Banerjee Big Statement: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ તાજેતરની હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણીમાં I.N.D.I.A. ગઠબંધનના ખરાબ પ્રદર્શન પર અસંતોષ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે, 'જો તક આપવામાં આવે તો હું INDIA ગઠબંધનનો નેતૃત્વ કરવા તૈયાર છું.'

શું બોલ્યાં મમતા બેનરજી? 

એક ઈન્ટરવ્યૂમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વડા મમતા બેનરજીએ જણાવ્યું હતું કે 'હું બંગાળના મુખ્યમંત્રી તરીકે મારી ભૂમિકા ચાલુ રાખીને પણ વિપક્ષનો મોરચો સંભાળવાની બેવડી જવાબદારી આરામથી લઈ શકું છું. મેં I.N.D.I.A. ગઠબંધનની રચના કરી હતી, હવે તેનું સંચાલન કરવાની જવાબદારી મોરચાનું નેતૃત્વ કરનારાઓની છે. જો તેઓ તેને ચલાવી ન શકતા હોય તો હું શું કરી શકું? હું માત્ર એટલું જ કહીશ કે આપણે બધાને સાથે લઈને ચાલવું પડશે.'

'હું બંગાળ બહાર નથી જવા માગતી પણ...'

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે એક મજબૂત ભાજપ વિરોધી દળ તરીકેની પ્રતિષ્ઠા હોવા છતાં તમે શા માટે I.N.D.I.A. ગઠબંધનનો હવાલો નથી લઈ રહ્યા? તેના પર મમતા બેનરજીએ જણાવ્યું હતું કે, 'જો મને તક મળશે તો હું તેનું સુચારુ રીતે કામ સુનિશ્ચિત કરીશ. હું બંગાળની બહાર જવા માંગતી નથી, પરંતુ હું તેને અહીંથી પણ ચલાવી શકું છું.'

અનેક નેતાઓ અવાજ ઊઠાવી ચૂક્યા છે 

ભાજપનો મુકાબલો કરવા માટે રચાયેલા I.N.D.I.A. ગઠબંધનમાં બે ડઝનથી વધુ વિપક્ષના દળો સામેલ છે. જોકે આંતરિક મતભેદ અને સંકલનના અભાવને કારણે તેની ઘણી વખત ટીકા થઈ છે. મમતા બેનરજીનું આ નિવેદન તેમની પાર્ટીના સાંસદ કલ્યાણ બેનરજીએ કોંગ્રેસ અને અન્ય I.N.D.I.A. ગઠબંધનના સાથીદારોને લઈને આપેલા નિવેદન બાદ આવ્યું છે કે કોંગ્રેસ અને I.N.D.I.A. ગઠબંધને પોતાના અહંકારને બાજુ પર રાખવો જોઈએ અને મમતા બેનરજીને વિપક્ષના ગઠબંધનના નેતા તરીકે માન્યતા આપવી જોઈએ.