India

મેસીના કાર્યક્રમમાં નેતા-અભિનેતા પર ભડક્યા ફેન્સ! હૂટિંગ શરુ થતાં જ CMએ કહ્યું- ગણપતિ બાપ્પા મોરયા

By GS TEAM
15 Dec 20253 mins read
TukuTouch Logo
મુંબઈના કાર્યક્રમમાં એક અજીબ ઘટના બની હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. લિયોનલ મેસીના સન્માન દરમિયાન વાનખેડે સ્ટેડિયમમાં બૉલીવુડના અભિનેતા અજય દેવગણ, ટાઈગર શ્રોફ તેમજ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મંચ પર બોલાવવામાં આવ્યા હતા. પણ આ દરમિયાન હાજર લોકોએ હૂટિંગ શરૂ કરી દીધું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

મેસીના કાર્યક્રમમાં નેતા-અભિનેતા પર ભડક્યા ફેન્સ! હૂટિંગ શરુ થતાં જ CMએ કહ્યું- ગણપતિ બાપ્પા મોરયા

Lionel Messi Video: ફૂટબોલનો મહાન ખેલાડી ભારતની મુલાકાતે છે ત્યારે કોલકાતા અને હૈદરાબાદમાં વિવિધ કાર્યક્રમ બાદ 14 ડિસેમ્બરે મેસી મુંબઈ પહોંચ્યો હતો. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મેસીના સન્માનમાં ભવ્ય કાર્યક્રમ આયોજિત કરાયો હતો. હજારોની સંખ્યામાં ફૂટબોલ ફેન્સ કાર્યક્રમમાં ભાગ લેવા સ્ટેડિયમ પહોંચ્યા હતા. મેસીની એન્ટ્રી થતાં જ આખું સ્ટેડિયમ ઝૂમી ઉઠ્યું હતું. મેસીએ આજે ભારતના મહાન ફૂટબોલર સુનિલ છેત્રી તથા મહાન ક્રિકેટર સુનિલ તેંડુલકર સાથે પણ મુલાકાત કરી. લિયોનેલ મેસીએ સુનિલ છેત્રીને વર્લ્ડકપ ફૂટબોલ ટીશર્ટ ભેટમાં આપી હતી. જે બાદ સુનિલે મેસી સાથે એક સેલ્ફી પણ લીધી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મેસીનું સ્વાગત કર્યું. અભિનેતા અજય દેવગણ અને ટાઇગર શ્રોફ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા અને મેસી સાથે મુલાકાત કરી. ક્રિકેટના ભગવાન તરીકે જાણીતા સચિન તેંડુલકરે મેસી સાથે મુલાકાત કરીને તેને વર્લ્ડકપની ટીમ ઇન્ડિયાની ક્રિકેટ જર્સી ભેટમાં આપી હતી.

હૂટિંગનો વીડિયો વાયરલ

બીજી તરફ મુંબઈના કાર્યક્રમમાં એક અજીબ ઘટના બની હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. લિયોનલ મેસીના સન્માન દરમિયાન વાનખેડે સ્ટેડિયમમાં બૉલીવુડના અભિનેતા અજય દેવગણ, ટાઈગર શ્રોફ તેમજ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મંચ પર બોલાવવામાં આવ્યા હતા. પણ આ દરમિયાન હાજર લોકોએ હૂટિંગ શરુ કરી દીધું હતું. કારણ કે મેસીના સન્માન કાર્યક્રમમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે અભિનેતા અજય દેવગણ, ટાઇગર શ્રોફનું પણ સન્માન કર્યું હતું જેથી ચાહકો નારાજ થઈ ગયા હતા અને જોરશોરથી બૂમાબૂમ કરી વિરોધ નોંધાવ્યો હતો. જે બાદ સ્થિતિ પારખી ગયેલા મુખ્યમંત્રીએ ગણપતિ બાપ્પા મોરયા કહી લોકોને શાંત કર્યા હતા.

જણાવી દઈએ કે ટાઇગર શ્રોફને 'યુવા આઇકન' બતાવવામાં આવ્યો હતો અને અજય દેવગણને ફિલ્મ 'મેદાન' માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. પણ હાજર દર્શકોએ તેમનું સ્વાગત ન કરતાં હૂટિંગ કર્યું હતું જે પછી બંને મેસીની પાસે જઈ ઊભા રહ્યા હતા. બાદમાં મુખ્યમંત્રી  દેવેન્દ્ર ફડણવીસનું ભાષણ શરુ થયું હતું. જેમાં હૂટિંગને ઢાંકવા 'ગણપતિ બાપ્પા મોરયા'નો સહારો લેવામાં આવ્યો હતો.

કોલકાતામાં મેસી રમતો જોવા ન મળતાં ફેન્સ ગુસ્સે ભરાયા

13 ડિસેમ્બરે જ્યારે મેસીએ કોલકાતાથી ભારત સફરની શરુઆત કરી ત્યારે લિયોનલ મેસી રમતો જોવા ન મળતા ફેન્સ ગુસ્સે ભરાયા હતા. જેથી ચાહકોને તોડફોડ મચાવી દીધી હતી અને સ્ટેડિયમમાં ખુરશીઓ તોડી અને હુરિયો બોલાવ્યો હતો અને ઈવેન્ટ આયોજકો પર ચાહકોની ભાવનાઓ સાથે ખિલવાડ કરવાનો આરોપ મૂક્યો હતો. 

આ પણ વાંચો: મેસી સાથે પ્લેનમાં સવાર થઈ ગયો હતો કોલકાતાનો આરોપી, એક ફોન કૉલથી ખેલ બગડ્યો

CM મમતાએ માફી માંગી, તપાસના આદેશ આપ્યા હતા

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના માટે જનતા પાસે માફી માંગી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે, 'આજે સોલ્ટલેક સ્ટેડિયમમાં જે મિસમેનેજમેન્ટ થયું, તેનાથી હું ખૂબ જ વ્યથિત અને આઘાત પામી છું. હું લિયોનેલ મેસી તેમજ તમામ રમતપ્રેમીઓ અને તેમના ફેન્સની દિલથી માફી માંગુ છું.' બીજી તરફ કાયદા અને વ્યવસ્થાના અધિક મહાનિર્દેશક (ADG) જાવેદ શમીમે જણાવ્યું હતું કે, ગુનેગારો સામે કાયદેસરની કાર્યવાહી થશે, દર્શકોને તેમના ટિકિટના પૈસા પરત આપવા અને ઘટનાની સંપૂર્ણ તપાસની ખાતરી આપી હતી.