India

VIDEO : બંગાળમાં હિંસા: રેલીમાં BJP-TMC વચ્ચે મારામારી, 41 ઘાયલ, મમતાએ ગુસ્સામાં કાર્યકર્તાને થપ્પડ મારી

By GS Team
8 Jul 20262 mins read
TukuTouch Logo
પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની રેલીમાં BJP-TMC કાર્યકર્તાઓ વચ્ચે ભારે હિંસા થઈ. કલકત્તાના કાલીઘાટમાં મમતા બેનર્જીએ એક TMC કાર્યકર્તાને થપ્પડ મારી, જેનો વીડિયો વાયરલ થયો છે. બરુઈપુરમાં રેપ-મર્ડરના વિરોધમાં નીકળેલી આ રેલીમાં ભાજપ સમર્થકો ઘૂસી જતા પથ્થરમારા સહિતની હિંસા થઈ હતી. કુલ 41 TMC કાર્યકર્તાઓ ઘાયલ થતા તેમને SSKM હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO : બંગાળમાં હિંસા: રેલીમાં BJP-TMC વચ્ચે મારામારી, 41 ઘાયલ, મમતાએ ગુસ્સામાં કાર્યકર્તાને થપ્પડ મારી

Bengal Violence After BJP-TMC Clash : પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીની રેલી દરમિયાન ભારે હોબાળો અને હિંસા થવાની ઘટના સામે આવી છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં મમતા બેનર્જી તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના જ એક કાર્યકર્તાને થપ્પડ મારતા નજરે પડે છે.

કાલીઘાટ ખાતે બની ઘટના
વાયરલ થઈ રહેલો આ વીડિયો કલકત્તાના કાલીઘાટમાં આવેલા મમતા બેનર્જીના ઘરની બહારનો હોવાનું કહેવાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, મમતા બેનર્જી ભીડને હટાવી રહ્યા છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, તેઓ હિંસામાં ઘાયલ થયેલા કાર્યકર્તાઓને હોસ્પિટલ મોકલવા માટે ગાડીઓની વ્યવસ્થા કરી રહ્યા હતા, તે જ સમયે સુરક્ષા માટે ત્યાં એકઠા થયેલા કાર્યકર્તાઓમાંથી પાછળ ઉભેલા એક શખ્સને તેમણે અચાનક થપ્પડ મારી દીધી હતી.

રેલીમાં BJP-TMCના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી
વાસ્તવમાં, મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળના બરૂઈપુરમાં થયેલા રેપ-મર્ડરના વિરોધમાં આ માર્ચ કાઢી હતી. કલકત્તા હાઈકોર્ટની મંજૂરી બાદ આ રેલી બાલીગંજ ફાડીથી હાજરા તરફ જઈ રહી હતી. ટીએમસીનો આરોપ છે કે આ દરમિયાન ભાજપના સમર્થકો જબરદસ્તીથી રેલીમાં ઘૂસી ગયા હતા અને રસ્તો રોકવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે બંને પક્ષો વચ્ચે હિંસક મારામારી શરૂ થઈ ગઈ હતી. ત્યારબાદ પોલીસે હસ્તક્ષેપ કરીને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

હિંસામાં 41 કાર્યકર્તાઓ ઘાયલ
બંને પક્ષો આમને-સામને આવી જતાં વાતાવરણ તણાવપૂર્ણ બન્યું હતું અને જોતજોતામાં પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. તૃણમૂલ કોંગ્રેસના જણાવ્યા અનુસાર, 'આ હિંસામાં તેમના 41 કાર્યકર્તાઓ, સમર્થકો અને નેતાઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.' આ તમામ ઘાયલોને સારવાર માટે SSKM હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ટીએમસીએ નિવેદન જાહેર કરીને આક્ષેપ કર્યો છે કે તેમના કાર્યકર્તાઓ 'બીજેપીના ગુંડાઓની બર્બરતા' નો શિકાર બન્યા છે.

સુરક્ષા દળોની ભૂમિકા પર સવાલો
આ ઘટના બાદ તૃણમૂલ કોંગ્રેસના નેતાઓએ પોલીસ અને કેન્દ્રીય સુરક્ષા દળોની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. પાર્ટીનો આરોપ છે કે ઘટનાસ્થળે મોટી સંખ્યામાં સુરક્ષા દળો હાજર હોવા છતાં તેઓ સ્થિતિને કાબૂમાં લેવામાં સંપૂર્ણ નિષ્ફળ રહ્યા હતા. આ હિંસામાં તેમની વિદ્યાર્થી અને યુવા પાંખના કાર્યકર્તાઓ તેમજ મહિલાઓ સાથે પણ નિર્દયતાથી મારપીટ કરવામાં આવી છે.