VIDEO : મહારાષ્ટ્રમાં ગંભીર દુર્ઘટના, પૂરપાટ ઝડપે આવતો ટ્રક ફ્લાયઓવર પરથી નીચે ખાબક્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Nashik Truck Accident CCTV : મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં એક દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો છે. અહીંના સિન્નર MIDC વિસ્તારમાં એક પૂરપાટ ઝડપે આવતો ટ્રક અચાનક અનિયંત્રિત થઈને ફ્લાયઓવર પરથી નીચે પડી ગયો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના ફુટેજ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
ફ્લાયઓવરની રેલિંગ તોડીને ટ્રક સીધો નીચે પટકાયો
મળતી માહિતી મુજબ, ટ્રકચાલકે અચાનક વાહન પરથી કાબૂ ગુમાવી દેતાં ટ્રક ડગમગવા લાગ્યો હતો અને સીધો ફ્લાયઓવરની રેલિંગ સાથે અથડાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રક સંતુલન ગુમાવીને સીધો નીચે રોડ પર ખાબક્યો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રકના બોનેટ અને બોડીના કૂચેકૂચા નીકળી ગયા હતા.
ધડાકાભેર અવાજથી લોકોના ટોળા ઉમટ્યા
ટ્રક નીચે પડતાની સાથે જ એટલો તીવ્ર ધડાકો થયો હતો કે આસપાસના લોકો ફફડી ઊઠ્યા હતા અને ઘટનાસ્થળે લોકોની ભારે ભીડ જમા થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને રાહત-બચાવ કામગીરી શરૂ કરી હતી.
ડ્રાઈવર ઈજાગ્રસ્ત, પોલીસ તપાસ શરૂ
આ ભયાનક અકસ્માતમાં ટ્રક ડ્રાઈવરને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ડ્રાઈવરે અચાનક સ્ટીઅરિંગ પરથી કાબૂ કેવી રીતે ગુમાવ્યો તે તપાસનો વિષય છે. હાલમાં પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, 'અમે CCTV ફુટેજના આધારે ઘટનાના કારણોની તપાસ કરી રહ્યા છીએ.'









