Get The App

વંદે ભારત ટ્રેનમાં ખરાબ ભોજન, કંપનીને ફટકારાયો 50 લાખનો દંડ, IRCTCને પણ પેનલ્ટી

Updated: Mar 25th, 2026

GS TEAM

Google News
Google News
વંદે ભારત ટ્રેનમાં ખરાબ ભોજન, કંપનીને ફટકારાયો 50 લાખનો દંડ, IRCTCને પણ પેનલ્ટી 1 - image


Vande Bharat Express Food Complaint : ભારતીય રેલવે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં ભોજનની ગુણવત્તા મામલે મોટી કાર્યવાહી કરી છે. રેલવેએ પોતાની જ કંપની ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)ને 10 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો છે. પટણાથી ટાટાનગર જતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં ભોજનની ગુણવત્તા મામલે ફરિયાદ મળ્યા બાદ આ કાર્યવાહી કરાઈ છે.

મુસાફરે ભોજનની ગુણવત્તા મુદ્દે ફરિયાદ નોંધાવી હતી

મળતા અહેવાલો મુજબ, 15 માર્ચ-2026ના રોજ પટણાથી ટાટાનગર જતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન નંબર-21896ના એક મુસાફરે ભોજનની ગુણવત્તા મુદ્દે ફરિયાદ નોંધાવી હતી, જેને રેલવેએ ગંભીરતાથી લીધી છે અને તપાસ કર્યા બાદ કાર્યવાહી કરી છે. રેલવેએ IRCTCને 10 લાખ દંડ અને સંબંધિત સર્વિસ પ્રોવાઈડર પર 50 લાખનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત તે કંપનીનો કોન્ટ્રાક્ટ પણ સમાપ્ત કરી દેવાનો આદેશ અપાયો છે.

આ પણ વાંચો : ચૂંટણી પહેલા CM મમતા આક્રમક, ભાજપ-ચૂંટણી પંચ પર કર્યો ગંભીર આક્ષેપ

મુસાફરોને મળતી સેવાઓની ગુણવત્તા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા : રેલવે

રેલવેના પ્રવક્તાએ કહ્યું કે, મુસાફરોની સુરક્ષા અને તેમને મળતી સેવાઓની ગુણવત્તા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. કોઈપણ પ્રકારની બેદરકારી કે નિયમોનું ઉલ્લંઘન સાંખી લેવાશે નહીં. ભારતીય રેલવે પોતાના વિશાળ નેટવર્કમાં દરરોજ લાખો મુસાફરોને સેવાઓ પુરી પાડે છે. IRCTC દ્વારા દૈનિક 15 લાખથી વધુ મુસાફરોને ભોજન સુવિધા પુરી પડાય છે. આ સેવા વિશ્વની સૌથી મોટી ઑનબોર્ડ ફૂડ ઓપરેશનોમાંથી એક માનવામાં આવે છે.

આ પણ વાંચો : ભારતની કોર્ટના ચુકાદા પર ટિપ્પણી કરવી પાકિસ્તાનને ભારે પડી, ભારતે આપ્યો જડબાતોડ જવાબ