India
ઉત્તરપ્રદેશ : જાનૈયાઓને લઈ જતી બોલેરો-બસ વચ્ચે ભીષણ ટક્કર, 5નાં મોતથી માતમ છવાયો
By GS Team
25 Nov 20241 min read
This article was originally published on 25 Nov 2024
ઉત્તરપ્રદેશના હરદોઈ જિલ્લામાં સોમવારે એક મોટો અકસ્માત સર્જાયો. અહીં મલ્લાવાં ક્ષેત્રના કટરા બિલ્હોર હાઈવે નજીક મોડી રાતે 3 વાગ્યાના સુમારે એક બોલેરો અને બસ વચ્ચે ભયંકર ટક્કર થતાં પાંચ લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયા હતા. આ અકસ્માતમાં અન્ય પાંચ લોકો ઘવાયા પણ હતા.
Summarized by AI; it may make mistakes. Check important info

Uttar Pradesh Hardoi Accident | ઉત્તરપ્રદેશના હરદોઈ જિલ્લામાં સોમવારે એક મોટો અકસ્માત સર્જાયો. અહીં મલ્લાવાં ક્ષેત્રના કટરા બિલ્હોર હાઈવે નજીક મોડી રાતે 3 વાગ્યાના સુમારે એક બોલેરો અને બસ વચ્ચે ભયંકર ટક્કર થતાં પાંચ લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયા હતા. આ અકસ્માતમાં અન્ય પાંચ લોકો ઘવાયા પણ હતા.
લગ્ન સમારોહથી પાછા આવતા હતા....
માહિતી અનુસાર ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે લખનઉની હોસ્પિટલમાં રિફર કરી દેવામાં આવ્યા હતા. તમામ મૃતકો એક લગ્ન સમારોહમાં હાજરી આપીને પાછા આવી રહ્યા હતા. મૃતકોમાં સીમા દેવી(40), પ્રતિમા દેવી (32), પ્રતિભા(42), રામલલી (50), બોલેરો ડ્રાઈવર શુભમ(28) સામેલ છે.