લખનઉ ઍરપૉર્ટ પર પ્રથમ પ્રયાસમાં લેન્ડ ન થઈ શક્યું એર ઇન્ડિયાનું વિમાન, રાહુલ ગાંધી પણ હતા સવાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rahul Gandhi Air India Flight Emergency: લખનઉના ચૌધરી ચરણ સિંહ (અમોસી) ઍરપૉર્ટ પર દિલ્હીથી આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-1717ને લેન્ડિંગથી પ્રિ-એપ્રોચ સમયે અચાનક 'ગો-અરાઉન્ડ' (Go-Around) કરવું પડ્યું હતું. મળતી માહિતી મુજબ, કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પણ આ જ ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યા હતા.
અનસ્ટેબલ એપ્રોચના કારણે રોકાયું લેન્ડિંગ
પ્રથમ વખત લેન્ડિંગ દરમિયાન વિમાનનો ઍરપૉર્ટ પર આવવાનો એપ્રોચ 'અનસ્ટેબલ' (અસ્થિર) જણાતા પાયલોટે સુરક્ષાને પ્રાથમિકતા આપીને લેન્ડિંગ પ્રક્રિયા તરત જ રોકી દીધી હતી. ત્યારબાદ પાયલોટે વિમાનને ફરીથી ઊંચાઈ પર લઈ જઈને બીજા પ્રયાસમાં સેફ એપ્રોચ સાથે લખનૌ ઍરપૉર્ટ પર રનવે પર સુરક્ષિત રીતે ઉતાર્યું હતું.
વિમાનનું સફળ લેન્ડિંગ
ઍરપૉર્ટ સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, આ એક સામાન્ય સુરક્ષા પ્રક્રિયા છે, જે કોઈપણ જોખમ ટાળવા માટે હાથ ધરવામાં આવે છે. વિમાનના સફળ અને સુરક્ષિત ઉતરાણ બાદ જહાજમાં સવાર રાહુલ ગાંધી અને તમામ મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો.




