Get The App

હોર્મુઝ અંગે થોડા સમયમાં જ ખુશ ખબર મળશે અમેરિકી વિદેશમંત્રી માર્કો રૂબિયોએ પત્રકારોને જણાવ્યું

Updated: May 24th, 2026

GS TEAM

Google News
Google News
હોર્મુઝ અંગે થોડા સમયમાં જ ખુશ ખબર મળશે અમેરિકી વિદેશમંત્રી માર્કો રૂબિયોએ પત્રકારોને જણાવ્યું 1 - image

ભારતમાં વૈશ્વિક ઘટનાઓ ઉપર પ્રભાવ પાડવાની ક્ષમતા છે તેથી ભારત અમેરિકા એલાયન્સ યોજવામાં આવ્યું છે : માર્કો રૂબિયો

નવી દિલ્હી: અમેરિકાના વિદેશમંત્રી માર્કોટ રૂબિયો અને ભારતના વિદેશમંત્રી એસ.જયશંકર વચ્ચે થયેલી દ્વિપક્ષીય મંત્રણા પછી પ્રેસને સંબોધન કરતાં રૂબિયોએ કહ્યું કે હોર્મુઝ સ્ટેઇટ્સ અંગે થોડા સમયમાં જ ખુશખબર મળશે. આ સાથે તેઓએ સ્પષ્ટતા પણ કરી છે કે તે ન્યૂઝ ગૂડ ન્યૂઝ જરૂર હશે પરંતુ તે ફાયનલ નહીં હોય.

ઉલ્લેખનીય છે કે અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે પણ ટૂથ સોશ્યલ પોસ્ટમાં લખ્યું હતું કે ઇરાન સાથેની મંત્રણા લગભગ અંતિમ ચરણમાં છે. તેઓએ આગળ કહ્યું કે કેટલાંક મુદ્દાઓ અંગે હજી ચર્ચા બાકી છે. જ્યારે ન્યૂયોર્ક ટાઈમ્સે સૂત્રોનો હવાલો આપતાં લખ્યું છે કે ઇરાન પોતાનો ન્યૂક્લિયર સ્ટોક છોડવા તૈયાર થયું છે. આથી તે ઇરાન અમેરિકા વચ્ચે સમજૂતી સધાઈ જશે. તો દુનિયાભર માટે તે ગૂડ ન્યૂઝ બની રહેશે.

માર્કો રૂબિયોએ આ પ્રેસ સંબોધનમાં આગળ કહ્યું કે ભારત અને અમેરિકાના સંબંધો અતૂટ છે, બંને દેશો વચ્ચેના રણનીતિક સંબંધો ઘણા સાર્થક છે, બંને દેશોએ આતંકવાદ સહન કર્યો છે. દુનિયાભરમાં રહેવા અમારી સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ માત્ર પ્રાદેશિક નથી તેથી પણ આગળ છે. વેસ્ટર્ન હેનીરફીયર હોય કે હોર્મુઝ સ્ટ્રેઇટ હોય, અમારો તાલમેલ ઘણો જ છે. જે મિનરલ્સ સુધી પહોંચ્યો છે.

તેઓએ વધુમાં કહ્યું 'વૈશ્વિક ઘટનાઓ ઉપર અસર પાડવાની ભારતમાં ક્ષમતા છે તેથી જ અમારૂં સ્ટ્રેટેજિક એલાયન્સ છે.

અમેરિકામાં ભારતવંશીઓ પ્રત્યે રખાતા જાતીગત ભેદભાવ અંગે તેમણે કહ્યું કે દરેક દેશમાં મૂર્ખ લોકો હોય જ છે. અમારે ત્યાં પણ તેવા કેટલાક મૂર્ખા છે જેઓ આવું કહે છે.

ડૉનાલ્ડ ટ્રમ્પે તેમાં ટૂથ સોશ્યલ ઉપર વધુમાં જણાવ્યું છે કે માત્ર વૉશિંગ્ટન અને તહેરાન વચ્ચે મંત્રણા આવે છે તેવું નથી પરંતુ આ વિવાદ ઉકલવામાં જે દેશો રાજદ્વારી રીતે સાથ આપી રહ્યા છે તેઓ સાથે પણ મંત્રણાો ચાલી રહી છે.

આ જાહેરાત કરતાં પહેલાં ટ્રમ્પે કતાર, સાઉદી અરબસ્તાન, યુ.એ.ઇ., પાકિસ્તાન, જોર્ડન અને ઇજીપ્ત તથા તૂર્કી અને બહેસ્થિતના વરિષ્ટ અધિકારીઓ સાથે વાત કરી લીધી હતી. આ મંત્રણાઓને રચનાત્મક પણ ટ્રમ્પે કહી હતી.

તેઓ જે કહે તે પરંતુ વિશ્લેષણકારો માને છે કે પ્રમુખ ટ્રમ્પ અત્યારે ઘણા જ કન્ફ્યુસ્ડ લાગે છે. થોડા દિવસો પૂર્વે તેમણે કહ્યું હતું કે જો મંત્રણા પડી ભાંગશે તો અમેરિકા ઇરાન પર ફરી હુમલો કરશે. પછી તેમણે કહ્યું કે ગલ્ફ કન્ટ્રીઝ સંયમ રાખવા કહ્યું હોવાથી વધુ હુમલા કરવાનું નિવાર્યું છે.