અમેરિકાના 6 પરમાણુ બોમ્બ આજે પણ ક્યાંક ખોવાયેલા છે! જાણો 'બ્રોકન એરો'ની રહસ્યમય ઘટનાઓ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

US Nuclear Weapons History : પરમાણુ હથિયારો ગુમ થવા મામલે અમેરિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. અમેરિકાએ પરમાણુ હથિયારોના ટ્રાન્સપોર્ટેશન વખતે અત્યાર સુધીમાં કુલ 32 પરમાણુ હથિયારો ખોઈ નાખ્યા છે. આમ તો અમેરિકાએ આમાંથી મોટાભાગના પરમાણુ હથિયાર પરત મેળવી લીધા છે, જોકે 6 બોંબ હજુ સુધી મળ્યા નથી, જેના કારણે વિશ્વ પર અજાણ્યો પરમાણુ ખતરો મંડરાઈ રહ્યો છે. અમેરિકાએ પરમાણુ હથિયારો ગુમ થવાનો અથવા ભૂલથી પડી જવાની આ ઘટનાઓને ‘બ્રોકર એરો’ નામ આપ્યું છે.
એક પરમાણુ બોંબ એક શહેર, લાખો લોકોને મારવા માટે પૂરતો
મીડિયા રિપોર્ટ મુજબ, આ દુર્ઘટનામાં કુલ 32 મામલામાંથી હજુ છ પરમાણુ હથિયાર ગુમ છે. આમાંથી માત્ર એક બોમ્બ એક શહેરને નષ્ટ કરવા માટે અને લાખો લોકોને મારવા માટે પૂરતો છે. ગુમ થયેલા બોમ્બ વિશ્વભરમાં ગમે ત્યાં ગુમ થઈ ગઈ છે. આમાંથી કેટલાક બોમ્બ સમુદ્રની ઊંડાઈમાં જતા રહ્યા છે, જેને કોઈપણ શોધી શકે છે.
આ મુદ્દે અમેરિકાનું કહેવું છે કે, જો તેઓ પોતાના બોંબ શોધી શકતા નથી, તો તેના દુશ્મનોમાં પણ શોધવાની ક્ષમતા નથી.
1958માં 15000 કિલોગ્રામનો હાઇડ્રોજન બોંબ ખોઈ નાખ્યો હતો
અમેરિકાએ 1958માં 15000 કિલોગ્રામનો હાઇડ્રોજન બોંબ ખોઈ નાખ્યો હતો. માર્ક-15 હાઇડ્રોજન બોંબ લઈને જતું અમેરિકાનું બી-47 જેટ ટાઇબી દ્વીપ પાસે હવામાં ટકરાયું હતું, જેમાં પરમાણુ બોંબ નાખી દેવાયો હતો. નેશનલ ઇન્ટરેસ્ટના રિપોર્ટ મુજબ, અમેરિકન મિરરના રિપોર્ટમાં કહેવાયું હતું કે, આ બોંબ નકલી હતો, જોકે હજુ સુધી તેને શોધવામાં આવ્યો નથી. આ ઘટનામાં જેટની બ્લેડ્સ તૂટી ગઈ હતી, જોકે પાયલટ સુરક્ષિત બહાર નીકળી ગયો હતો. પાયલોટને બોંબ ફાટવાનો ડર હતો, જેના કારણે તેણે માર્ક-15ને ટાઇબી દ્વીપ પાસે વસાવા સાઉન્ડના સમુદ્રમાં છોડી દીધું હતું.
બે મહિના શોધખોળ છતાં બોંબ ન મળ્યો
ત્યારબાદ અમેરિકન સેનાએ તુરંત સોનારનો ઉપયોગ કરીને હાઇડ્રોજન બોંબની શોધખોળ શરૂ કરી હતી. નૌકાદળ 100થી વધુ કર્મચારીઓને લઈને દ્વિપ પાસે પહોંચ્યું હતું. લગભગ બે મહિના સુધી શોધખોળ કરવા છતાં બોંબ મળ્યો ન હતો. પછી વાયુ સેનાએ કહ્યું કે, ઉડાન પહેલા જેટમાંથી બોંબ હટાવી દેવાયો હતો અને તેના બદલે કાચનો વિકલ્પ લગાવી દીધો હતો. જોકે 1958ની આ ઘટનાનો 1994માં ચોંકાવનારો ખુલાસો થયો હતો. દસ્તાવેજોમાં ખુલાસો થયો કે, ટાઇબી- માર્ક-15 વાસ્તવમાં એક પરમાણુ હથિયાર હતું, તે કોઈ કાચનો વિકલ્પ ન હતો.
1966માં બે વિમાનો વચ્ચે અકસ્માત થતાં પરમાણુ બોંબ દરિયામાં ખોવાયો
તે પછી 1966માં અમેરિકન સેનાના બે વિમાનો વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં મેડિટેરિયન સીમાં એક બી-28 થર્મોન્યૂક્લિયર બોંબ અને તેનું વારહેડ ખોવાઈ ગયું હતું. એક સ્પેનિશ ઝીંગા માછીમારે વિમાનમાંથી એક સફેદ પેકેટને પડતું જોયું હતું. આવા કુલ ચાર બોંબમાંથી એક દરિયામાં ખોવાયું અને ત્રણ જમીન પર બરબાર કરી નખાયા હતા, જેના વોરહેડ હજુ સુધી મળ્યા નથી.








