Get The App

અમેરિકા-ઈરાન મંત્રણા પડી ભાંગી : 21 કલાકની મથામણ પછી પણ કોઈ પરિણામ આવી શક્યું નથી

Updated: Apr 12th, 2026

GS TEAM

Google News
Google News
અમેરિકા-ઈરાન મંત્રણા પડી ભાંગી : 21 કલાકની મથામણ પછી પણ કોઈ પરિણામ આવી શક્યું નથી 1 - image

વાન્સ અને પ્રતિનિધિમંડળ અમેરિકા રવાના : હવે શું થશે ?

મંત્રણા પડી ભાંગવાના મુખ્ય કારણોમાં 'હોર્મુઝ' ઉપરનો કબ્જો, ઈરાનના પરમાણુ કાર્યક્રમનો હક્ક, પ્રતિબંધોમાં રાહત અને યુદ્ધખર્ચ મુખ્ય બાબત છે

નવી દિલ્હી: અમેરિકા-ઈરાન વચ્ચેની શાંતિ મંત્રણા કોઈ સમજૂતી સધાયા વિના જ પડી ભાંગી છે. અમેરિકાના ઉપપ્રમુખ જેડી વાન્સ, તેમના પ્રતિનિધિમંડળના સભ્યો સાથે આજે (રવિવારે) સવારે સાડા દસ વાગે અમેરિકા જવા રવાના થઈ ગયા છે.

ઈરાને તેનો પરમાણુ કાર્યક્રમ મર્યાદિત રાખવા તેમજ હોર્મુઝ સમુદ્ર-ધુનિ પરનો તેનો એકાધિકાર છોડી દેવાના મુદ્દાઓ આ મંત્રણા પડી ભાંગવાનાં કારણો પૈકી મુખ્ય કારણરૂપ હતા.

સહજ છે કે, ઈરાને અમેરિકાની આ માગણીઓ 'તદ્દન અતર્ક શુદ્ધ' ગણાવ્યું તે સ્વીકારવાની સ્પષ્ટ ના કહી. આ સાથે તેણે ઈરાન ઉપર મુકાયેલા પ્રતિબંધો દૂર કરવા અથવા ઓછામાં ઓછા તે હળવા કરવાની માગણી કરવા સાથે યુદ્ધ ખર્ચ ભરપાઈ કરી આપવા અમેરિકાને કહ્યું હતું. અમેરિકા મોટાભાગનો યુદ્ધ ખર્ચ તો ભરપાઈ કરી આપવા તૈયાર પણ થયું હતું પરંતુ તે સાથે હોર્મુઝ જળમાર્ગ ખુલ્લો કરવા, તેમજ ઈરાનને તેનો પરમાણુ કાર્યક્રમ અટકાવી દેવાનાં મુદ્દે મક્કમ રહેતાં આખરે મંત્રણા પડી ભાંગી.

વોશિંગ્ટને કહ્યું હોર્મુઝ સમુદ્ર ધુનિ તદ્દન ખુલ્લી જ રાખવી પડે. ઈરાને કહ્યું જ્યાં સુધી વ્યાપક સમજૂતી નહીં સધાય ત્યાં સુધી તે શક્ય નથી. પ્રશ્ન તે છે કે, વ્યાપક સમજૂતી કોને કહેવી ? ઈરાન તેમાં લેબેનોનને પણ આવરી લેવા માગે છે. અમેરિકા આ તબક્કે તે પ્રશ્ન એક તરફ રાખી શાંતિ સમજૂતીમાં આગળ વધવા કહેતા ઈરાને તેની હઠ પકડી જ રાખી હતી. આખરે આજે રવિવારે સવારે સાડા દસ વાગે પૂર્ણવિરામ આવી ગયું. વાન્સ અને તેઓના સાથીઓ અમેરિકા રવાના થઈ ગયા.

પ્રશ્ન તે છે કે, મંત્રણા તો પડી ભાંગી પરંતુ હવે શું થશે ? તે અંગે વિશ્લેષકો બે સંભવિત માર્ગો દર્શાવે છે. પહેલો માર્ગ તે છે કે બંને પક્ષોએ તેમનું વલણ નરમ કરવું પડે. થોડી સ્થિતિ સ્થાપકતા દર્શાવવી પડે અને થોડા દિવસો કે સપ્તાહો પછી ફરી મંત્રણા શરૂ કરવી પડે. દરમિયાન 'બેક ચેનલ કોમ્યુનિકેશન્સ' (આડકતરા સંપર્કો) ચાલુ રાખવા પડે.

બીજો વિકલ્પ બહુ ખતરનાક છે. જો બંને દેશો પોતપોતાના મત ઉપર ટસથી મસ થવા તૈયાર ન હોય તો મુખ્યત્વે કરીને હોર્મુઝની સમુદ્રધુનિ વિસ્તારમાં પ્રાદેશિક તંગદિલી હાથ બહાર જતી રહેશે. (તે શબ્દોનાં વિશ્લેષણની જરૂર નથી.) (અમેરિકાનાં બે પ્રચંડ વિમાનવાહક જાહાજો અને તેના સાથી જાહાજો ઈરાનની જળસીમાથી થોડે જ દૂર ઊભા છે)