India

થોડા જ કલાકોમાં દુનિયાને મળશે ગુડ ન્યૂઝ, દિલ્હીમાં અમેરિકાના વિદેશ મંત્રી રૂબિયોનું નિવેદન

By GS Team
24 May 20262 mins read
TukuTouch Logo
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો અને ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. ત્યારબાદ બંને નેતાઓએ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી. આ દરમિયાન રુબિયોએ સંકેત આપ્યો હતો કે, હોર્મુઝ સ્ટ્રેટને લઈને આગામી થોડા કલાકોમાં સારા સમાચાર આવી શકે છે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ માત્ર સારા સમાચાર હશે, આખરી નિર્ણય નહીં.

Summarized by AI; it may make mistakes. Check important info

થોડા જ કલાકોમાં દુનિયાને મળશે ગુડ ન્યૂઝ, દિલ્હીમાં અમેરિકાના વિદેશ મંત્રી રૂબિયોનું નિવેદન

India-US Relations : અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો અને ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. ત્યારબાદ બંને નેતાઓએ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી. આ દરમિયાન રુબિયોએ સંકેત આપ્યો હતો કે, હોર્મુઝ સ્ટ્રેટને લઈને આગામી થોડા કલાકોમાં સારા સમાચાર આવી શકે છે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ માત્ર સારા સમાચાર હશે, આખરી નિર્ણય નહીં.

ટ્રમ્પના નિવેદનથી પણ હોર્મુઝ ખુલી જવાના સંકેત

આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે, ઈરાન સાથે શાંતિ વાર્તા લગભગ અંતિમ તબક્કામાં છે અને હવે માત્ર થોડા મુદ્દાઓ પર ચર્ચા બાકી છે. આ સાથે જ અમેરિકી અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, ઈરાન પોતાના પરમાણુ સ્ટોકને છોડવા માટે તૈયાર થઈ ગયું છે. જો અમેરિકા અને ઈરાન વચ્ચે આ ડીલ સફળ રહેશે, તો વિશ્વને મોટી રાહત મળશે.

ભારત અને અમેરિકાના સંબંધો અતુટ : રુબિયો

પત્રકાર પરિષદમાં ભારત સાથેના સંબંધો પર વાત કરતા માર્કો રુબિયોએ જણાવ્યું હતું કે, ભારત અને અમેરિકાના સંબંધો અતુટ છે. બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કારણ કે બંને દેશોએ આતંકવાદનો સામનો કર્યો છે.

આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટનો ફેક ઓર્ડર બતાવી જેલથી મુક્ત થયો આરોપી, હવે 8 વર્ષ બાદ FIR નોંધાઈ

‘અમે વિશ્વની બે સૌથી મોટી લોકશાહી’

અમેરિકન વિદેશ મંત્રીએ વધુમાં કહ્યું કે, અમે વિશ્વની બે સૌથી મોટી લોકશાહી છીએ અને બંને દેશોના હિતો એક સમાન છે. આ ભાગીદારી માત્ર પ્રાદેશિક નથી પરંતુ તેનાથી પણ આગળની છે. વેસ્ટર્ન હેમિસ્ફિયર અને હોર્મુઝ સ્ટ્રેટ જેવા મુદ્દાઓ પર બંને દેશો વચ્ચે અદભુત તાલમેલ છે અને જરૂરી ખનિજો સુધી પહોંચ મેળવવી એ પણ એક મહત્ત્વનો વિષય છે.

‘ઊર્જા ક્ષેત્રે બંને દેશોની સમાન વિચારધારા’

માર્કો રુબિયો (Marco Rubio)એ સ્વીકાર્યું હતું કે ભારતમાં વૈશ્વિક ઘટનાઓ પર પ્રભાવ પાડવાની ક્ષમતા છે અને તેથી જ આ વ્યૂહાત્મક જોડાણ જરૂરી છે. ખાસ કરીને ઊર્જા ક્ષેત્રે બંને દેશો સમાન વિચારધારા ધરાવે છે, જ્યાં માત્ર ઊર્જાનું ઉત્પાદન જ નહીં પરંતુ તેનું વિતરણ પણ મહત્ત્વનું છે.

આ પણ વાંચો : બાંગ્લાદેશી અને રોહિંગ્યાઓને ડિપોર્ટ કરવા માટે હોલ્ડિંગ સેન્ટર બનશે, શુભેન્દુ સરકારનો મોટો નિર્ણય