India

UPSC CSE 2025 પરિણામ: 958 ઉમેદવારો સફળ, અનુજ અગ્નિહોત્રી ટોપર, ગુજરાતનો નિસાર દિશાંત 19મા ક્રમે

By GS TEAM
6 Mar 20263 mins read
TukuTouch Logo
સંઘ લોક સેવા આયોગ (UPSC) આજે શુક્રવારે યુપીએસસી સિવિલ સેવા 2025નું ફાઇનલ પરિણામ જાહેર કરી દીધું છે. અનુજ અગ્નિહોત્રીને આ પ્રતિષ્ઠિત પરીક્ષામાં પહેલું સ્થાન મેળવ્યું છે. અનુજ બાદ રાજેશ્વરી સુવે બીજા તો આકાંશ ધૂલશીર્ષે ત્રીજો ક્રમાંક મેળવી મોટી સફળતા હાંસલ કરી છે. ટોપ 10માં 3 મહિલા ઉમેદવારોનું વર્ચસ્વ આ વખતે પણ જળવાયું છે. 958 ઉમેદવારો વિવિધ સેવાઓ માટે ક્વોલિફાય થયા છે. સંપૂર્ણ પરિણામ સત્તાવાર વેબસાઇટ upsc.gov.in તેમજ upsconline.nic.in પર જોઈ શકાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

UPSC CSE 2025 પરિણામ: 958 ઉમેદવારો સફળ, અનુજ અગ્નિહોત્રી ટોપર, ગુજરાતનો નિસાર દિશાંત 19મા ક્રમે

UPSC 2025 Result: સંઘ લોક સેવા આયોગ (UPSC) આજે શુક્રવારે યુપીએસસી સિવિલ સેવા 2025નું ફાઇનલ પરિણામ જાહેર કરી દીધું છે. અનુજ અગ્નિહોત્રીને આ પ્રતિષ્ઠિત પરીક્ષામાં પહેલું સ્થાન મેળવ્યું છે. અનુજ બાદ રાજેશ્વરી સુવે બીજા તો આકાંશ ધૂલશીર્ષે ત્રીજો ક્રમાંક મેળવી મોટી સફળતા હાંસલ કરી છે. ટોપ 10માં 3 મહિલા ઉમેદવારોનું વર્ચસ્વ આ વખતે પણ જળવાયું છે. 958 ઉમેદવારો વિવિધ સેવાઓ માટે ક્વોલિફાય થયા છે. સંપૂર્ણ પરિણામ સત્તાવાર વેબસાઇટ upsc.gov.in તેમજ upsconline.nic.in પર જોઈ શકાશે. 

પરિણામ જોવા અહીં ક્લિક કરો

ટોપ 10 સ્થાન મેળવનારા ઉમેદવારોની યાદી

1: અનુજ ગ્નિહોત્રી

2: રાજેશ્વરી સુવે એમ

3: આકાંશ ધૂલ શીર્ષ

4: રાઘવ ઝુનઝુનવાલા

5: ઈશાન ભટનાગર

6: જીનિયા અરોરા

7: એ આર રાજા મોહદ્દીન

8: પક્ષલ સેક્રેટરી

9: આસ્થા જૈન 

10: ઉજ્જવલ પ્રિયાંક

ગુજરાતના યુવાનોનો UPSCમાં દબદબો: SPIPAના રેકોર્ડબ્રેક 34 ઉમેદવારો સિવિલ સર્વિસમાં સફળ

UPSCમાં આ વર્ષના પરિણામોમાં ફરી એકવાર દેશભરના યુવાનોએ પોતાની પ્રતિભા સાબિત કરી છે, જેમાં ખાસ કરીને ગુજરાતની SPIPAના 34 ઉમેદવારોએ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી રાજ્યનું નામ રોશન કર્યું છે. જાહેર થયેલા લિસ્ટ મુજબ, નિસાર દિશાંતે ઓલ ઈન્ડિયા 19મો રેન્ક મેળવ્યો છે. તેમની આ સિદ્ધિ અન્ય લાખો ઉમેદવારો માટે પ્રેરણારૂપ બની છે. આ ઉપરાંત ચૌધરી વિપુલભાઈ (115મો રેન્ક), ભાવેશ જગલાન (128મો રેન્ક), પંકજ સોની (130મો રેન્ક), સૌરભ શર્મા (146મો રેન્ક) ટોપ 150માં સ્થાન હાંસલ કર્યું છે.


સફળ ઉમેદવારોની મુખ્ય વિગતો:

યાદીમાં સામેલ કેટલાક મહત્વના નામો અને તેમના રેન્ક નીચે મુજબ છે:


મેંદાપરા તુષાર હિંમતભાઈ: 195મો રેન્ક


પટેલ અનિકેત કમલેશભાઈ: 266મો રેન્ક

પ્રજાપતિ જીતેન્દ્રમોતીલાલ: 287મો રેન્ક

સારવદિયા સવનકુમાર પ્રવીણભાઈ: 292મો રેન્ક

કોમલ માવી: 314મો રેન્ક

પ્રિયદર્શી શ્રેયા દિલીપકુમાર: 387મો રેન્ક


સંઘર્ષ અને સફળતાની ગાથા

આ યાદીમાં કુલ 34 જેટલા સફળ ઉમેદવારોની વિગતો જોવા મળી રહી છે, જેમાં છેલ્લે ઓમ પટેલ 945માં રેન્ક સાથે સફળ રહ્યા છે. આ પરિણામો જોતા સ્પષ્ટ થાય છે કે નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોના યુવાનોમાં પણ UPSC પ્રત્યે જાગૃતિ વધી છે. ઘણા ઉમેદવારોએ બીજા કે ત્રીજા પ્રયત્ને આ સફળતા મેળવી છે, જે તેમની મક્કમતા દર્શાવે છે.


રાજ્યમાં ખુશીનો માહોલ

સફળ થયેલા ઉમેદવારોના ઘરે અને વતનમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર પણ આ તેજસ્વી તારલાઓને અભિનંદનની વર્ષા થઈ રહી છે. હવે આ ઉમેદવારો ટૂંક સમયમાં જ IAS, IPS અને IFS જેવી મહત્વની સેવાઓમાં જોડાઈને દેશની સેવા કરશે.


UPSC રિઝલ્ટ ચેક કરવાની પ્રોસેસ

-સૌ પ્રથમ UPSCની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જાઓ.

-હોમ પેજ પર જમણી બાજુએ અથવા 'Examination' ટેબમાં "Final Results" અથવા "Written Results"નો વિકલ્પ જોવા મળશે, તેના પર ક્લિક કરો.

-ત્યાં વિવિધ પરીક્ષાઓના નામ હશે (જેમ કે Civil Services Examination). તમારે જે પરીક્ષાનું પરિણામ જોવું હોય તેના લિંક પર ક્લિક કરો.

-રિઝલ્ટ સામાન્ય રીતે PDF ફોર્મેટમાં હોય છે. લિંક પર ક્લિક કરતાં જ એક PDF ફાઇલ ખૂલશે જેમાં પાસ થયેલા ઉમેદવારોના નામ અને રોલ નંબર હશે.

-PDF ફાઇલ ખૂલી જાય પછી, જો તમે મોબાઇલમાં હોવ તો 'Search' આઇકન પર અને જો કોમ્પ્યુટર પર હોવ તો Ctrl + F દબાવીને તમારો રોલ નંબર અથવા નામ ટાઇપ કરો.

-ફાઇનલ રિઝલ્ટ જાહેર થયાના થોડા દિવસો પછી UPSC ઉમેદવારોના વ્યક્તિગત માર્કસ જાહેર કરે છે, જે તમે તમારા લોગિન આઇડી (Registration ID) દ્વારા જોઈ શકો છો.

2025ના મે મહિનામાં યોજાઈ હતી પરીક્ષા

UPSC સિવિલ 2025ની પરીક્ષા 25 મે 2025ના રોજ યોજાઈ હતી, જે બાદ 22 ઑગસ્ટથી 31 ઑગસ્ટ 2025 સુધી મુખ્ય પરીક્ષા તો 27 ફેબ્રુઆરી 2026ના પર્સનાલિટી ટેસ્ટ અથવા તો ઇન્ટરવ્યૂ પૂર્ણ થયા હતા. જે બાદ આજે 6 માર્ચના રોજ ફાઇનલ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. 

ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, I.A.S.: 180

ઇન્ડિયન ફોરેઇન સર્વિસ, I.F.S.: 55

ઇન્ડિયન પોલીસ સર્વિસ, I.P.S.: 150

Central Services Group 'A': 507

Group 'B' Services: 195

કુલ 258 ઉમેદવારોનું વેઇટિંગ/રિઝર્વ લિસ્ટમાં

General: 129

EWS: 26

OBC: 86

SC: 08

ST: 06

PwBD: 03