India

વિદ્યાર્થીઓ પર પેલેટ ગન મુદ્દે હોબાળો, સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ હાઇ લેવલ કમિટી બનાવવાની રાહુલ ગાંધીની માગ

By GS Team
30 Jul 20261 min read
TukuTouch Logo
લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ 20 જુલાઈએ વિદ્યાર્થીઓના આંદોલનમાં કથિત પેલેટ ગન ઉપયોગ મામલે કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા માંગ કરી, સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ સ્વતંત્ર હાઈલેવલ કમિટી દ્વારા તપાસની માંગ કરી. 25 વર્ષિય શેખ ઇરશાદ મંસૂરીના MLC રિપોર્ટમાં શરીરમાંથી 7 ધાતુ કણો મળ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વિદ્યાર્થીઓ પર પેલેટ ગન મુદ્દે હોબાળો, સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ હાઇ લેવલ કમિટી બનાવવાની રાહુલ ગાંધીની માગ

Rahul Gandhi On Student Protest : લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ 20 જુલાઈએ વિદ્યાર્થીઓના આંદોલનમાં કથિત પેલેટ ગનનો ઉપયોગ કરવા મામલે કેન્દ્ર સરકાર અને સંબંધિત એજન્સીઓ પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા માંગ કરીને કહ્યું કે, આ સમગ્ર ઘટના મામલે સુપ્રીમ કોર્ટના દેખરેખ હેઠળ સ્વતંત્ર હાઇલેવલ કમિટી બનાવવાની તપાસ થવી જોઈએ. દેખાવો દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા શેખ ઈરશાદ મંસૂરીનો મેડિકો લીગલ કેસ (MLC) રિપોર્ટ સામે આવ્યા બાદ રાહુલ ગાંધીએ આ નિવેદન આપ્યું છે.

રાહુલ ગાંધીએ શું કહ્યું?

રાહુલ ગાંધીએ એક્સ પર લખ્યું છે કે, ‘વિદ્યાર્થીઓને ન્યાય મળવો જોઈએ અને સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ એક સ્વતંત્ર હાઇ કમિટીની રચના કરવી જોઈએ અને વિદ્યાર્થીઓ પર થયેલી કથિત બર્બરતાની તપાસ થવી જોઈએ.

દેખાવોમાં પેલેટ ગનનો ઉપયોગ થવાનો ઈજાગ્રસ્ત યુવાનનો આક્ષેપ

25 વર્ષિય શેખ ઇરશાદ મંસૂરીએ 20 જુલાઈએ દેખાવો દરમિયાન કથિત પેલેટ ગનનો ઉપયોગ થયો હોવાનો આક્ષેપ કર્યો છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરનાર મંસૂરીનો મેડિકો-લીગલ કેસ (MLC) રિપોર્ટમાં અનેક મહત્ત્વનો ખુલાસો થયો છે. મીડિયા રિપોર્ટ મુજબ, સર્જરી વખતે મંસૂરીના માથામાંથી, ગળામાંથી, ચહેરા પરથી અને શરીરના કેટલાક ભાગોમાંથી ધાતુ કણો કાઢવામાં આવ્યા હતા. રિપોર્ટ મુજબ, મંસૂરીના શરીરમાંથી કુલ સાત પેલેટ જેવા ધાતુના કણ નિકાળવામાં આવ્યા છે.