₹2,000 સુધી UPI પેમેન્ટ ફ્રી, ત્યાર બાદ લાગશે ચાર્જ! NPCIએ જાહેર કર્યો નવો નિયમ, જાણો કોને કેટલો ચાર્જ ચૂકવવો પડશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

New UPI Rules : NPCIએ યુપીઆઈ મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR)નું નવું ફ્રેમવર્ક લાગુ કરવાની જાહેરાત કરી છે. નવા નિયમ મુજબ રૂ.2,000 સુધીના યુપીઆઈ પેમેન્ટ પર કોઈ ચાર્જ નહીં લાગે. જ્યારે રૂ.2,000થી વધુના પેમેન્ટ પર વેપારીઓ પાસેથી MDR વસૂલવામાં આવશે. જોકે, આ ચાર્જ ગ્રાહકો પાસેથી લેવામાં આવશે નહીં અને તેમના માટે યુપીઆઈ પેમેન્ટ પહેલાની જેમ ફ્રી રહેશે. આ નિયમ 15 ઓક્ટોબર, 2026થી લાગુ થશે.
રૂ.2,000 સુધી કોઈ ચાર્જ નહીં, ત્યાર બાદ MDR લાગશે
રૂ.2,000 સુધીના યુપીઆઈ પેમેન્ટ સંપૂર્ણપણે ફ્રી રહેશે. રૂ.2,000થી વધુના પેમેન્ટ પર વેપારીઓએ 0.40% MDR ચૂકવવો પડશે. ઉદાહરણ તરીકે, રૂ.5,000ના પેમેન્ટ પર વેપારીને રૂ.20 ચાર્જ ચૂકવવો પડશે.
રૂ.75,000 કે તેથી વધુના પેમેન્ટ પર મહત્તમ રૂ.300 ચાર્જ
રૂ.75,000 કે તેથી વધુના ટ્રાન્ઝેક્શન માટે MDRની મહત્તમ મર્યાદા રૂ.300 પ્રતિ ટ્રાન્ઝેક્શન રહેશે. એટલે કે રૂ.1 લાખના પેમેન્ટ પર 0.40% પ્રમાણે રૂ.400 થવા છતાં વેપારી પાસેથી માત્ર રૂ.300 જ લેવામાં આવશે.
ગ્રાહકો અને P2P પેમેન્ટ પર કોઈ અસર નહીં
નવા નિયમનો સીધો બોજ ગ્રાહકો પર નહીં આવે. યુપીઆઈથી પેમેન્ટ કરનારા ગ્રાહકો માટે સેવા ફ્રી રહેશે. મિત્રો અથવા પરિવારને પૈસા મોકલતા P2P ટ્રાન્ઝેક્શન પર પણ કોઈ ચાર્જ લાગશે નહીં.
નાના વેપારીઓને પણ મળશે મોટી છૂટ
યુપીઆઈ QR કોડ દ્વારા દર મહિને રૂ.1 લાખ સુધીનું પેમેન્ટ મેળવતા નાના વેપારીઓને MDRમાંથી છૂટ આપવામાં આવશે. એટલે નાના દુકાનદારો અને વેપારીઓ માટે આ વ્યવસ્થામાં વધારાનો ચાર્જ નહીં આવે.
રેલવે, પેટ્રોલ અને બિલ પેમેન્ટ માટે અલગ નિયમ
રેલવે, ટેલિકોમ સર્વિસ, વીમા અને ઈંધણ જેવા ક્ષેત્રોમાં રૂ.2,000થી વધુના પેમેન્ટ પર 0.40% MDRની જગ્યાએ માત્ર રૂ.5 પ્રતિ ટ્રાન્ઝેક્શનનો ફ્લેટ ચાર્જ લાગશે.




