India

યુપીમાં મોટો રાજકીય ખેલ થવાની તૈયારીમાં, બળવાખોરોના કારણે 10 નહીં 17 બેઠકો પર થઈ શકે છે ચૂંટણી

By GS Team
10 Sep 20242 mins read
This article was originally published on 10 Sep 2024
TukuTouch Logo
લોકસભા ચૂંટણી 2024માં ઉત્તર પ્રદેશમાં ભાજપ, રાષ્ટ્રીય લોકદળ અને સમાજવાદી પાર્ટીના 10 ધારાસભ્યો ચૂંટણી જીતી સાંસદ બન્યા હતા, ત્યાર બાદ આ બેઠકો વિધાનસભા તરફથી ખાલી જાહેર કરવામાં આવી છે અને ભારતીય ચૂંટણી પંચ ટૂંક સમયમાં આ બેઠકો પર પેટા ચૂંટણીની તારીખોનું એલાન પણ કરી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

યુપીમાં મોટો રાજકીય ખેલ થવાની તૈયારીમાં, બળવાખોરોના કારણે 10 નહીં 17 બેઠકો પર થઈ શકે છે ચૂંટણી

UP Assembly Sub Elections : લોકસભા ચૂંટણી 2024માં ઉત્તર પ્રદેશમાં ભાજપ, રાષ્ટ્રીય લોકદળ અને સમાજવાદી પાર્ટીના 10 ધારાસભ્યો ચૂંટણી જીતી સાંસદ બન્યા હતા, ત્યાર બાદ આ બેઠકો વિધાનસભા તરફથી ખાલી જાહેર કરવામાં આવી છે અને ભારતીય ચૂંટણી પંચ ટૂંક સમયમાં આ બેઠકો પર પેટા ચૂંટણીની તારીખોનું એલાન પણ કરી શકે છે. આ વચ્ચે સપાના સાત બળવાખોર ધારાસભ્યોમાંથી બે ધારાસભ્યોએ દિલ્હી સ્થિત ભાજપના મુખ્ય કાર્યાલયની મુલાકાત લેતા ઉત્તર પ્રદેશનું રાજકારણ ગરમાયું છે. રાજ્યના રાજકીય વર્તુળોમાં એવી અટકળો ચાલી રહી છે કે આ ધારાસભ્યો ભાજપમાં જોડાશે અને અન્ય સાત બેઠકો પર પણ પેટા ચૂંટણી યોજાશે.

શું છે સમગ્ર ઘટના?

હકિકતમાં, ફેબ્રુઆરી, 2024માં યુપીમાં 10 બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી યોજાઇ હતી. આ ચૂંટણીમાં ભાજપે આઠ અને સપાએ ત્રણ ઉમેદવાર ઉતાર્યા હતા, ત્યારે સપાના સાત ધારાસભ્યોએ ભાજપના ઉમેદવારને વોટ આપ્યો હતો. હવે આ જ સાતમાંથી બે ધારાસભ્યો દિલ્હીમાં ભાજપના મુખ્ય કાર્યાલય પહોંચ્યા હતા અને ત્યાં ભાજપના દિગ્ગજ નેતા સાથે મુલાકાત કરી હતી. આ ઘટના બાદ અટકળો ચાલી રહી છે કે આ તમામ સાત ધારાસભ્યો સપામાંથી રાજીનામું આપી શકે છે, જે પછી યુપીમાં 10 નહીં પરંતુ 17 બેઠકો પર પેટા ચૂંટણી યોજાઇ શકે છે.

નિષ્ણાતોનું શું કહેવું છે?

આ સમગ્ર ઘટનાક્રમ બાદ નિષ્ણાતોએ દાવો કર્યો છે કે, આ ધારાસભ્યો હાલ રાજીનામું આપે તેવી શક્યતા દેખાઇ રહી નથી, કારણ કે ભાજપ અત્યારે એ સ્થિતિમાં નથી કે તે સપાના બળવાખોર ધારાસભ્યોને કંઇ આપી શકે. આ ઉપરાંત આગામી સમયમાં વિધાન પરિષદની કેટલીક બેઠકો પર ચૂંટણી યોજાવાની છે, ત્યારે વિધાન પરિષદમાં લાભ મેળવવા માટે ભાજપ આ ધારાસભ્યોની મદદ લઇ શકે છે.