Astro

રાશિ ભવિષ્ય 03 નવેમ્બર 2026: આ 4 રાશિઓ પર થશે ધનવર્ષા, જાણો તમારો આજનો દિવસ કેવો રહેશે!

By GS Team
3 Nov 20261 min read
TukuTouch Logo
આજે મેષ રાશિના જાતકોના અટકેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવશે. મિથુન રાશિના લોકોને યશ-પદ-ધનમાં વૃદ્ધિ થતાં આનંદ થશે. સિંહ રાશિના જાતકોના ધાર્યા કામ થવાથી ઉત્સાહ વધશે. કન્યા રાશિના લોકોએ રાજકીય-સરકારી કામમાં સાવધાની રાખવી. ધન રાશિના લોકોને દેશ-પરદેશના કામમાં સાનુકૂળતા મળશે અને નવા ઓર્ડર પણ મળી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાશિ ભવિષ્ય 03 નવેમ્બર 2026: આ 4 રાશિઓ પર થશે ધનવર્ષા, જાણો તમારો આજનો દિવસ કેવો રહેશે!

મેષ : આપના રૃકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના પ્રશ્ને ચિંતા-પરેશાની ઓછી થાય.
વૃષભ : આપના કામમાં કોઈને કોઈ રૃકાવટ-મુશ્કેલી રહ્યા કરે. આપે ધીરજ અને શાંતિ રાખીને દિવસ પસાર કરી લેવો. ખર્ચ જણાય.
મિથુન : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ અનુભવો. ભાઈભાંડુના સાથ-સહકારથી રાહત રહે.
કર્ક : આપને કામકાજમાં સાનુકૂળતા મળી રહે. ધંધામાં આવક જણાય. સામાજિક-વ્યવહારિક કામ અંગે વ્યસ્તતા રહે.
સિંહ : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ જણાય. મિલન-મુલાકાત થઈ શકે.
કન્યા : રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં આપે સાવધાની રાખવી પડે. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાંભીડ જણાય.
તુલા : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ આવતો જાય. પરદેશના કાર્યમાં પ્રગતિ જણાય.
વૃશ્ચિક : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈનો કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામમાં સાનુકૂળતા રહે.
ધન : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. ધંધામાં નવી વાતચીત આવે કે ઓર્ડર મળી રહે.
મકર : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક-વ્યવહારિક કામમાં ઉતાવળ ન કરવી.
કુંભ : આપના અગત્યના કામનો ઉકેલ આવતો જવાથી આપને રાહત થતી જાય. મહત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય.
મીન : આપના કામમાં હરિફવર્ગ - ઈર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી જણાય. કોર્ટ-કચેરીના કામકાજ અંગે વ્યસ્તતા જણાય.
અગ્નિદત્ત પદમનાભ