Sports

એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત : વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, તિલક વર્મા કેપ્ટન, 22 નવેમ્બરે પાકિસ્તાન સામે મેચ

By GS Team
2 Nov 20262 mins read
TukuTouch Logo
ACC રાઈઝિંગ સ્ટાર્સ એશિયા કપ 2026 માટે ભારતીય ટીમની જાહેરાત થઈ છે. BCCIની સિનિયર સિલેક્શન કમિટીએ 15 સભ્યોની ભારત-A ટીમ પસંદ કરી છે. તિલક વર્મા કેપ્ટન અને રજત પાટીદાર વાઇસ-કેપ્ટન બન્યા છે. વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, રિંકુ સિંહ અને પ્રભસિમરન સિંહ જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ ટુર્નામેન્ટ 19 થી 29 નવેમ્બર દરમિયાન કતારના દોહામાં યોજાશે. ભારત-A 22 નવેમ્બરે પાકિસ્તાન-A સામે ટકરાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત : વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, તિલક વર્મા કેપ્ટન, 22 નવેમ્બરે પાકિસ્તાન સામે મેચ

ACC Rising Stars Asia Cup 2026 : એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) દ્વારા આયોજિત રાઈઝિંગ સ્ટાર્સ એશિયા કપ 2026 માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. BCCIની સિનિયર સિલેક્શન કમિટીએ આ મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટ માટે ભારત-Aની 15 સભ્યોની મજબૂત ટીમની પસંદગી કરી છે.

તિલક વર્મા કેપ્ટન, વૈભવ ટીમમાં સામેલ

50 ઓવરના ફોર્મેટમાં રમાનારી આ સ્પર્ધા માટે તિલક વર્માને કેપ્ટનશિપ સોંપવામાં આવી છે, જ્યારે રજત પાટીદારને વાઇસ-કેપ્ટનની જવાબદારી મળી છે. આ ઉપરાંત ઉભરતા યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. આ ટૂર્નામેન્ટ 19થી 29 નવેમ્બર દરમિયાન કતારની રાજધાની દોહા ખાતે યોજાશે.

ટીમમાં યુવા અને અનુભવી સ્ટાર્સનો સમન્વય

ભારતીય ટીમમાં વૈભવ સૂર્યવંશી ઉપરાંત વિસ્ફોટક ઓપનર અભિષેક શર્મા અને ફિનિશર રિંકુ સિંહ જેવા જાણીતા ચહેરાઓ સામેલ છે. વિકેટકીપર તરીકે પ્રભસિમરન સિંહ અને કુમાર કુશાગ્રને સ્થાન આપવામાં આવ્યું છે. સંપૂર્ણ ટીમ પર નજર કરીએ તો તેમાં અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), તિલક વર્મા (કેપ્ટન), રજત પાટીદાર (વાઇસ-કેપ્ટન), રિંકુ સિંહ, કુમાર કુશાગ્ર (વિકેટકીપર), સૂર્યાંશ શેડગે, શાહબાઝ અહમદ, વિપ્રજ નિગમ, હર્ષ દુબે, તનુષ કોટિયન, હર્ષિત રાણા, પ્રિન્સ યાદવ અને અર્શદ ખાનનો સમાવેશ થાય છે.

ટૂર્નામેન્ટનું માળખું અને ગ્રૂપ વિભાજન

રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપમાં કુલ 8 દેશોની ટીમો ભાગ લઈ રહી છે, જેને બે ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. ગ્રૂપ-A માં બાંગ્લાદેશ-A, શ્રીલંકા-A, અફઘાનિસ્તાન-A અને હોંગકોંગ-ચીનનો સમાવેશ થાય છે. ભારત-A ને ગ્રૂપ-B માં સ્થાન મળ્યું છે, જ્યાં તેનો સામનો પાકિસ્તાન-A, નેપાળ અને યુએઈ (UAE) સામે થશે. બંને ગ્રૂપમાંથી ટોચની 2-2 ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. સેમિફાઇનલ મેચ 26 અને 27 નવેમ્બરે રમાશે, જ્યારે ફાઇનલ મુકાબલો 29 નવેમ્બર, રવિવારના રોજ યોજાશે.

ભારતનો સંપૂર્ણ કાર્યક્રમ અને હાઇ-વોલ્ટેજ ભારત-પાક ટક્કર

ભારત-A પોતાની પ્રથમ મેચ 20 નવેમ્બરે નેપાળ સામે રમીને પોતાના અભિયાનની શરૂઆત કરશે.
ત્યારબાદ 22 નવેમ્બરે ક્રિકેટ ચાહકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે ભારત-A અને પાકિસ્તાન-A વચ્ચેનો હાઇ-વોલ્ટેજ મુકાબલો રમાશે. ગ્રૂપ સ્ટેજની છેલ્લી મેચ 24 નવેમ્બરે યુએઈ સામે થશે.

મેચનું શેડ્યૂલ : ભારત-પાકિસ્તાન વચ્ચે 22 નવેમ્બરે મેચ

image.png