India

આસામમાં 8 કરોડની યાબા ગોળી સાથે બે ઝડપાયા

By GS Team
6 Jul 20261 min read
TukuTouch Logo
આસામમાં સુરક્ષા દળોએ 8 કરોડ રૂપિયાની પ્રતિબંધિત યાબા ગોળીઓ સાથે 2 આરોપીઓની ધરપકડ કરી છે. મુખ્યમંત્રી હિમન્તા બિસ્વા સરમાએ જણાવ્યું કે, રાજ્ય પોલીસ અને આસામ રાઈફલ્સે સંયુક્ત કાર્યવાહી કરી હતી. આ ગોળીઓમાં મેથામ્ફેટામિન હોવાથી ભારતમાં ગેરકાયદેસર છે. સુરક્ષા દળોએ સફળતાપૂર્વક નશીલા પદાર્થોનો મોટો જથ્થો જપ્ત કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આસામમાં 8 કરોડની યાબા ગોળી સાથે બે ઝડપાયા

ગુવાહાટિ: આસામમાં સુરક્ષા દળોની સંયુક્ત ટુકડીએ આઠ કરોડ રૂપિયાની પ્રતિબંધિત યાબા ગોળીઓ સાથે બે જણને અટક કર્યા છે.
રાજ્યના મુખ્યમંત્રી હિમન્તા બિસ્વા સરમાએ રવિવારે આમ જણાવીને ઉમેર્યું કે રાજ્ય પોલીસ અને આસામ રાઈફલ્સે હાથ ધરેલી સંયુક્ત કાર્યવાહીમાં ગોળીઓ સાથે બે જણની અટક તથા ગોળીઓની જપ્તિ કરવામાં આવી છે.
સરમાએ એકસ પરની પોસ્ટમાં સુરક્ષા દળોની કાર્યવાહીને કાવ્યગાનની ભાષામાં બિરદાવતા કહ્યું કે ''રોઝીઝ આર રેડ, વાયોલેટસ આર બ્લુ, ૮૦,૦૦૦ ટેબ્લેટસ સિઝ્ડ, ઝીરો સિમ્પથી ફોર યુ.''
યાબા ગોળીઓમાં નિયંત્રિત પદાર્થો ધારા અંતર્ગત શિડયુલ-૨ પદાર્થ એવો મેથામ્ફેટામિન આવેલો હોવાથી એ ભારતમાં ગેરકાયદે છે.