India
આસામનાં કછર જિલ્લામાં 14 કરોડના ડ્રગ્સ સાથે બે ની ધરપકડ
By GS Team
23 Aug 20261 min read
આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ માહિતી આપી હતી કે કછર જિલ્લામાંથી 14 કરોડ રૂપિયાની 70,000 યાબા ટેબ્લેટ સાથે 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સિલચરના કૃષ્ણપુરમાં એક ભાડાના મકાનમાંથી આ નશીલો જથ્થો જપ્ત કરાયો હતો. યાબા ટેબ્લેટ મેથામ્ફેટામાઇન અને કેફીનનું મિશ્રણ છે, જે ખુબ વ્યસનકારક છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Summarized by AI; it may make mistakes. Check important info

ગુવાહાટી : મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે આસામના કછર જિલ્લામાં ૧૪ કરોડ રુપિયાની કિંમતની પ્રતિબંધીત યાબા ટેબલેટ સાથે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.આ ધરપકડ અને જપ્તી સિલચરમાં એક ભાડાના ઘરમાંથી કરવામાં આવી છે.સરમાએ શનિવારે એક્સ પર જણાવ્યું હતું કે બધી ડ્રગ સ્ટોરી બીજી સિઝનની હોતી નથી. કચર પોલીસે સિલચરના દક્ષિણ કૃષ્ણપુરમા ભાડાના મકાનમાંથી ૧૪ કરોડ રુપિયાની ૭૦,૦૦૦ યાબા ટેબલેટ જપ્ત કરી હતી. યાબા ટેબલેટને થાઇમાં ક્રેઝી મેડિસિન તરીકે ઓળખવામાં આવે છે.તે એક અત્યંત વ્યસનકારક દવા છે.જેમાં મેથામ્ફેટામાઇન અને કેફીનનું મિશ્રણ હોય છે.