સજ્જન કુમારને શ્રદ્ધાંજલિ આપવી 3 સાંસદોને ભારે પડી, ભાજપ પ્રમુખે લગાવી ફટકાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sajjan Kumar Death Condolence Controversy: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને દિલ્હીના ત્રણ લોકસભા સાંસદોને ભૂતપૂર્વ કોંગ્રેસ સાંસદ સજ્જન કુમારના નિધન પર તેમના પરિવારને મળવા અને શોક વ્યક્ત કરવા બદલ કડક શબ્દોમાં ફટકાર લગાવી છે. ભાજપના સાંસદ કમલજીત સેહરાવત, રામવીર સિંહ બિધુડી અને યોગેન્દ્ર ચંડોળિયા તાજેતરમાં સજ્જન કુમારના નિવાસ્થાને પહોંચ્યા હતા, અને તેમના પરિજનો સાથે મુલાકાત કરી હતી. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ અધ્યક્ષે આ પગલા સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે. મહત્ત્વનું છે કે, 20 ઑગસ્ટના રોજ અવસાન પામેલા સજ્જન કુમાર, 1984માં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ થયેલા શીખ વિરોધી રમખાણોમાં શીખોની હત્યાના ગુનામાં બે અલગ-અલગ કેસોમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા હતા.
મુલાકાતથી વિવાદ અને વિરોધ ઊભો થયો
આ મુલાકાતને કારણે રાજકીય વર્તુળોમાં ભારે વિરોધ શરૂ થયો છે. 1984ના શીખ વિરોધી રમખાણોના પીડિતો માટે લાંબા સમયથી કાનૂની લડાઈ લડનારા અને તાજેતરમાં જ ભાજપમાં જોડાયેલા વરિષ્ઠ નેતા એચ. એસ. ફૂલકાએ આ નિર્ણયની સખત શબ્દોમાં નિંદા કરી છે. ફૂલકાએ કહ્યું કે, ભાજપે હંમેશા શીખ રમખાણોના પીડિતો માટે ન્યાયની લડાઈમાં સાથ આપ્યો છે. તેથી આ પ્રકારે મુલાકાત લેવી અયોગ્ય છે, અને તેમણે ત્રણેય સાંસદોના બહિષ્કારની માંગ કરી છે.
સાંસદોની અંગત મુલાકાત: ભાજપની સ્પષ્ટતા
આ બાબતે પક્ષ તરફથી પ્રતિક્રિયા આપતા ભાજપના પ્રવક્તા આર. પી. સિંહે જણાવ્યું હતું કે, આ ત્રણેય સાંસદો સજ્જન કુમારના ઘરે વ્યક્તિગત ધોરણે ગયા હતા, પક્ષના પ્રતિનિધિ તરીકે નહીં.
કોણ છે આ ત્રણ સાંસદો?
આ ત્રણેય સાંસદો દિલ્હીના એવા વિસ્તારોનું પ્રતિનિધિત્વ કરે છે, જે પહેલાં 'આઉટર દિલ્હી' લોકસભા બેઠક હેઠળ આવતા હતા, જે બેઠક પરથી સજ્જન કુમાર કોંગ્રેસના સાંસદ રહી ચૂક્યા હતા.
રામવીર સિંહ બિધુડી: દક્ષિણ દિલ્હી (South Delhi)
કમલજીત સેહરાવત: પશ્ચિમ દિલ્હી (West Delhi)
યોગેન્દ્ર ચંડોળિયા: ઉત્તર-પશ્ચિમ દિલ્હી (North West Delhi)




