India

હિંમત હોય તો રાજીનામું આપી ભાજપની ટિકિટ પર લડો...', બળવાખોર સાંસદોને TMCની ચેલેન્જ

By GS Team
9 Jun 20262 mins read
TukuTouch Logo
TMC સાંસદ કલ્યાણ બેનરજી અને કીર્તિ આઝાદે પ્રેસ કોન્ફરન્સ કરીને પાર્ટીના બળવાખોર સાંસદો પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે, આ બધું ભાજના ઈશારે થઈ રહ્યું છે. તેમણે બળવાખોર સાંસદોને 'ગદ્દાર' અને 'ભાગેડુ' કહી દીધા. કલ્યાણ બેનરજીએ કહ્યું કે, બળવાખોર સાંસદો સત્તા વિના ન રહી શકે, તેમને બંગલા ગાડી અને સુરક્ષા જોઈએ તેથી આ બધું કરી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હિંમત હોય તો રાજીનામું આપી ભાજપની ટિકિટ પર લડો...', બળવાખોર સાંસદોને TMCની ચેલેન્જ

TMC MP Kalyan Banerjee Kirti Azad Press Conference: TMC સાંસદ કલ્યાણ બેનર્જી અને કીર્તિ આઝાદે પ્રેસ કોન્ફરન્સ કરીને પાર્ટીના બળવાખોર સાંસદો પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે, આ બધું ભાજના ઇશારે થઈ રહ્યું છે. તેમણે બળવાખોર સાંસદોને 'ગદ્દાર' અને 'ભાગેડુ' કહી દીધા. કલ્યાણ બેનર્જીએ કહ્યું કે, બળવાખોર સાંસદો સત્તા વિના ન રહી શકે, તેમને બંગલા ગાડી અને સુરક્ષા જોઈએ તેથી આ બધું કરી રહ્યા છે.  

બળવા પર શું બોલ્યા કીર્તિ આઝાદ?

પાર્ટીમાં ચાલી રહેલા બળવા પર TMC સાંસદ કીર્તિ આઝાદે કહ્યું કે, 'અમારા 29 નેતાઓ 'મા, માટી અને માનુષ'ના નામે ચૂંટણી જીતીને સાંસદ બન્યા છે. હું આ 'ગદ્દારો' પાસે જાણવા માગું છું કે ચૂંટણી પછી કેમ તમે તમારી સમસ્યાઓ વિશે વાત કરી રહ્યા છો, પહેલાં કેમ ન કરી? સુખેન્દુ શેખર રોયમાં એટલી રાજકીય નૈતિકતા તો હતી કે તેમણે રાજીનામું આપી દીધું. જો તમારામાં પણ રાજકીય નૈતિકતા હોય તો તમે બધા પણ રાજીનામું આપી દો અને ભાજપની ટિકિટ પર ચૂંટણી લડો.'



મમતા બેનર્જી તેમના નેતા ન રહ્યા

કીર્તિ આઝાદે બળવાખોર જૂથ દ્વારા સ્પીકરને પત્ર આપવા અંગે કહ્યું કે, 'કાકોલી ઘોષ જે પત્રની વાત કરી રહ્યા છે, તે અત્યાર સુધી કોઈની સામે નથી આવી રહ્યો. લોકસભા સ્પીકર ઑફિસનું પણ કહેવું છે કે કોઈ પત્ર નથી મળ્યો, પરંતુ જે રીતે આ લોકો ભૂપેન્દ્ર યાદવ(ભાજપ સાંસદ)ના ઘરે ગયા, તેનાથી સાબિત થઈ ગયું કે તેઓ ભાજપ સાથે મળી ગયા છે. કેટલા મળ્યા, કેવી રીતે મળ્યા, એ બધું ન કહી શકાય પરંતુ હવે તેમના નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બની ગયા છે, TMC ચીફ મમતા બેનર્જી હવે તેમના નેતા નથી રહ્યા.'

કાકોલી ઘોષ પર સાધ્યું નિશાન

TMCના બળવાખોર સાંસદ કાકોલી ઘોષ પર નિશાન સાધતાં તેમણે કહ્યું કે, 'કાકોલીએ કહ્યું હતું કે તેઓ પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપી રહ્યા છે, જો તમામ પદો પરથી રાજીનામું આપી દીધું તો તેઓ વ્હીપ કેવી રીતે હોઈ શકે? વ્હીપ પાર્ટી નક્કી કરતી હોય છે. તેઓ જે કરી રહ્યા છે તે પાર્ટી વિરોધી પ્રવૃત્તિ છે.' તેમણે આરોપ લગાવ્યો કે, 'તેઓ આ બધું પીએમ મોદી અને ભાજપના નેતાઓના ઇશારે કરી રહ્યા છે.'

ભાજપમાં વિલય કરવો પડશે

પાર્ટીમાં વિદ્રોહ પર TMC સાંસદ કલ્યાણ બેનર્જીએ કહ્યું કે, તમારી (ભાજપ) પાસે મુખ્યમંત્રી, ED, સીબીઆઇ CBI અને અન્ય શક્તિઓ છે, પરંતુ મારી પાસે 'મા, માટી, માનુષ', મારી પાર્ટી, મારી પાર્ટીના કાર્યકરો અને પશ્ચિમ બંગાળની જનતા છે. બળવાખોર જૂથ પાસે ભલે 20-21-22-23 ગમે તેટલા સાંસદો હોય, જો તેમણે બંધારણની 10મી અનુસૂચિ (Schedule) હેઠળ પક્ષપલટાના કાયદાથી બચવું હોય તો તેમણે ભાજપમાં વિલય કરવો જ પડશે.