આ ભૂખ્યા-નગ્ન લોકો મારા 1% બરાબર પણ નથી... બાબા રામદેવ અને બોલિવૂડ સેલેબ્સ પર કંગનાની આકરી ટિપ્પણી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Kangana Ranaut Slams Baba Ramdev: અભિનેત્રી અને ભાજપના સાંસદ કંગના રણૌતે બાબા રામદેવ પર ફરી એકવાર તીખા પ્રહારો કર્યા છે. 'જેન જી' (Gen Z) આંદોલન અંગે કંગનાએ કરેલી ટીપ્પણી બાદ બાબા રામદેવે નિવેદન આપ્યું હતું, ત્યારથી બંને વચ્ચે આરોપ-પ્રત્યારાપનો દૌર ચાલી રહ્યો છે. બાબા રામદેવે રવિવારે કહ્યું હતું કે 'હું શું છું, તે આખો દેશ જાણે છે.' આ નિવેદન પર કંગનાએ વળતો પ્રહાર કરતા કહ્યું કે, બાબા રામદેવે તમામ મર્યાદાઓ ઓળંગી દીધી છે, અને તેમણે એક મહિલા પર જે રીતે ટીપ્પણી કરી છે, તેનાથી આખો સમાજ શરમ અનુભવી રહ્યો છે.
'મારી 1% સફળતા પણ મેળવી નથી, તો જ્ઞાન ન આપો'
અન્ય હસ્તીઓ પર નિશાનો સાધતા કંગનાએ કહ્યું, 'આવા લોકો દરરોજ મીડિયામાં આવવા માટે મારા પર ટીપ્પણીઓ કરે છે. આશુતોષ રાણા કહે છે કે, કૂતરાની જેમ ભસતી રહે છે, સોનુ સૂદ કહે છે કે, મારે રીતભાત શીખવી જોઈએ, રાખી સાવંત મારા ચરિત્ર પર ખરાબ ટીપ્પણીઓ કરે છે, અને તાપસી પન્નુ મારા માતા-પિતાનું અપમાન કરે છે. આ તમામ લોકોને મારો એક જ સંદેશ છે કે, જો તમે મારી 1% સફળતા પણ મેળવી નથી, તો હું તમારું કોઈ જ્ઞાન નહીં સાંભળું, પહેલા મારા જેટલી સફળતા મેળવીને બતાવો.'
'આ લોકો ફેલ છે, મીડિયા માટે અપશબ્દો ઉચ્ચારે છે'
કંગનાએ વધુમાં ઉમેર્યું હતું કે, 'આ લોકો નિષ્ફળ (ફેલ) છે. મીડિયામાં ચર્ચામાં રહેવા માટે આ લોકો મને અપશબ્દો આપતા રહે છે. હું આ ભૂખ્યા-નગ્ન લોકોની ભદ્દી ટીપ્પણીઓ સાંભળવાની નથી, અને હું માત્ર એવા જ લોકોની સલાહ લઈશ જેઓ મારા કરતાં વધુ સફળ છે. બાબા રામદેવ સનાતનના કપડાં પહેરે છે, છતાં મહિલાઓ પ્રત્યે આવી વિવાદિત ટિપ્પણીઓ કરે છે, જે આશ્ચર્યજનક અને શરમજનક છે.'









