India

બિહાર વિધાનસભા પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની ઉમેદવારી, નીતિન નવીને બેઠક ખાલી કરતા બદલાયું બાંકીપુરનું ચિત્ર

By GS Team
5 Jul 20262 mins read
TukuTouch Logo
પ્રશાંત કિશોર દ્વારા ઉમેદવાર બનાવવાની જાહેરાત બાદ, હવે બાંકીપુર વિધાનસભા પેટાચૂંટણીનું આખું ચિત્ર બદલાઈ ગયું છે. પ્રશાંત કિશોરના ચૂંટણી લડવાના નિર્ણય બાદ વિસ્તારના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં આ બેઠક પર પ્રચાર અભિયાનને વધુ વેગવંતું બનાવવાની વ્યૂહરચના ઘડવામાં આવી રહી છે. નીતિન નવીને ખાલી કરી છે બેઠક આ બેઠક ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનના રાજીનામા બાદ ખાલી થઈ છે. નીતિન નવીનને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા બાદ, તેમને રાજ્યસભાના માર્ગે દિલ્હી બોલાવી લેવાયા હતા. ત્યારબાદ તેમણે બાંકીપુર વિધાનસભા બેઠક પરથી રાજીનામું આપી દીધું હતું. 30 જુલાઈના રોજ યોજાશે મતદાન તાજેતરમાં જ ભારતીય ચૂંટણી પંચે બિહાર, મધ્યપ્રદેશ અને ગુજરાતની ત્રણ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી કરાવવા માટે ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી હતી, જે અંતર્ગત 30 જુલાઈના રોજ મતદાન થશે અને 3 ઓગસ્ટના રોજ મતગણતરી કરવામાં આવશે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા શિડ્યુલ મુજબ, પેટાચૂંટણી માટેનું ગેઝેટ નોટિફિકેશન 6 જુલાઈના રોજ સોમવારે જાહેર કરવામાં આવશે. ત્યારબાદ નામાંકન (ઉમેદવારી પત્ર) ભરવાની પ્રક્રિયા શરૂ થશે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, 13 જુલાઈ નક્કી કરવામાં આવી છે. ત્યારબાદ 14 જુલાઈ સુધી નામાંકન પત્રોની ચકાસણી કરવામાં આવશે, અને ઉમેદવારો 16 જુલાઈ સુધી પોતાનું નામ પરત ખેંચી શકશે, જેના પછી ઉમેદવારોની અંતિમ સ્થિતિ સ્પષ્ટ થઈ જશે. ત્રણેય બેઠકોના પરિણામો 3 ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવશે. મતદાન અને કાઉન્ટિંગ બાદ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા 4 ઓગસ્ટ સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

બિહાર વિધાનસભા પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની ઉમેદવારી, નીતિન નવીને બેઠક ખાલી કરતા બદલાયું બાંકીપુરનું ચિત્ર

Prashant Kishor Bihar Election : પ્રશાંત કિશોર દ્વારા ઉમેદવાર બનાવવાની જાહેરાત બાદ, હવે બાંકીપુર વિધાનસભા પેટાચૂંટણીનું આખું ચિત્ર બદલાઈ ગયું છે. પ્રશાંત કિશોરના ચૂંટણી લડવાના નિર્ણય બાદ વિસ્તારના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં આ બેઠક પર પ્રચાર અભિયાનને વધુ વેગવંતું બનાવવાની વ્યૂહરચના ઘડવામાં આવી રહી છે.

નીતિન નવીને ખાલી કરી છે બેઠક

આ બેઠક ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનના રાજીનામા બાદ ખાલી થઈ છે. નીતિન નવીનને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા બાદ, તેમને રાજ્યસભાના માર્ગે દિલ્હી બોલાવી લેવાયા હતા. ત્યારબાદ તેમણે બાંકીપુર વિધાનસભા બેઠક પરથી રાજીનામું આપી દીધું હતું.

30 જુલાઈના રોજ યોજાશે મતદાન

તાજેતરમાં જ ભારતીય ચૂંટણી પંચે બિહાર, મધ્યપ્રદેશ અને ગુજરાતની ત્રણ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી કરાવવા માટે ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી હતી, જે અંતર્ગત 30 જુલાઈના રોજ મતદાન થશે અને 3 ઓગસ્ટના રોજ મતગણતરી કરવામાં આવશે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા શિડ્યુલ મુજબ, પેટાચૂંટણી માટેનું ગેઝેટ નોટિફિકેશન 6 જુલાઈના રોજ સોમવારે જાહેર કરવામાં આવશે. ત્યારબાદ નામાંકન (ઉમેદવારી પત્ર) ભરવાની પ્રક્રિયા શરૂ થશે, અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, 13 જુલાઈ નક્કી કરવામાં આવી છે. ત્યારબાદ 14 જુલાઈ સુધી નામાંકન પત્રોની ચકાસણી કરવામાં આવશે, અને ઉમેદવારો 16 જુલાઈ સુધી પોતાનું નામ પરત ખેંચી શકશે, જેના પછી ઉમેદવારોની અંતિમ સ્થિતિ સ્પષ્ટ થઈ જશે. ત્રણેય બેઠકોના પરિણામો 3 ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવશે. મતદાન અને કાઉન્ટિંગ બાદ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા 4 ઓગસ્ટ સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવશે.