યુવાનો સાથે સરકારે વિશ્વાસઘાત કર્યો, ફરી આંદોલન કરીશું : સીજેપી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવી દિલ્હી : દિલ્હીના જંતર મંતર પર યુવાનો દ્વારા શિક્ષણમાં સુધારા માટે મોટું આંદોલન ચલાવવામાં આવ્યું હતું, જેને પાછુ લેવા માટે કેન્દ્ર સરકારે જે શરતો સ્વીકારી હતી તે હજુસુધી પુરી ના થઇ હોવાથી હવે ફરી આ આંદોલન શરૂ કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. કોકરોચ જનતા પાર્ટીએ જાહેર કર્યું છે કે તે કેન્દ્ર સરકારની સામે ફરી આંદોલન કરવા જઇ રહી છે.
કોકરોચ જનતા પાર્ટીએ એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે અમે ફરી રાષ્ટ્રવ્યાપી આંદોલન શરૂ કરવાનું વિચારી રહ્યા છીએ. આ દેશના યુવાનોને કેન્દ્ર સરકાર દ્વારા સારા વચનો આપવામાં આવ્યા હતા તેથી અમે સારા ઇરાદાથી આ આંદોલનને પાછું લીધુ હતું. જોકે સરકારે અત્યાર સુધી ક્યા ક્યા વચનો પૂર્ણ કર્યા તેને લઇને કોઇ જ વાતચીત નથી કરી. સોમવારે એક મહત્વની બેઠક યોજવા જઇ રહ્યા છીએ. જેમાં આગામી રણનીતિ તૈયાર કરવામાં આવશે.
આંદોલન સમયે વિદ્યાર્થીઓ, યુવાનો સામે દેશભરમાં નોંધાયેલી એફઆઇઆરની વિગતો, યાદી વગેરે માહિતી સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી માગી હતી. કોર્ટ દ્વારા વારંવાર યાદી માગવામાં આવી હોવા છતા સરકાર દ્વારા કોઇ જ યોગ્ય જવાબ નથી અપાયો. સીજેપીએ કહ્યું હતું કે કોર્ટની સુનાવણી બાદ અમારા પ્રવક્તા સૌરવ દાસ અને લીગલ હેડ રત્નાસિંહે સ્પષ્ટ કહ્યું હતું કે સરકાર દેશના યુવાનો સાથે છેતરપિંડી કરી રહી, વિશ્વાસઘાત કર્યો છે. સરકારે આંદોલનકારીઓ સામેની એફઆઇઆર રદ કરવાનું વચન પણ આપ્યું હતું. જેને હજુસુધી પૂર્ણ કરવામાં નથી આવ્યું. સોમવારે કોકરોચ જનતા પાર્ટીની નેશનલ વર્કિંગ કમિટીની બેઠક યોજાવા જઇ રહી છે. જે પહેલા જ આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. બીજી તરફ ઝારખંડમાં ગિરિદિહ અને હઝારીબાગમાં આંદોલનકારી યુવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતા ૨૮ જાણીતા અને ૯૦૦ અજાણ્યા લોકોની સામે ત્રણ એફઆઇઆર દાખલ કરાઇ છે.









