સ્ટેટસ સિમ્બોલની મોંઘી કિંમત! 42 ટકા લોકોએ હપ્તા પર ખરીદ્યો iPhone, માનસિક તણાવ 'ભેટમાં'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gen Z EMI Debt Trap : બૅંકના ધક્કા વગર, કોઈ ગીરવી કે આર્થિક સ્થિતિની આકરી ચકાસણી વિના મળતી લોને દેશના Gen-Z યુવાનોમાં 'EMI કરો અને એશ કરો' ની એક જોખમી સંસ્કૃતિ ઊભી કરી છે. હાથમાં Apple નો નવો iPhone કે મોંઘો પ્રીમિયમ સ્માર્ટફોન રાખવાની આંધળી ઘેલછા ભારતના યુવાધનને બરબાદી તરફ ધકેલી રહી છે. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે માત્ર એક સ્ટેટસ સિમ્બોલ સમાન ફોન મેળવવાની ઘેલછામાં યુવાનો ચોરી, હત્યા અને આત્મહત્યા જેવા ખૌફનાક પગલાં ભરવા મજબૂર બન્યા છે.
2026 માં 42 ટકા સ્માર્ટફોન ફાઇનાન્સ પર વેચાવાનો અંદાજ
રિપોર્ટ અનુસાર, જાન્યુઆરી 2025થી ઑગસ્ટ 2025 વચ્ચે દર 4માંથી 1 iPhone ખરીદનારે NBFC લોન અથવા ક્રેડિટ કાર્ડ EMIનો વિકલ્પ પસંદ કર્યો છે. Cyber Media Researchના Q2 2026 રિપોર્ટ મુજબ, દેશમાં સસ્તા સ્માર્ટફોનનું વેચાણ 88 ટકા ઘટ્યું છે, જ્યારે 50 હજારથી 1 લાખ રૂપિયાના સુપર-પ્રીમિયમ ફોનનું વેચાણ 72 ટકા વધ્યું છે. આ ઉછાળા પાછળ 'Zero Cost EMI'નો મુખ્ય હાથ છે. Counterpoint Researchના અંદાજ મુજબ, વર્ષ 2026ના અંત સુધીમાં દેશમાં વેચાતા કુલ સ્માર્ટફોનમાંથી 42 ટકા ફોન ફાઇનાન્સ પર વેચાશે. જેમાં 67 ટકા લોન એવી NBFC આપી રહી છે જે પ્રથમ વખત ક્રેડિટ લેનારા યુવાનોને નાણાં પૂરા પાડે છે.
હપ્તા ન ભરાતાં યુવાનો કરી રહ્યા છે ગંભીર ગુના
દર મહિને 15થી 20 હજાર કમાતો કે અભ્યાસ કરતો યુવક જ્યારે 3 હજારના હપ્તે 80 હજાર રૂપિયાનો ફોન લઈ આવે છે, ત્યારે અચાનક ખર્ચ આવતાં EMI બાઉન્સ થવા લાગે છે. પેનલ્ટીના ડર અને પરિવાર સામે પોલ ખુલી જવાના ડરથી યુવાનો કાયદો હાથમાં લઈ રહ્યા છે. ઑગસ્ટ 2026માં મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં 18 વર્ષીય યુવકે iPhoneના વિવાદમાં પહાડ પરથી કૂદી આત્મહત્યા કરી હતી, જેને બચાવવાના પ્રયાસમાં માતા-પિતાએ પણ જીવ ગુમાવ્યો હતો.
લખનઉથી લઈને દિલ્હી સુધી ઘટેલી દર્દનાક ઘટનાઓ
અગાઉ લખનઉમાં 1.5 લાખનો iPhone કેશ ઓન ડિલિવરી મંગાવીને પૈસા ન આપવા પડે તે માટે ડિલિવરી એજન્ટની હત્યા કરી દેવાઈ હતી. આ સિવાય નવી મુંબઈમાં પિતાએ ફોન અપાવવાની ના પાડતાં 18 વર્ષના યુવકે આત્મહત્યા કરી લીધી હતી. દિલ્હીના નજફગઢમાં 9 મા ધોરણના વિદ્યાર્થીએ ગર્લફ્રેન્ડને iPhone આપવા માતાના ઘરેણાં ચોરી લીધા હતા, જ્યારે યુપીના ગાઝીપુરમાં બહેનના લગ્ન માટે રાખેલા 1 લાખ રૂપિયા ચોરીને iPhone ખરીદનાર યુવકે પોલ ખુલવાના ડરે રેલવે ટ્રેક પર આત્મહત્યા કરી લીધી હતી.









