દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલો બ્લાસ્ટ આત્મઘાતી હુમલો હતો, NIAની ચાર્જશીટમાં ઉમર નબી અંગે મોટો ખુલાસો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Delhi Red Fort Blast Case NIA Charge sheet: દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા વિસ્ફોટ કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ દાખલ કરેલી ચાર્જશીટમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. તપાસ એજન્સીના જણાવ્યા મુજબ, વિસ્ફોટમાં ઉપયોગમાં લેવાયેલી હ્યુન્ડાઈ i20 (Hyundai i20) કાર વાસ્તવમાં એક 'વ્હીકલ-બોર્ન ઈમ્પ્રોવાઈઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ' (VBIED) એટલે કે કાર બોમ્બ તરીકે વાપરવામાં આવી હતી. ફોરેન્સિક તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી TATP, એમોનિયમ નાઈટ્રેટ અને પોટેશિયમ નાઈટ્રેટ જેવા અત્યંત વિસ્ફોટક પદાર્થોના અંશ મળી આવ્યા છે.
કારની અંદર કોણ હાજર હતું?
ઘટનાસ્થળેથી મળેલા જૈવિક નમૂનાઓની DNA ફિંગરપ્રિન્ટિંગ તપાસમાં મહત્વનો પુરાવો મળ્યો છે. NIAના દાવા અનુસાર, શરીરના ભાગો અને નાકના સેમ્પલની DNA તપાસમાં તેની ઓળખ માસ્ટરમાઇન્ડ ઉમર ઉન નબી તરીકે થઈ છે. એટલે કે, વિસ્ફોટ થયો તે સમયે ઉમર ઉન નબી કારની અંદર જ હાજર હતો. વિસ્ફોટમાં તેનું પણ મૃત્યુ થયું હોવાથી તેની સામેના કાનૂની આરોપો રદ (Abated) કરવામાં આવ્યા છે.

રેડ ટેપ અને કમાન્ડ મિકેનિઝમથી થયો ખુલાસો
તપાસ દરમિયાન લાલ રંગની ટેપ વાળી એક કમાન્ડ સિસ્ટમ મળી આવી હતી. NIA મુજબ, આ ડિવાઈસનો ઉપયોગ IED ને દૂરથી કે ખાસ કમાન્ડ આપીને એક્ટિવ કરવા માટે કરવામાં આવ્યો હતો. આ સિસ્ટમ વિસ્ફોટ થયેલી કાર નજીકથી મળી આવી હતી.
નૌગામ પોલીસ સ્ટેશનમાં બ્લાસ્ટનો ઉલ્લેખ
ચાર્જશીટમાં નૌગામ પોલીસ સ્ટેશન કેસનો પણ ઉલ્લેખ છે. આરોપી મુજમ્મિલ (A-4) ના ફરીદાબાદ સ્થિત અલ-ફલાહ યુનિવર્સિટી નજીકના ભાડાના મકાનમાંથી વિસ્ફોટકો, કેમિકલ્સ, ટાઈમર અને લેબ સાધનો જપ્ત કરવામાં આવ્યા હતા. આ સાધનોની તપાસ માટે તેને નૌગામ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા, જ્યાં 14 નવેમ્બર 2025ના રોજ અચાનક મોટો બ્લાસ્ટ થયો હતો, જેમાં 9 પોલીસકર્મીઓના મોત થયા હતા અને 29 લોકો ઘાયલ થયા હતા.

રોકેટ અને ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ
ચાર્જશીટમાં જણાવ્યા મુજબ, આરોપી જસીર બિલાલ વાનીએ યૂટ્યુબ અને ChatGPT ની મદદથી રોકેટ બનાવવાની રીતો શોધી હતી, અને રોકેટ તૈયાર પણ કરી લીધું હતું. વધુમાં, ઉમર ઉન નબીએ જસીરને 2 ડ્રોન પણ આપ્યા હતા.
'મધર ઓફ શેતાન' તરીકે ઓળખાતું TATP વિસ્ફોટક
NIA એ સ્પષ્ટ કર્યું છે કે, આ બ્લાસ્ટમાં પ્રાથમિક વિસ્ફોટક તરીકે TATP (Tri-Acetone Tri-Peroxide) નો ઉપયોગ થયો હતો. TATP ને 'મધર ઓફ શેતાન' (Mother of Satan) તરીકે પણ ઓળખવામાં આવે છે, જે અત્યંત સંવેદનશીલ અને ખતરનાક હોમમેડ એક્સપ્લોઝિવ છે. CFSL ચંડીગઢ અને NFSU ગાંધીનગરની ફોરેન્સિક લેબ દ્વારા પણ આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે.

સિગ્નલ એપ, કોડ નેમ અને ત્રાસવાદી સંગઠનો
આરોપીઓ અંદરો-અંદર વાતચીત કરવા માટે 'Signal' એપનો ઉપયોગ કરતા હતા, જેમાં A-7 ની ઓળખ 'Rauldatta' નામના કોડનેમથી થઈ હતી. શહીન સઈદની પેનડ્રાઈવમાંથી એકે-47 પિસ્તોલ સાથેની 87 તસવીરો મળી આવી છે. આ તમામ આરોપીઓ 'અંસાર ગઝવત-ઉલ-હિંદ' (AGuH) અને 'AQIS' જેવા આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા હતા.




