Get The App

તમિલનાડુમાં 'થલાપતિ' વિજયે આખરે સાબિત કરી બહુમતી, સમર્થનમાં 144 અને વિરોધમાં 22 વોટ પડ્યા

Updated: May 13th, 2026

GS TEAM

Google News
Google News
તમિલનાડુમાં 'થલાપતિ' વિજયે આખરે સાબિત કરી બહુમતી, સમર્થનમાં 144 અને વિરોધમાં  22 વોટ પડ્યા 1 - image


Thalapathy Vijay's TVK Wins Floor Test | તમિલનાડુમાં મુખ્યમંત્રી સી. જોસેફ વિજયના નેતૃત્વમાં ચાલી રહેલી તમિલગા વેટ્રી કઝગમ (TVK) સરકારે બુધવારે વિધાનસભામાં વિશ્વાસ મત જીતી લીધો છે. તાજેતરમાં સંપન્ન થયેલી વિધાનસભા ચૂંટણીમાં TVK 234 સભ્યોની વિધાનસભામાં 108 બેઠકો જીતીને સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી હતી. જો કે, બહુમતી માટે જરૂરી 118 ના આંકડાથી તે પાછળ હતી.

ગઠબંધન અને સમર્થનનું ગણિત

થલાપતિ વિજયે રવિવારે કોંગ્રેસ, CPI, CPI(M), VCK અને ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ(IUML)ના સમર્થન સાથે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. બુધવારે યોજાયેલા ફ્લોર ટેસ્ટમાં વિજય સરકારને 144 ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે, જે બહુમતીના આંકડા કરતાં ઘણું વધારે છે. ખાસ વાત એ છે કે, AIADMKના એક જૂથ દ્વારા પણ વિજયને સમર્થન આપવામાં આવ્યું હોવાનું મનાય છે. જોકે વિરોધમાં ફક્ત 22 જ વોટ પડ્યા હતા. 5 ધારાસભ્યો મતદાન સમયે ગેરહાજર રહ્યા હતા. કુલ 171 સભ્યોની ભાગીદારીવાળી આ પ્રક્રિયામાં વિજયે સરળતાથી બહુમતી સાબિત કરી દીધી છે. 

વિપક્ષમાં સોંપો પડી ગયો

તાજેતરના આ પરિવર્તનથી સ્ટાલિનની પાર્ટી DMK જોતી રહી ગઈ છે અને વિજયે ગઠબંધનના જોરે પોતાની સત્તાને વધુ મજબૂત બનાવી દીધી છે. કાર્યવાહક રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરે નવી સરકારને બુધવાર સુધીમાં બહુમતી સાબિત કરવાનો નિર્દેશ આપ્યો હતો, જે પડકારને વિજયે સફળતાપૂર્વક પાર પાડ્યો છે.