Get The App

કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ PM મોદીને કહ્યા 'આતંકવાદી', ભૂલ સમજાતાં સ્પષ્ટતા કરી

Updated: Apr 21st, 2026

GS TEAM

Google News
Google News
કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ PM મોદીને કહ્યા 'આતંકવાદી', ભૂલ સમજાતાં સ્પષ્ટતા કરી 1 - image


Kharge Controversial Statement On Modi: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ ચેન્નાઈમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર વિવાદિત નિવેદન આપ્યું છે. ખડગે એક નિવેદનમાં PM મોદીને આતંકવાદી કહી દીધા. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું છે કે મોદી આતંકવાદી છે અને તેમની પાર્ટી સમાનતાના સિદ્ધાંતમાં વિશ્વાસ કરતી નથી. ખડગેએ કહ્યું કે AIADMK લોકશાહીને નબળી પાડી રહી છે અને પેરિયાર તથા આંબેડકરના સિદ્ધાંતો વિરુદ્ધ કામ કરી રહી છે.

કોંગ્રેસ અધ્યક્ષ ખડગે સ્પષ્ટતા કરવી પડી

જો કે બાદમાં ભાન પડતાં કોંગ્રેસ અધ્યક્ષ ખડગે સ્પષ્ટતા કરતાં જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે, 'મેં આતંકવાદી નથી કહ્યું, મેં કહ્યું હતું કે તેઓ આતંકિત કરી રહ્યા છે.'

આતંકવાદી નહીં આતંકિત કરી રહ્યા છે: ખડગે

કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ પાછળથી કહ્યું કે તેઓ એ સ્પષ્ટ કરવા માંગે છે કે તેઓ ધમકાવે છે. તેમણે કહ્યું, 'હું એ સ્પષ્ટ કરવા માંગતો હતો કે મોદી હંમેશા ધમકાવે છે. મેં તમને ક્રમ જણાવ્યો હતો - IT, ED, તમામ સંસ્થાઓ તેમના હાથમાં છે. મેં ક્યારેય એવું નથી કહ્યું કે તે એક આતંકવાદી છે. તેઓ લોકોને આતંકિત કરી રહ્યા છે.'

તમિલનાડુમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ ચેન્નાઈમાં કહ્યું કે હાલની કેન્દ્ર સરકારે અગાઉ પણ ચૂંટાયેલી સરકારોને પાડી દેવાના પ્રયાસો કર્યા છે. તમે જાણો છો, 11 વર્ષમાં તેમણે ઘણી સરકારો પાડી દીધી, ધારાસભ્યોને ખરીદ્યા, રાજ્યસભાના સાંસદોને ખરીદ્યા. આ લોકોએ ધનબળ અને મસલ પાવરનો ઉપયોગ કર્યો. તેમના હાથમાં જે સંસ્થાઓ છે, જેમ કે CBI, ED, IT, આ તમામ સંસ્થાઓનો તેઓ દુરુપયોગ કરી રહ્યા છે અને રાજકીય પક્ષોના નેતાઓ પર દરોડા પડાવી રહ્યા છે.