Get The App

શપથ પહેલાં જ વિજય મોટી મુશ્કેલીમાં, દિનાકરને TVK સામે ફેક સમર્થન પત્ર રજૂ કરવાનો આક્ષેપ કર્યો

Updated: May 9th, 2026

GS TEAM

Google News
Google News
શપથ પહેલાં જ વિજય મોટી મુશ્કેલીમાં, દિનાકરને TVK સામે ફેક સમર્થન પત્ર રજૂ કરવાનો આક્ષેપ કર્યો 1 - image


TVK and Tamilnadu Deenakaran News :  તમિલનાડુમાં 108 બેઠકો જીતીને સૌથી મોટા પક્ષ તરીકે ઉભરેલી વિજયની પાર્ટી ટીવીકે હાલ બહુમતનો આંકડો મેળવવાના પ્રયાસો કરી રહી છે. આ દરમિયાન ટીટીવી દિનાકરને આરોપ લગાવ્યો છે કે ટીવીકેએ તેમના પક્ષના એકમાત્ર ધારાસભ્ય એસ. કામરાજના સમર્થનનો એક નકલી પત્ર રાજ્યપાલને સોંપ્યો છે. દિનાકરને આ મામલે ચેન્નાઈના ગુંડી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે અને તેને જાલસાજી ગણાવી છે.

દિનાકરને દાવો કર્યો હતો કે તેમના ધારાસભ્ય કામરાજ ગાયબ હતા અને ટીવીકે દ્વારા તેમને લલચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, મોડી રાત્રે દિનાકરન પોતે ધારાસભ્ય કામરાજને સાથે લઈને રાજભવન પહોંચ્યા હતા અને રાજ્યપાલને અસલી સમર્થન પત્ર બતાવ્યું હતું, જેમાં તેમણે એઆઈએડીએમકે (AIADMK) ને ટેકો જાહેર કર્યો છે.

બીજી તરફ, વિજયની પાર્ટી ટીવીકેએ આ આરોપોને ફગાવતા ધારાસભ્ય એસ. કામરાજનો એક વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં કામરાજ પોતે વિજયને સમર્થન આપવાની વાત કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ નિર્ણય દિનાકરનની સંમતિથી લેવામાં આવ્યો છે. ટીવીકેએ સ્પષ્ટ કર્યું છે કે તેમને કોઈ પણ પ્રકારના નેગોશિયેશનની જરૂર નથી. હાલ આ મામલો પોલીસ તપાસ અને રાજકીય વિવાદો વચ્ચે ગુંચવાયેલો છે.