Get The App

તમિલનાડુમાં થલાપતિનો રાજ્યાભિષેક: વિજયે શપથ તો લીધા પણ હજુ 'અગ્નિપરીક્ષા' બાકી!

Updated: May 10th, 2026

GS TEAM

Google News
Google News
તમિલનાડુમાં થલાપતિનો રાજ્યાભિષેક: વિજયે શપથ તો લીધા પણ હજુ 'અગ્નિપરીક્ષા' બાકી! 1 - image


C. Joseph Vijay CM Oath: તમિલનાડુના રાજકારણમાં રવિવારનો દિવસ ઐતિહાસિક સાબિત થવા જઈ રહ્યો છે. તમિલગા વેટ્ટરી કઝગમના (TVK) વડા સી. જોસેફ વિજય આજે તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. તેની સાથે નવ મંત્રીઓ પણ પદ અને ગોપનીયતાના શપથ ગ્રહણ કર્યા હતા. જોકે, શપથ લીધા બાદ વિજય સરકારે વિધાનસભામાં પોતાની બહુમતી સાબિત કરવી પડશે.

વિધાનસભામાં બે મોટા પડકાર

નવી સરકારની રચના બાદ તુરંત જ બે મુખ્ય બંધારણીય પ્રક્રિયાઓ પૂર્ણ કરવાની રહેશે. સૌથી પહેલા વિધાનસભાના અધ્યક્ષ (સ્પીકર) અને ઉપાધ્યક્ષની વરણી કરવામાં આવશે. ત્યાર બાદ રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરે વિજય સરકારને 13 મે સુધીમાં બહુમતી સાબિત કરવા નિર્દેશ આપ્યો છે.

આ પણ વાંચો : વીજળી મફત, મહિલા સુરક્ષા માટે ટાસ્ક ફોર્સ...: શપથવિધિના એક જ કલાકમાં વિજયના નિર્ણય

કેવી રીતે યોજાશે ફ્લોર ટેસ્ટ?

જો વિપક્ષ દ્વારા ડિવિઝન વોટની માંગ કરવામાં આવે, તો મતદાનની પ્રક્રિયા અત્યંત ચુસ્ત રહેશે. વિધાનસભામાં ત્રણ વખત બેલ વગાડી તમામ ધારાસભ્યોને ગૃહમાં હાજર રહેવા સૂચના અપાશે. ગૃહના દરવાજા બંધ થયા બાદ, ધારાસભ્યોએ છ ડિવિઝનમાં વિભાજીત થઈને ઉભા રહી પોતાનો મત આપવાનો રહેશે. મુખ્યમંત્રી પ્રથમ ડિવિઝનમાં અને વિરોધ પક્ષના નેતા છઠ્ઠા ડિવિઝનમાં બેસશે.અત્રે ઉલ્લેખનીય છે કે, સત્તાધારી ગઠબંધન પાસે પાતળી બહુમતી હોવાથી, દરેક ધારાસભ્યની હાજરી સરકારના અસ્તિત્વ માટે અત્યંત નિર્ણાયક બની રહેશે.

પરિણામની અસર

જો વિજય સરકાર વિશ્વાસનો મત જીતી લેશે, તો તેમનું શાસન અવિરત ચાલુ રહેશે. પરંતુ, જો બહુમતી સાબિત કરવામાં નિષ્ફળ રહેશે, તો રાજ્યપાલ સરકાર વિસર્જન કરવાની પ્રક્રિયા હાથ ધરી શકે છે. ત્યાર બાદ તમિલનાડુમાં ફરી એકવાર સરકારની રચના કરવા માટેની ખેંચતાણ પેદા થશે.