India

આશ્ચર્ય : વડાપ્રધાન મોદીના ભોજન સમારંભમાં શી-જિનપિંગ હાજર ન રહ્યા

By GS Team
13 Sep 20262 mins read
TukuTouch Logo
નવી દિલ્હીમાં યોજાયેલી 18મી બ્રિક્સ પરિષદના સમાપન ભોજન સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યજમાનપદ સંભાળ્યું. રશિયાના પ્રમુખ પુતિન સહિત અનેક વૈશ્વિક નેતાઓ હાજર રહ્યા, પરંતુ ચીનના શી જિનપિંગની ગેરહાજરી ચર્ચાનો વિષય બની. ઇરાન-UAEના મતભેદોનો ઉકેલ લાવવાના મોદીના પ્રયાસો બાદ મહેમાનો હળવા મૂડમાં હતા. શી જિનપિંગ દ્વિપક્ષીય મંત્રણા બાદ સીધા હોટેલ ગયા અને ભોજન સમારંભમાં હાજર રહ્યા નહિ, જે ધ્યાનાકર્ષક રહ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

આશ્ચર્ય : વડાપ્રધાન મોદીના ભોજન સમારંભમાં શી-જિનપિંગ હાજર ન રહ્યા

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોજેલા ભોજન સમારંભમાં બ્રિક્સ દેશોના તમામ પ્રતિનિધિઓ અને આમંત્રિત દેશોના પ્રતિનિધિઓ તથા વૈશ્વિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ભોજન સંપૂર્ણતઃ શાકાહારી હતું. પરંતુ બહુવિધ વાનગી સભર હતું.
આ ભોજન સમારંભમાં લગભગ મુખ્ય અતિથિરૂપે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતીન ઉપસ્થિત હતા. પરંતુ ચીનના માંધાતા શી-જિનપીંગની અનુપસ્થિતિ ધ્યાનાકર્ષક બની રહી હતી.
ગઈકાલ સુધી ચાલેલી પ્રાદેશિક અને વૈશ્વિક પરિસ્થિતિ અંગેની બહુવિધ ચર્ચા પછી ઇરાન અને યુ.એ.ઈ.ના મતભદો જેવા ગંભીર પ્રશ્નોનો અત્યાર પૂરતો તો ઉકેલ આવ્યા પછી મહેમાનો હળવાં મને આ ભવ્ય ભોજનમાં જોડાયા હતા. અબુધાબીમાં ક્રાઉન પ્રિન્સ અંગત કારણોસર આજે ૧૩મીએ વહેલા સ્વદેશ જવા રવાના થતાં તેઓ ઉપસ્થિત નહીં રહી શકે, તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જણાવી સ્વદેશ રવાના થયા. પરંતુ ચીનના સર્વેસર્વા શી જિનપિંગ આરામ લેવા પોતાને માટેના હોટેલ-સ્યુટમાં પહોંચી ગયા. પછી ભોજન સમારંભમં હાજર રહ્યા જ ન હતા. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની દ્વિપક્ષીય મંત્રણા પછી તુર્ત જ હોટેલ તરફ રવાના થઈ ગયા હતા. પછી સીધા એરપોર્ટ ગયા. સહજ છે કે મોદી-શી ની મંત્રણા ઉપર દુનિયાની નજર હતી. પરંતુ તેઓ વચ્ચે શી વાતચીત થઈ હતી તે જાણી શકાયું ન હતું. વાસ્તવમાં આ ભોજન-સમારંભ,પરંપરાગત રીતે દરેક આંતરરાષ્ટ્રીય પરિષદોમાં યોજાતો હોય છે, તે રીતે યોજવામાં આવ્યો હતો. તે પૂર્વે આ વૈશ્વિક નેતાઓએ અંતરરાષ્ટ્રીય વ્યાપાર, આર્થિક-સહકાર, વૈશ્વિક અનુશાસન, ટેકનોલોજી તથા ટેકનોલોજીના વિકાસ અને ભૂ-રાજકીય સંઘર્ષો વિષે વિષદ્ મંત્રણાઓ કરી હતી.
ભારત આ વખતે બ્રિક્સ જૂથના અધ્યક્ષપદે છે. તેથી બ્રિક્સની આ ૧૮ મી પરિષદ નવી દિલ્હીમાં યોજવામાં આવી હતી. આ પરિષદના અંતે યોજાયેલા રાત્રી ભોજન સમારંભમાં ભારતના ગૃહમંત્રી અમિત શાહ, વિત્તમંત્રી નિર્મલા સીતારામન્, કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટર પિયુષ ગોયલ, રેલવે અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવ, એગ્રીકલ્ચર મિનિસ્ટર શિવરાજસિંહ ચૌહાણ, પોર્ટ્સ એન્ડ શિપિંગ મીનીસ્ટર એસ. સોનોવાલ, પાર્લામેન્ટરી અફેર્સ મિનિસ્ટર કીરન રીજીજુ તથા વિદેશ મંત્રી એસ. જયશંકર ઉપસ્થિત હતા.
આ ઉપરાંત લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા તથા ઉ.પ્ર.ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ, પં.બંગાળના ભાજપના નેતા સુવેન્દુ અધિકારી, આસામના મુખ્યમંત્રી હિમંતા બિશ્વ શર્મા, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી તથા દિલ્હીનાં મુખ્યમંત્રી રેખા ગુપ્તા પણ ઉપસ્થિત હતા.
આવા ભવ્ય ભોજન સમારંભમાં શી ની ગેરહાજરી ધ્યાનાકર્ષક બની રહી. તે માટે કોઈ સત્તાવાર કારણ અપાયું ન હતું. પરંતુ વિશ્લેષકોનું તો સ્પષ્ટ મંતવ્ય રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ વાસ્તવમાં આ બ્રિક્સ પરિષદ ઉપર છવાઈ રહ્યા હતા. તેઓના પ્રયત્નોથી ઇરાન અને યુએઈ વચ્ચેના મતભેદો અત્યાર પૂરતા તો એક તરફ મુકાઈ ગયા હતા. વળી પ્રમુખ પુતિન સાથેની તેઓની ઘરોબા જેવી મૈત્રીથી ચીનના માંધાતા શી-જિનપિંગ અંદરથી બળી રહ્યા હશે અને તેથી જ છેલ્લી ઘડીએ ભોજન સમારંભનો ત્યાગ કર્યો હશે.