India

IPAC ED રેડ : CM મમતા બેનર્જીની દખલગીરી પર સુપ્રીમ કોર્ટ નારાજ, કહ્યું- ‘જે કર્યું તે યોગ્ય નથી’

By GS TEAM
18 Mar 20263 mins read
TukuTouch Logo
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમે 8મી જાન્યુઆરીએ કોલકાતામાં જાણીતી પોલિટિકલ કન્સલ્ટન્ટ કંપની IPACની ઓફિસમાં દરોડા પાડ્યા હતા અને આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનરજી તાત્કાલીક સ્થળ પર પહોંચી ગયા હતા. ત્યારે આ મામલે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાઈ છે. ઈડીના દરોડા વખતે મમતા બેનરજીની એન્ટ્રી મામલે સુપ્રીમ કોર્ટે કડક શબ્દોમાં ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે, ‘જે થયું તે સુખઃદ વાત નથી, આવી રીતે જવું અમાન્ય વાત છે.

Summarized by AI; it may make mistakes. Check important info

IPAC ED રેડ : CM મમતા બેનર્જીની દખલગીરી પર સુપ્રીમ કોર્ટ નારાજ, કહ્યું- ‘જે કર્યું તે યોગ્ય નથી’

IPAC ED Eaid Case : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમે 8મી જાન્યુઆરીએ કોલકાતામાં જાણીતી પોલિટિકલ કન્સલ્ટન્ટ કંપની IPACની ઓફિસમાં દરોડા પાડ્યા હતા અને આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનરજી તાત્કાલીક સ્થળ પર પહોંચી ગયા હતા. ત્યારે આ મામલે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાઈ છે. ઈડીના દરોડા વખતે મમતા બેનરજીની એન્ટ્રી મામલે સુપ્રીમ કોર્ટે કડક શબ્દોમાં ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે, ‘જે થયું તે સુખઃદ વાત નથી, આવી રીતે જવું અમાન્ય વાત છે.

રાજ્ય સરકારે જવાબ રજુ કરવા ફરી સમય માંગ્યો

કેસની સુનાવણી કરી રહેલા જજ પ્રશાંત કુમાર મિશ્રા અને જજ એન.વી.અંજારીની બેંચ સમક્ષ જવાબ રજુ કરવા રાજ્ય સરકારે ફરી સમય માંગ્યો છે. રાજ્ય સરકારના વકીલ વકીલ કપિલ સિબ્બલે બેંચ સમક્ષ અરજી દાખલ કરીને વધુ સમય માંગ્યો છે. છે. આ મુદ્દે ઈડી તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, ‘રાજ્ય સરકાર દ્વારા અરજી દાખલ કરીને સમય બરબાદ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.’ 

અગાઉ ચાર સપ્તાહનો સમય અપાયો : કોર્ટ

રાજ્ય સરકારે વધુ સમય માંગતા કોર્ટે યાદ અપાવ્યું કે, કોર્ટ પહેલા જ ચાર સપ્તાહનો સમય અપાયો છે. તો સિબ્બલે કહ્યું કે, ‘અમે જવાબ રજૂ કરવા માંગીએ છીએ. ઈડી અને અન્ય એજન્સીઓ કોઈપણ ગુનાની તપાસ કરવાનો અધિકાર કાયદા દ્વારા અપાયો છે, તપાસ કરવી કોઈ મૌલિક અધિકાર નથી.’

આ પણ વાંચો : ઈન્દોર બાદ દિલ્હીમાં 4 માળની ઈમારત ભડભડ કરતી સળગી, અત્યાર સુધીમાં 9 લોકોના મોત

‘મુખ્યમંત્રી એજન્સીઓની તપાસમાં અચડણ ઉભી કરી રહ્યા છે’

તુષાર મહેતાએ કોર્ટમાં દલીલ કરી છે કે, ‘આશ્ચર્યજનક વાત છે કે, મુખ્યમંત્રી કેન્દ્રીય એજન્સીઓની તપાસમાં અડચણ ઉભી કરી રહ્યા છે. ચાર સપ્તાહ વિતવા છતાં કંઈક રજૂ કરવા માટે સમય માંગી રહ્યા છે.’ મહેતાની દલીલ બાદ વકીલ શ્યામ દીવાને તર્ક આપ્યો કે, અમને અમારું નિવેદન જમા કરાવવાનો સમય મળ્યો નથી.’ તો કોર્ટે કહ્યું કે, ‘સમય બરબાદ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, કારણ કે પહેલેથી જ ચાર સપ્તાહનો સમય અપાયો છે.’

તપાસમાં CM દખલગીરી ખૂબ જ અસામાન્ય

સોલિસિટર જનરલે વધુમાં કહ્યું કે, ‘મુખ્યમંત્રીએ તપાસ દરમિયાન બળજબરીથી દખલ કરી છે, જે ખૂબ જ અસામાન્ય વાત છે.’ અગાઉ ઈડીએ એક સોગંદનામું દાખલ કરીને કહ્યું હતું કે, રાજ્ય પોલીસ અને કેન્દ્રીય સુરક્ષા ગાર્ડો વચ્ચે સામસામે ઘર્ષણથી બચવા માટે ઈડી અધિકારીઓએ તપાસ રોકવી પડી. કોઈપણ તપાસ એજન્સી જ્યારે તપાસ કરે છે, ત્યારે ત્રીજા વ્યક્તિને અંદર આવવાની અને સામાન ઈ જવાની મંજૂરી ન આપી શકે.’

શું છે EDનો ગંભીર આરોપ?

ઘટના બાદ EDએ સત્તાવાર નિવેદન જાહેર કરીને મુખ્યમંત્રી મમતા બેનર્જી (CM Mamata Banerjee) પર તપાસમાં અવરોધ ઊભો કરવાનો અને પુરાવા નષ્ટ કરવાનો અત્યંત ગંભીર આરોપ લગાવ્યો હતો. તપાસ એજન્સીએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, 'જ્યારે દરોડાની કાર્યવાહી ચાલુ હતી ત્યારે મુખ્યમંત્રી મમતા બેનર્જી વિશાળ પોલીસ કાફલા સાથે અચાનક જ IPACના વડા પ્રતીક જૈનના નિવાસસ્થાને પહોંચી ગયા હતા. મુખ્યમંત્રી ત્યાંથી તપાસ માટે અત્યંત જરૂરી એવા મહત્ત્વના દસ્તાવેજો અને ઈલેક્ટ્રોનિક ડિવાઇસ પોતાની સાથે લઈ ગયા છે. એટલું જ નહીં, ત્યારબાદ મમતા બેનર્જીએ IPACના દફતરમાં પણ જબરદસ્તી પ્રવેશ કર્યો હતો, જ્યાં પણ પુરાવાઓ સાથે છેડછાડ કરવામાં આવી છે.'

આ પણ વાંચો : રશિયન ઓઇલ લાવી રહેલા ટેન્કરનો અચાનક યૂ-ટર્ન, હવે ચીન નહીં ભારત આવશે, જાણો કારણ