મહારાષ્ટ્ર: સુનેત્રા પવાર સર્વાનુમતે NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટાયા, પાર્ટીના વરિષ્ઠ નેતાએ આપી માહિતી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sunetra Pawar Elected National President of NCP: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને સ્વ. અજિત પવારના પત્ની સુનેત્રા પવારને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા છે. પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં સર્વાનુમતે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
પાર્ટીના વરિષ્ઠ નેતા પ્રફુલ્લ પટેલે આ નિર્ણય અંગે માહિતી શેર કરી છે. અજિત પવારનું લગભગ એક મહિના પહેલા વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું. ત્યારબાદ સુનેત્રા પવારને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: સ્વામી અવિમુક્તેશ્વરાનંદની મુશ્કેલી વધી! મેડિકલ રિપોર્ટમાં યૌન શોષણની પુષ્ટિ, હવે શું?
પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ પટેલે સુનેત્રા પવારના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને તમામ ધારાસભ્યોએ હાથ ઉઠાવીને સમર્થન આપ્યું હતું. NCP રાજ્યસભાના સાંસદ પ્રફુલ્લ પટેલ કહ્યું હતું કે, "આપણે અજિત દાદા પવારના સ્થાને નવા રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરવી પડશે. તેથી આજે આ રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બોલાવવામાં આવી છે. હું પ્રસ્તાવ મૂકું છું કે સુનેત્રા અજિત દાદા પવારને આપણા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવે..."









