India

ઝારખંડ સરકાર વિરુદ્ધ હાઈકોર્ટ પહોંચ્યા સફળ ઉમેદવારો, JPSC એક્ઝામ રદ્દ કરવાના નિર્ણયને પડકાર્યો

By GS Team
19 Aug 20262 mins read
TukuTouch Logo
ઝારખંડ સરકારે 22 ભરતી પરીક્ષાઓ રદ્દ કરતાં સફળ ઉમેદવારોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. સરકારના નિર્ણયને પડકારી JPSC 11મીથી 13મી અને ફૂડ સેફ્ટી ઓફિસર ભરતીના ઉમેદવારોએ રાંચીમાં 3 અરજીઓ દાખલ કરી છે. તેમના ભવિષ્ય પર અસર થતાં ગુરુવારે સુનાવણી હાથ ધરાશે. આંદોલન બાદ સરકારે CID/SIT તપાસના આધારે આ પગલું ભર્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

ઝારખંડ સરકાર વિરુદ્ધ હાઈકોર્ટ પહોંચ્યા સફળ ઉમેદવારો, JPSC એક્ઝામ રદ્દ કરવાના નિર્ણયને પડકાર્યો

Jharkhand Successful Candidates Approach High Court: ઝારખંડ સરકારે વિદ્યાર્થી સંગઠનોના આંદોલન અને તપાસ રિપોર્ટ બાદ 22 ભરતી પરીક્ષાઓ રદ્દ કરી દીધી છે. સફળ ઉમેદવારોએ આ નિર્ણયને પડકાર આપતા હાઈકોર્ટમાં ત્રણ અરજીઓ દાખલ કરી છે.ઝારખંડ સરકાર 'ઈધર કુઆં ઉધર ખાઈ' વાળી સ્થિતિમાં ફસાઈ ગઈ છે. પાછલા એક મહિનાથી JPSC એક્ઝામ રદ્દ કરાવવા માટે પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓની માગણીઓ માન્યા બાદ, હવે પ્રદેશ સરકારના માથે બીજું સંકટ આવીને ઊભું રહ્યું છે. ઝારખંડ સરકાર તરફથી 22 ભરતી પરીક્ષાઓને રદ્દ કરવાના નિર્ણયને લઈને ઉમેદવારોએ ઝારખંડ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે.

સરકારના નિર્ણયને ઉમેદવારોએ પડકાર્યો

ઉમેદવારોએ સરકારના નિર્ણયને પડકાર આપતા હાઈકોર્ટમાં કુલ ત્રણ અરજીઓ દાખલ કરી છે. આ અરજીઓ પર ગુરુવારે સુનાવણી થઈ શકે છે. જેમાં, JPSC 11મી થી 13મી પરીક્ષા રદ્દ કરવામાં આવી હોવાના મામલે સફળ ઉમેદવારો તરફથી અરજી દાખલ કરવામાં આવી છે. આ સિવાય ફૂડ સેફ્ટી ઓફિસર ભરતી પરીક્ષાને રદ્દ કરવાના મામલે પણ હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. અલગ-અલગ રદ્દ કરાયેલી ભરતી પરીક્ષાઓના સફળ ઉમેદવારોએ સરકારના નિર્ણયને પડકાર આપ્યો છે.

પરીક્ષાઓ રદ્દ થવાથી ભવિષ્ય પર અસર

અરજીકર્તાઓએ રાજ્ય સરકારના નિર્ણયને એકતરફી દર્શાવીને આ મામલે જલ્દી સુનાવણીની માગ કરી છે. તેમનું કહેવું છે કે, ભરતી પરીક્ષાઓમાં સફળ થયા બાદ પરીક્ષા રદ્દ કરવામાં આવવાથી તેમના ભવિષ્ય પર અસર પડી છે. રાજ્ય સરકારે કુલ 22 ભરતી પરીક્ષાઓને રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારબાદ અલગ-અલગ પરીક્ષાઓમાં સફળ રહેલા ઉમેદવારોએ સરકારના ફેંસલા વિરુદ્ધ કાયદાકીય લડાઈ માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. હવે સૌની નજર ઝારખંડ હાઈકોર્ટ પર છે. આ ત્રણેય અરજીઓ પર ગુરુવારે સુનાવણી થઈ શકે છે.

સરકારના નિર્ણય બાદ રાંચીમાં પ્રદર્શન

સરકારના આ નિર્ણય બાદ રાંચીમાં બે પ્રકારના પ્રદર્શન થઈ રહ્યા છે. એક તરફ એ ઉમેદવારો છે, જેમણે પરીક્ષાઓમાં ગેરરીતિનો આરોપ લગાવીને 24-25 દિવસથી આંદોલન ચલાવ્યું. બીજી તરફ એ યુવાનો છે, જેમણે JSSC-CGL દ્વારા નિમણૂક મળી ચૂકી હતી. આ પસંદગી પામેલા ઉમેદવારો પ્રોજેક્ટ ભવન અને સચિવાલયની બહાર ધરણા પર બેસી ગયા છે. તેમનું કહેવું છે કે, અમારો શું વાંક છે? અમને બહાર ન કાઢો. સફળ ઉમેદવારોનું કહેવું છે કે, હાઈકોર્ટના આદેશ બાદ અમારી નિમણૂક થઈ હતી. કેટલાક લોકોએ જૂની નોકરી છોડી દીધી હતી. કેટલાક ઉમેદવારોએ જણાવ્યું કે, તેઓ કેન્દ્ર સરકાર કે પ્રાઈવેટ જોબ છોડીને આવ્યા હતા. હવે અચાનક બધું છીનવાઈ જવાનો ડર છે. તેઓ લેખિત આદેશની માગ કરી રહ્યા છે, અને કોર્ટ જવાની વાત પણ કરી રહ્યા છે.

મહત્વનું છે કે, વિદ્યાર્થી સંગઠનોના લાંબા આંદોલન અને કથિત અનિયમિતતાઓની ફરિયાદો બાદ સરકારે આ પગલું ઉઠાવ્યું હતું. CID અને SIT તપાસમાં સામે આવેલા તથ્યોના આધારે સરકારે પરીક્ષા સુધાર સમિતિની પણ રચના કરી છે.