India

દેશમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવમાં વધારાની પ્રબળ આશંકા

By GS Team
30 Aug 20262 mins read
TukuTouch Logo
નવી દિલ્હી: હોર્મુઝની ખાડી પર અમેરિકા-ઈરાન ઘર્ષણથી ભારત પર આયાત ખર્ચ વધ્યો છે. માર્ચથી ઓગસ્ટ 2026 વચ્ચે ક્રૂડ ઓઈલની આયાતનો ખર્ચ આશરે 22.5 અબજ ડોલર વધ્યો, જેનાથી પેટ્રોલ, ડીઝલ અને ગેસ મોંઘા થવાની ભીતિ છે. CRIA મુજબ, ચીન પછી ભારતે ઓઈલ આયાત માટે સૌથી વધુ વધારાનો ખર્ચ કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દેશમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવમાં વધારાની પ્રબળ આશંકા

Petrol and Diesel Price News: દુનિયાના સૌથી વ્યસ્ત વેપારી માર્ગોમાંના એક હોર્મુઝની ખાડી પર પ્રભુત્વ મુદ્દે અમેરિકા અને ઈરાન વચ્ચેનું ઘર્ષણ હજુ શાંત થયું નથી. ઈરાને હોર્મુઝની ખાડી પર નાકાબંધી જાહેર કરેલી છે. આવા સમયે ભારત પર હોર્મુઝની ખાડીમાંથી પેટ્રોલ, ડીઝલ, એલપીજી-એલએનજીની આયાત કરવાનો ખર્ચ વધી ગયો છે. માર્ચથી ઓગસ્ટ 2026 વચ્ચે ભારતનો ક્રૂડ ઓઈલની આયાતનો ખર્ચ અંદાજે 22.5 અબજ ડોલર વધી ગયો, જેથી આગામી દિવસોમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવમાં વધારો થવાની આશંકા વર્તાઈ રહી છે.

હોર્મુઝની ખાડી પર કબજા માટે અમેરિકા અને ઈરાન વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. ઓમાન સાથે મળીને ઈરાન હોર્મુઝની ખાડીમાંથી પસાર થનારા જહાજો પાસેથી ટોલ વસૂલવાની તૈયારી કરી રહ્યું છે. બીજીબાજુ અમેરિકા પણ ઈરાનમાંથી ઓઈલની નિકાસ પર પ્રતિબંધ મૂકીને હોર્મુઝની ખાડીની નાકાબંધી કરી રહ્યું છે. આમ, હોર્મુઝ સંકટે દુનિયાભરમાં ક્રૂડ ઓઈલનું પરિવહન મુશ્કેલ બનાવી દીધું છે.

હોર્મુઝ કટોકટીએ ભારત માટે ઓઈલ અને ગેસની આયાતનો ખર્ચ પણ વધારી દીધો છે. માર્ચથી ઓગસ્ટ 2026 વચ્ચે ભારતે સમુદ્ર માર્ગે આવતા ક્રૂડ ઓઈલ, પેટ્રોલિયમ બનાના અને એલએનજી માટે અંદાજે 22 અબજ ડોલર એટલે કે લગભગ રૂ. 1.8 લાખ કરોડનો વધારાનો ખર્ચ કરવો પડયો. સીઆરઈએના રિપોર્ટ મુજબ દુનિયામાં ચીન પછી ભારતે ઓઈલની આયાત માટે સૌથી વધુ એક્સ્ટ્રા ખર્ચ કરવો પડયો છે.

સીઆરઈએએ કહ્યું કે, બધા જ ફોસિલ ફ્યુઅલને ધ્યાનમાં લેતાં ભારતનો નેટ એક્સ્ટ્રા ખર્ચ 14.4 અબજ ડોલર થયો હતો. તે દેશના જીડીપીના અંદાજે 0.38 ટકા જેટલો છે. એટલે કે રાષ્ટ્રીય આવકના લગભગ 1.4 દિવસ જેટલો છે. બીજીબાજુ માત્ર ક્રૂડ ઓઈલની આયાતનો નેટ એક્સ્ટ્રા ખર્ચ 20.5 અબજ ડોલર હતો.

હોર્મુઝ સંકટ પછી છ મહિનામાં દુનિયાના ફોસિલ ફ્યુઅલ ખરીદારોએ કુલ અંદાજે 330 અબજ ડોલરનો એક્સ્ટ્રા ખર્ચ કર્યો, જેમાં ક્રૂડ ઓઈલની હિસ્સેદારી 164.1 અબજ ડોલર હતી. ડીઝલ અને ગેસોઈલ પર 73.8 અબજ ડોલર, પેટ્રોલ પર 35.7 અબજ ડોલર અને એલએનજી પર 38 અબજ ડોલરનો એક્સ્ટ્રા ખર્ચ થયો. ઓઈલ સંકટ પછી બ્રેન્ટ ક્રૂડનો ભાવ બજારના જૂના અંદાજ કરતાં સરેરાશ 35 ટકા વધુ રહ્યો. માર્ચથી ઓગસ્ટ વચ્ચે બ્રેન્ટ ક્રૂડનો સરેરાશ રેટ અંદાજે પ્રતિ બેરલ 93 ડોલર રહ્યો.

ભારતે માર્ચથી ઓગસ્ટ વચ્ચે બહારથી આયાત કરેલા એલપીજી માટે અંદાજે 29 ટકા વધુ કિંમત ચૂકવી. આ સમયમાં એલપીજી આયાતનું પ્રમાણ અંદાજે 26 ટકા ઘટયું હતું. છ મહિનાના એલપીજી આયાત બિલ પર લગભગ 4.7 અબજ ડોલર રહ્યું, જેમાંથી અંદાજે 1.1 અબજ ડોલર એક્સ્ટ્રા ખર્ચના કારણે મુશ્કેલી વધી.