India

આધાર કેન્દ્રના ધક્કા બંધ! હવે ઘરે બેઠા બદલો આધાર કાર્ડનું સરનામું, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

By GS Team
6 Jul 20263 mins read
TukuTouch Logo
UIDAI દ્વારા લોન્ચ કરાયેલી નવી Aadhaar Appથી હવે ઘરે બેઠા ₹75 ફી ચૂકવી આધાર કાર્ડમાં સરનામું બદલી શકાશે. ફેસ ઓથેન્ટિકેશન દ્વારા આ પ્રક્રિયા સરળ બની છે. જૂની mAadhaar App બંધ કરી, નવી એપ Google Play Store અને Apple App Store પર ઉપલબ્ધ છે. 15 દિવસમાં સરનામું અપડેટ થઈ જશે.

Summarized by AI; it may make mistakes. Check important info

આધાર કેન્દ્રના ધક્કા બંધ! હવે ઘરે બેઠા બદલો આધાર કાર્ડનું સરનામું, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

How To Change Address in Aadhaar Card?: જો તમે તાજેતરમાં જ અભ્યાસ, નોકરી કે અન્ય કોઈ કારણે નવું ઘર અથવા શહેર બદલ્યું છે, તો તમારા માટે રાહતના સમાચાર છે. હવે આધાર કાર્ડમાં એડ્રેસ અપડેટ કરાવવા માટે આધાર કેન્દ્ર પર જઈને લાંબી લાઈનોમાં ઊભા રહેવાની બિલકુલ જરૂર નથી. ભારત સરકારની સંસ્થા UIDAI દ્વારા લોન્ચ કરવામાં આવેલા તદ્દન નવા Aadhaar Appની મદદથી હવે તમે ઘરે બેઠા જ માત્ર ₹75ની ફી ચૂકવીને ફેસ ઓથેન્ટિકેશન દ્વારા સરળતાથી તમારું નવું સરનામું અપડેટ કરી શકો છો.

શા માટે લાવવામાં આવ્યું નવું Aadhaar App?

અગાઉ આધાર કાર્ડમાં કોઈપણ સુધારો કરવા માટે લોકોને આધાર કેન્દ્રના ધક્કા ખાવા પડતા હતા, જેનાથી સમય અને એનર્જી બંનેનો બગાડ થતો હતો. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે UIDAI એ 30 જૂન, 2026થી જૂની 'mAadhaar App'ને સત્તાવાર રીતે બંધ કરી દીધી છે અને તેના સ્થાને વધુ સુરક્ષિત અને એડવાન્સ ફીચર્સ ધરાવતું નવું Aadhaar App લોન્ચ કર્યું છે. આ નવી એપ Google Play Store અને Apple App Store પર ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે.

નવા એપમાં શું ખાસ છે?

નવા આસિસ્ટન્ટ એપમાં યુઝર્સના ડેટા સિક્યોરિટીને પહેલા કરતાં વધુ મજબૂત કરવામાં આવી છે. આ એપમાં Face Authentication જેવી આધુનિક સુવિધા આપવામાં આવી છે, જેનાથી વેરિફિકેશનની પ્રક્રિયા ઓટીપી વિના પણ વધુ ઝડપી અને સુરક્ષિત બને છે.

નવા Aadhaar Appથી એડ્રેસ અપડેટ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા

જો તમે પણ તમારું સરનામું બદલવા માંગતા હોવ, તો નીચે આપેલા સરળ સ્ટેપ્સ ફોલો કરો:

  • સ્ટેપ 1: સૌથી પહેલા તમારા સ્માર્ટફોનમાં નવું Aadhaar App ડાઉનલોડ કરી તેનું બેઝિક સેટઅપ પૂર્ણ કરો.
  • સ્ટેપ 2: એપ ઓપન કરતા જ તમને સ્ક્રીન પર તમારું Masked Aadhaar Card દેખાશે. તેની બિલકુલ નીચે આપેલા 'Services' ઓપ્શન પર ટેપ કરો.
  • સ્ટેપ 3: હવે તમારી સામે ઓનલાઈન સેવાઓનું નવું પેજ ખુલશે. તેમાંથી 'Address Update'ના વિકલ્પ પર ક્લિક કરો.
  • સ્ટેપ 4: અહીં તમને તમારું અત્યારનું વર્તમાન એડ્રેસ બતાવવામાં આવશે અને નવું એડ્રેસ અપડેટ કરવા માટે નીચે મુજબના 2 ઓપ્શન મળશે:

એડ્રેસ અપડેટ કરવા માટેના બે વિકલ્પો:

  1. પ્રથમ વિકલ્પ (Address Proof): જો તમારી પાસે તમારા નવા સરનામાનું કોઈ માન્ય દસ્તાવેજ (લાઈટ બિલ, રેન્ટ એગ્રીમેન્ટ વગેરે) હોય, તો તેની તસવીર અપલોડ કરીને પ્રોસેસ આગળ વધારો.
  2. બીજો વિકલ્પ (Head of Family): જો તમારી પાસે કોઈ પર્સનલ એડ્રેસ પ્રૂફ ન હોય, તો તમે તમારા પરિવારના કોઈ સભ્યના આધાર કાર્ડની મદદથી પણ એડ્રેસ બદલી શકો છો.
  • સ્ટેપ 5: તમારી સુવિધા અનુસાર વિકલ્પ પસંદ કરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • સ્ટેપ 6: ત્યારબાદ કેમેરા સામે જોઈને Face Authenticationની પ્રક્રિયા પૂર્ણ કરો.
  • સ્ટેપ 7: વેરિફિકેશન સક્સેસ થયા બાદ ₹75 ની ઓનલાઈન ફી (UPI, નેટ બેંકિંગ કે કાર્ડ દ્વારા) ચૂકવો.

પેમેન્ટ સફળ થયા પછી તમને સ્ક્રીન પર એક Service Request Number (SRN) મળશે. આ નંબર સાચવીને રાખવો, જેનાથી તમે ભવિષ્યમાં તમારા એડ્રેસ અપડેટનું સ્ટેટસ ઓનલાઈન ચેક કરી શકશો.

કેટલા દિવસમાં નવું કાર્ડ ઘરે આવશે?

UIDAIના સત્તાવાર નિયમો અનુસાર, ઓનલાઈન વિનંતી કર્યા બાદ આધાર કાર્ડમાં નવું એડ્રેસ અપડેટ થવામાં અંદાજે 15 દિવસ જેટલો સમય લાગે છે. જો તમારા દ્વારા અપલોડ કરાયેલા તમામ દસ્તાવેજો યોગ્ય હશે, તો કોઈપણ પ્રકારની અડચણ વગર તમારું સરનામું ઓનલાઈન બદલાઈ જશે અને ડિજિટલ કાર્ડ અપડેટ થઈ જશે.