India

'ચીનને ક્લીનચીટ આપવાનું બંધ કરો!' અરુણાચલ સરહદે તણાવ મુદ્દે ખડગેના સવાલો પર વિદેશ મંત્રાલયની સ્પષ્ટતા

By GS Team
23 Oct 20262 mins read
TukuTouch Logo
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અરુણાચલ પ્રદેશમાં ભારત-ચીન સરહદ તણાવ મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી છે. તેમણે વડાપ્રધાન મોદીને ચીનને 'ક્લિન ચીટ' ન આપવા અને દેશ સામે સાચું ચિત્ર રજૂ કરવા જણાવ્યું. ખડગેએ રાષ્ટ્રીય સુરક્ષા, આર્થિક સુરક્ષા અને રાજનૈતિક જવાબદારીને લઈને 3 સવાલો કર્યા. ITBPના DGના નિવેદન બાદ વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

'ચીનને ક્લીનચીટ આપવાનું બંધ કરો!' અરુણાચલ સરહદે તણાવ મુદ્દે ખડગેના સવાલો પર વિદેશ મંત્રાલયની સ્પષ્ટતા

Mallikarjun Kharge Questions PM Modi On China Border Clash: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભારત-ચીન સરહદ પર અરુણાચલ પ્રદેશમાં થયેલા તણાવ અંગે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ITBP ના DG શત્રુજીત કપૂરના તાજેતરના નિવેદન બાદ ખડગેએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનને 'ક્લિન ચીટ' આપવાનું બંધ કરવું જોઈએ અને દેશ સામે સાચું ચિત્ર રજૂ કરવું જોઈએ. તેમણે રાષ્ટ્રીય સુરક્ષા, આર્થિક સુરક્ષા અને રાજનૈતિક જવાબદારીને લઈને ત્રણ તીખા સવાલો પૂછ્યા છે.

મલ્લિકાર્જુન ખડગેએ 'X' પર કરી પોસ્ટ

રાષ્ટ્રીય સુરક્ષા: ડાંગમે અને ગલવાન બાદ શું અરુણાચલ પ્રદેશમાં ફરીથી સૈન્ય એન્કાઉન્ટર/ફેસઓફ થઈ રહ્યું છે? ઓગસ્ટમાં પણ ચીની ઘૂસણખોરીના અહેવાલો આવ્યા હતા. કોર્પ્સ કમાન્ડર કક્ષાની વાટાઘાટોના 47 દિવસ વીતી ગયા છતાંય તણાવ કેમ યથાવત છે?. શું ભારતના પેટ્રોલિંગ કરવાના અધિકાર સાથે કોઈ સમાધાન કરવામાં આવ્યું છે?

આર્થિક સુરક્ષા: ગલવાનમાં 20 ભારતીય જવાનોના બલિદાન પછી પણ ચીનમાંથી આયાતમાં 102% નો ઉછાળો આવ્યો છે, અને વેપાર ખાધ (Trade Deficit) 155% વધીને 112.16 અબજ ડોલર થઈ ગઈ છે. શું 'મેક ઇન ઇન્ડિયા' હવે 'ઈમ્પોર્ટ ફ્રોમ ચાઇના' બની ગયું છે?ખડગેએ સવાલો ઉઠાવતા કહ્યુ કે,દેશને અંધારામાં કેમ રખાઈ રહ્યો છે?: સરકારે આ મામલે દેશની જનતાને સત્ય જણાવવું જોઈએ.

વિદેશ મંત્રાલયે આપી સ્પષ્ટતા

અરુણાચલ પ્રદેશ સરહદ પર તણાવની સ્થિતિ અંગે ITBP ના મહાનિર્દેશકના નિવેદન પર ભારતીય વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે ભારત-ચીન સરહદી વિસ્તારોમાં સ્થિતિ ત્યારે બગડે છે, જ્યારે ચીની સેના પોતાની નક્કી કરેલા પેટ્રોલિંગની પ્રક્રિયાથી અલગ હટી જાય છે. તેમણે ઉમેર્યું કે, બંને પક્ષો LAC પરના બાકી મુદ્દાઓને ઉકેલવા અને કોઈપણ પ્રકારની ગેરસમજ કે ખોટા આકલનથી બચવા માટે હાલની રાજનૈતિક અને લશ્કરી સિસ્ટમનો ઉપયોગ ચાલુ રાખી રહ્યા છે. દ્વિપક્ષીય સંબંધોના વિકાસ માટે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જાળવી રાખવી અત્યંત આવશ્યક છે.

ITBP DGનું નિવેદન અને વિપક્ષના સવાલો

ITBPના DG શત્રુજીત કપૂરે તાજેતરમાં જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી LAC પર ચીનની PLA સેના અને ભારતીય સૈનિકો વચ્ચે કેટલીક વાર ફેસઓફની સ્થિતિ ઊભી થઈ હતી, જેનો ITBP એ સામનો કર્યો હતો. તેમના આ નિવેદન બાદ વિપક્ષી પક્ષો સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે.

ઈરાનને જીવન રક્ષક દવાઓની મદદ પર ખુલાસો

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ વધુમાં જણાવ્યું કે, ભારત ઈરાનને જીવન રક્ષક દવાઓ પૂરી પાડવામાં સતત મદદ કરી રહ્યું છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષના કારણે ફ્લાઈટ કનેક્ટિવિટીને લઈને પડકારો ઊભા થયા છે, પરંતુ માનવતાવાદી અભિગમ અપનાવીને દવાઓનો પુરવઠો સરળ બનાવવા માટે ભારત ઈરાની સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં છે.