India

યુપીમાં હિંસા: સંભલમાં જામા મસ્જિદનો સરવે કરવા પહોંચેલી ટીમ પર ભારે પથ્થરમારો, 3 લોકોના મોત

By GS Team
24 Nov 20243 mins read
This article was originally published on 24 Nov 2024
TukuTouch Logo
ઉત્તરપ્રદેશના સંભલની જામા મસ્જિદમાં સર્વેથી નારાજ લોકોએ પોલીસ પર પથ્થરમારો કરી દેતાં ફરી એકવાર મોટી બબાલ થઇ હતી. ભીડને વેર વિખેર કરવા માટે પોલીસ દ્વારા ટીયર ગેસનો મારો ચલાવાયો હતો. કોર્ટના આદેશ બાદ આજે જ્યારે ટીમ બીજી વખત સર્વે કરવા માટે પહોંચી ત્યારે ટોળાએ રોષે ભરાઈને પોલીસ પર હુમલો કર્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

યુપીમાં હિંસા: સંભલમાં જામા મસ્જિદનો સરવે કરવા પહોંચેલી ટીમ પર ભારે પથ્થરમારો, 3 લોકોના મોત

UttarPradesh Shambhal News | ઉત્તરપ્રદેશના સંભલની જામા મસ્જિદમાં સરવેથી નારાજ લોકોએ પોલીસ પર પથ્થરમારો કરી દેતાં ફરી એકવાર મોટી બબાલ થઇ હતી. ભીડને વેર વિખેર કરવા માટે પોલીસ દ્વારા ટીયર ગેસનો મારો ચલાવાયો હતો. કોર્ટના આદેશ બાદ આજે જ્યારે ટીમ બીજી વખત સરવે કરવા માટે પહોંચી ત્યારે ટોળાએ રોષે ભરાઈને પોલીસ પર હુમલો કર્યો હતો. તો પોલીસ દ્વારા 10 લોકોની અટકાયત કરી લેવામાં આવી છે.

પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે 

આ દરમિયાન ભીડે પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં પોલીસ અને એસપી હેલ્મેટ પહેરેલા જોવા મળી રહ્યા છે અને બીજી બાજુથી પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે. હાલ સંભલમાં સ્થિતિ તંગ જોવા મળી રહી છે.

3 લોકોના મોત, સપા-બસપાના સરકાર પર આરોપ

ઉત્તરપ્રદેશના સંભલમા જામા મસ્જિદમાં સરવે દરમિયાન થયેલા હોબાળામાં બે લોકોના મોત થયા છે. જિલ્લાના એસપીએ તેની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે, આ ઘટનામાં 3 લોકોના જીવ ગયા છે. જ્યારે સપા અને બસપાએ યોગી સરકાર પર આરોપ લગાવ્યા છે. તો બીજી તરફ ભાજપે વિપક્ષને ઘેર્યું છે. જણાવી દઈએ કે, સ્થાનિક કોર્ટમાં એક અરજી દાખલ કરીને દાવો કરાયો છે કે જે જગ્યાએ જામા મસ્જિદ છે ત્યાં પહેલા હરિહર મંદિર હતું.

અખિલેશે પૂછ્યું કે ફરીવાર સરવે શા માટે?

અખિલેશ યાદવે આ મામલે યોગી સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, જ્યારે સરવે થઈ ચૂક્યો હતો તો ફરીવાર શા માટે સરવે કરાવ્યો? તે પણ સવાર-સવારમાં, કોઈ બીજા પક્ષને સાંભળનારું નથી. એટલા માટે સરવે કરાયો છે કારણ કે ચૂંટણી છોડીને બીજી વાત પર ચર્ચા થાય.'

સરવેની ટીમ વહેલી સવારે આવી પહોંચી હતી

સરવે કરવા આવેલી  ટીમ સવારે 7.30 વાગ્યે જામા મસ્જિદમાં પ્રવેશી હતી. લગભગ એક કલાક સુધી પરિસ્થિતિ સામાન્ય હતી જ્યારે અચાનક ટોળું આવી પહોંચ્યું અને પોલીસ સાથે બોલાચાલી થઈ. એસપી કૃષ્ણ કુમાર બિશ્નોઈ અને ડીએમ ડૉ. રાજેન્દ્ર પેન્સિયાએ ચાર્જ સંભાળ્યો અને ગુસ્સે થયેલા ટોળાને વેર વિખેર કરવા માટે ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા. 

ભીડને શાંત કરવા પ્રયાસ કરાયા પણ... 

જ્યારે ડીએમ અને એસપી ગુસ્સે ભરાયેલા ભીડને શાંત કરવા પહોંચ્યા તો ગુસ્સે ભરાયેલા ટોળાએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા. જામા મસ્જિદની આસપાસના વિસ્તારમાં એકઠા થયેલા ભીડને વિખેરવા માટે જામા મસ્જિદના સદરે મસ્જિદની અંદરથી જાહેરાત કરી હતી પરંતુ ભીડ વિખેરાઈ ન હતી અને થોડીવાર પછી પથ્થરમારો શરૂ થયો હતો.

કોર્ટે આદેશ આપ્યો હતો

એડવોકેટ કમિશનરની ટીમ આજે ફરી જામા મસ્જિદના સરવે માટે સંભલ પહોંચી હતી. અગાઉ 19 નવેમ્બરના રોજ સંભલ જિલ્લાના ચંદૌસી સ્થિત સિવિલ જજ સિનિયર ડિવિઝન આદિત્ય સિંહની કોર્ટે જામા મસ્જિદના એડવોકેટ કમિશનરને સરવે કરવાનો આદેશ આપ્યો હતો.કોર્ટના આદેશ બાદ મંગળવારે ટીમ પ્રથમ વખત સરવે કરવા માટે પહોંચી હતી. પિટિશનર એડવોકેટ વિષ્ણુ શંકર જૈને જણાવ્યું હતું કે સિવિલ જજ (વરિષ્ઠ વિભાગ)ની કોર્ટે જામા મસ્જિદના સરવે માટે 'એડવોકેટ કમિશન'ની રચના કરવાની સૂચના આપી છે. કોર્ટે કહ્યું હતું કે કમિશન દ્વારા વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી સરવે કરાવવામાં આવે અને કોર્ટમાં રિપોર્ટ દાખલ કરવામાં આવે.

વિષ્ણુ શંકર જૈનનો દાવો

આ કેસમાં ASI, ઉત્તર પ્રદેશ સરકાર, જામા મસ્જિદ કમિટી અને સંભલના જિલ્લા મેજિસ્ટ્રેટને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. એડવોકેટ વિષ્ણુ જૈને કહ્યું, “સંભલનું હરિહર મંદિર અમારી આસ્થાનું કેન્દ્ર છે. અમારી ધાર્મિક માન્યતાઓ અનુસાર દશાવતારમાં કલ્કી અવતાર અહીંથી થવાનો છે. વર્ષ 1529માં બાબરે મંદિરને તોડીને મસ્જિદમાં ફેરવવાનો પ્રયાસ કર્યો હતો. આ ભારતીય પુરાતત્વ સરવેક્ષણ (ASI) દ્વારા સંરક્ષિત વિસ્તાર છે. તેમાં કોઈપણ પ્રકારનું અતિક્રમણ થઈ શકે નહીં. ત્યાં ઘણા ચિહ્નો અને પ્રતીકો છે જે હિન્દુ મંદિરોના છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને કોર્ટે આ આદેશ જારી કર્યો છે.