Get The App

6 સેકન્ડમાં કારનો કાચ તોડી 2 લાખની ચોરી, અમદાવાદના સાઉથ બોપલના CCTV વાઇરલ

Updated: Feb 9th, 2026

GS TEAM

Google News
Google News
6 સેકન્ડમાં કારનો કાચ તોડી 2 લાખની ચોરી, અમદાવાદના સાઉથ બોપલના CCTV વાઇરલ 1 - image


Car Theft In Ahmedabad: અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં તસ્કરોએ ડર વગર ચોરી કરી છે. સાનવી સ્ટેરા ફ્લોરા બિલ્ડિંગ પાસે પાર્ક કરેલી એક કારને નિશાન બનાવીને ટુ વ્હીલર પર આવેલા બે શખ્સોએ ગણતરીની જ સેકન્ડોમાં કારનો કાચ તોડી નાખ્યો હતો. લોકોની અવરજવર હોવા છતાં, આ તસ્કરો કારમાં રાખેલી 2 લાખ રૂપિયાની રોકડ ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા હતા.

ચોરીની ચોંકાવનારી ઘટના

મળતી માહિતી અનુસાર, સાઉથ બોરલમાં પ્રિન્સ નામના વેપારી પોતાની કાર રોડની સાઇડમાં પાર્ક કરીને કામ અર્થે બિલ્ડિંગમાં ગયા હતા. તેમણે રૂપિયા ભરેલી બેગ ડ્રાઇવરની બાજુની સીટ પર રાખી હતી. આનો લાભ લઈને હેલ્મેટ પહેરેલા બે શખ્સોએ બાઇક પર ત્યાં આવી પહોંચ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, બાઇક પાછળ બેઠેલા શખસે ત્રણ 6 સેકન્ડમાં કાચ તોડીને બેગની ચોરી કરી હતી. જ્યારે વેપારી પરત આવ્યા ત્યારે કાચ તૂટેલી હાલતમાં જોઈને તેમના હોશ ઉડી ગયા હતા.

આ પણ વાંચો: અમદાવાદ: ડોક્ટરને બ્લેકમેલ કરનાર CCTV ટેકનિશિયન ઝડપાયો, વીડિયો વાઈરલ કરવાની આપી હતી ધમકી

ચોરીની જાણ થતાં જ વેપારીએ તાત્કાલિક 112 નંબર પર કોલ કરીને પોલીસને જાણ કરી હતી. બોપલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી આસપાસના સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે, જેમાં બંને શખ્સોની હિલચાલ સ્પષ્ટપણે કેદ થઈ છે. હાલમાં પોલીસે ગુનો નોંધી ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું મેળવવા માટે વિવિધ ટીમો બનાવી તપાસ તેજ કરી છે.