India

તૃણમૂલ ખતમ થવાને આરે? સોનિયા ગાંધીના એક ફોન કોલથી બદલાઈ ગયું બંગાળનું રાજકારણ!

By GS Team
10 Jun 20263 mins read
TukuTouch Logo
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યા બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC) હવે ખતમ થવાને આરે છે. માત્ર 60 ધારાસભ્યો જ મમતા બેનરજીથી અલગ નથી થયા, પરંતુ 20થી વધુ સાંસદોએ પણ બળવાનો મૂડ બનાવી દીધો છે. આ ભંગાણથી પરેશાન મમતા બેનરજીને સોનિયા ગાંધીએ વિલયની ઓફર આપી હતી, જેને તેઓ સ્વીકારવા તૈયાર થઈ ગયા છે. ખાનગી ચેનેલે સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે મમતા બેનરજી તો તૃણમૂલનો કોંગ્રેસમાં વિલય કરવા માટે તૈયાર છે, પરંતુ તેમના ભત્રીજા અભિષેક બેનરજીએ રાહુલ ગાંધી સાથેની બેઠકમાં મલ્લિકાર્જુન ખડગેવાળું પદ માંગી લીધું. તેમણે કહ્યું છે કે મમતા બેનરજીને કોંગ્રેસ રાજ્યસભામાં મોકલે અને ત્યાં વિપક્ષના નેતાનું પદ પણ આપે. અત્યારે રાજ્યસભામાં વિપક્ષના નેતાનું પદ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે પાસે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

તૃણમૂલ ખતમ થવાને આરે? સોનિયા ગાંધીના એક ફોન કોલથી બદલાઈ ગયું બંગાળનું રાજકારણ!

Congress TMC Preparation For Merger: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યા બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC) હવે ખતમ થવાને આરે છે. માત્ર 60 ધારાસભ્યો જ મમતા બેનર્જીથી અલગ નથી થયા, પરંતુ 20થી વધુ સાંસદોએ પણ બળવાનો મૂડ બનાવી દીધો છે. આ ભંગાણથી પરેશાન મમતા બેનર્જીને સોનિયા ગાંધીએ વિલયની ઓફર આપી હતી, જેને તેઓ સ્વીકારવા તૈયાર થઈ ગયા છે. ખાનગી ચેનલે સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે મમતા બેનર્જી તો તૃણમૂલનો કોંગ્રેસમાં વિલય કરવા માટે તૈયાર છે, પરંતુ તેમના ભત્રીજા અભિષેક બેનર્જીએ રાહુલ ગાંધી સાથેની બેઠકમાં મલ્લિકાર્જુન ખડગેવાળું પદ માંગી લીધું. તેમણે કહ્યું છે કે મમતા બેનર્જીને કોંગ્રેસ રાજ્યસભામાં મોકલે અને ત્યાં વિપક્ષના નેતાનું પદ પણ આપે. અત્યારે રાજ્યસભામાં વિપક્ષના નેતાનું પદ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે પાસે છે.

રાજ્યસભાની બેઠક અને નેતા વિપક્ષનું પદ પણ માંગ્યું

TMCના કોંગ્રેસમાં વિલય પર વાત આગળ વધી ગઈ છે. એવું લાગી રહ્યું છે કે સોનિયા ગાંધી તરફથી મળેલી ઓફર પર મમતા બેનર્જી રાજી છે, પરંતુ તેમણે અભિષેક બેનર્જી દ્વારા રાહુલ ગાંધી સામે કેટલીક શરતો પણ મૂકાવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ અભિષેક બેનર્જીએ રાહુલ ગાંધી સાથે થયેલી મીટિંગમાં આ અંગે વાત કરી છે. તૃણમૂલ નેતાએ કોંગ્રેસ નેતૃત્વ સામે માંગ મૂકી છે કે મમતા બેનર્જીને રાજ્યસભામાં મોકલવામાં આવે. એટલું જ નહીં, તેમને રાજ્યસભામાં વિપક્ષના નેતાનું પદ પણ આપવામાં આવે. જો કે, આ અંગે કોંગ્રેસ તરફથી શું કહેવામાં આવ્યું છે, તે સામે આવ્યું નથી.

સોનિયા ગાંધીએ સામેથી ઓફર આપી હોવાની ચર્ચા

સોનિયા ગાંધીએ પોતે ફોન કરીને મમતા બેનર્જીને તૃણમૂલના કોંગ્રેસમાં વિલયની ઓફર કરી હતી. સૂત્રોનું માનીએ તો સોનિયા ગાંધીએ મમતા બેનર્જીને કહ્યું કે તેઓ તૃણમૂલનો વિલય કરી દે, તેના બદલામાં તેમને કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવશે. આ સિવાય તેમના ભત્રીજા અને સાંસદ અભિષેક બેનર્જીને પણ પાર્ટી મહાસચિવનું પદ આપવામાં આવશે.

મમતા બેનર્જીની મજબૂરી!

કોંગ્રેસ સંસદીય દળના નેતાએ મમતા બેનર્જીને પ્રસ્તાવ આપ્યો કે તૃણમૂલ પર ભાજપના રાજકીય હુમલાઓને જોતાં તેમણે પોતાની પાર્ટીનો કોંગ્રેસમાં વિલય કરી લેવો જોઈએ, નહીંતર ભાજપ તેમને પણ આમ આદમી પાર્ટીની જેમ પરેશાન કરશે. સાથે જ, તેમની પાર્ટીના આંતરિક લોકો પણ અભિષેક બેનર્જીની વિરુદ્ધ છે, તેથી તેમના માટે પરિસ્થિતિ મુશ્કેલ બની ગઈ છે. સૂત્રોએ પણ જણાવ્યું કે મમતા બેનર્જીએ નિર્ણય લેવા માટે થોડા દિવસનો સમય માંગ્યો છે.

રાહુલ ગાંધી અને અભિષેક બેનર્જી વચ્ચે દોઢ કલાક સુધી મુલાકાત

તૃણમૂલના કોંગ્રેસમાં વિલયની અટકળોને બળ ત્યારે મળ્યું, જ્યારે તૃણમૂલ પ્રમુખ મમતા બેનર્જીએ વીતેલા બે દિવસમાં (8 અને 9 જૂન) બે વાર કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે તેમના નિવાસસ્થાન 10 જનપથ પર મુલાકાત કરી હતી. બેઠક દરમિયાન બંને નેતાઓ વચ્ચે ઉષ્માભર્યા સંબંધો જોવા મળ્યા હતા. મમતા અને સોનિયાએ એકબીજાને ગળે પણ લગાવ્યા હતા. ત્યારબાદ આજે રાહુલ ગાંધી અને અભિષેક બેનર્જી વચ્ચે પણ મુલાકાત થઈ. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, રાહુલ ગાંધી અને અભિષેક બેનર્જી વચ્ચે 10 જનપથ પર થયેલી આ મુલાકાત આશરે દોઢ કલાક સુધી ચાલી હતી.