India

કાચા ઝૂપડામાં ચાલતી શાળા: શિક્ષણની મૂળભૂત સુવિધાઓનો અભાવ

By GS Team
9 Jul 20262 mins read
TukuTouch Logo
છોટાઉદેપુરના કવાંટ તાલુકાના આંબાડુંગર ગામના મણકલા ફળિયામાં ધોરણ 1 થી 5ના બાળકો પતરાં-કાચી દિવાલોવાળા ખાનગી મકાનમાં અભ્યાસ કરે છે. શાળાનું પોતાનું મકાન ન હોવાથી ગ્રામજનોના સહયોગથી આ વ્યવસ્થા ગોઠવાઈ છે. 2 શિક્ષકોની જગ્યા સામે હાલ માત્ર 1 જ શિક્ષિકા ફરજ બજાવે છે, છતાં બાળકો ઉત્સાહભેર જ્ઞાન મેળવી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કાચા ઝૂપડામાં ચાલતી શાળા: શિક્ષણની મૂળભૂત સુવિધાઓનો અભાવ

કવાંટ તાલુકાના આંબાડુંગર ગામના મણકલા ફળિયામાં
પતરાં-કાચી દિવાલોવાળા મકાનમાં ધોરણ ૧ થી ૫ ના બાળકાનો અભ્યાસ ચાલે, માત્ર એક જ શિક્ષિકા ફરજ બજાવે

નસવાડી : છોટાઉદેપુર જિલ્લાના અનેક અંતરિયાળ ગામોમાં આજે પણ શિક્ષણની મૂળભૂત સુવિધાઓનો અભાવ જોવા મળે છે.કવાંટ તાલુકાના આંબાડુંગર ગામના માનુંકલા ફળિયામાં બાળકોને પાકી શાળા ન મળતા ખાનગી કાચા મકાનમાં અભ્યાસ કરવાનો વારો આવ્યો છે.
કવાંટ તાલુકાના ડુંગરાળ વિસ્તારમાં આવેલ આંબાડુંગરના માણુંકલા ફળિયામાં રહેતા આદિવાસી પરિવારો માટે બાળકોનું શિક્ષણ સૌથી મોટી ચિંતા બની ગયું છે. ગામમાં પ્રાથમિક શાળાનું સંચાલન તો થાય છે.પરંતુ શાળાનું પોતાનું મકાન નથી. પરિણામે ગામના એક જાગૃત નાગરિકે પોતાનું ઘર બાળકોના અભ્યાસ માટે આપી દીધું છે. અહીં ધોરણ ૧ થી ૫ સુધીના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.વાલીઓ દરરોજ પોતાના બાળકોને આ કાચા મકાનમાં મૂકી જાય છે. શિક્ષણ મેળવવાની બાળકોની ઇચ્છા અને વાલીઓની જાગૃતિ જોવાઈ રહી છે. પતરાં અને કાચી દિવાલોવાળા આ મકાનમાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે. વરસાદી મોસમમાં છત ટપકે તેવી ભીતિ રહે છે. જ્યારે ઉનાળામાં ભારે ગરમીનો સામનો કરવો પડે છે.બાળકો માટે રમવાનું મેદાન નથી.ખુલ્લું શૈક્ષણિક વાતાવરણ નથી અને અન્ય જરૂરી સુવિધાઓનો પણ અભાવ છે.પાંચ ધોરણની આ શાળામાં બે શિક્ષકોનું મહેકમ મંજૂર હોવા છતાં હાલ માત્ર એક જ શિક્ષિકા ફરજ બજાવી રહી છે. એક શિક્ષિકા દ્વારા તમામ ધોરણોના વિદ્યાર્થીઓને ભણાવવાની સ્થિતિ સર્જાઈ છે. તેમ છતાં બાળકો નિયમિત રીતે શાળાએ આવી રહ્યા છે અને શિક્ષણ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સ્કૂલ જોખમી છે. ઝેરી જાનવરોનો પણ ડર છે.તેમ છતા વાલીઓ અભ્યાસ માટે બાળકોને મોકલે છે.