ડ્રીમ પ્રોજેક્ટમાં કરોડોનું સ્કેમ ! અભિષેક બેનરજીની મુશ્કેલી વધી, વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sebaashray Scam News : સેવાશ્રય કાર્યક્રમમાં કથિત અનિયમિતતાઓને લઈને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના રાષ્ટ્રીય મહાસચિવ અને સાંસદ અભિષેક બેનર્જી પર કાનૂની દબાણ વધી ગયું છે. ડાયમંડ હાર્બર પોલીસ સ્ટેશન બાદ હવે બિષ્ણુપુર પોલીસ સ્ટેશનમાં પણ ટીએમસી સાંસદ વિરૂદ્ધ વધુ એક FIR નોંધવામાં આવી છે. ભાજપ નેતા અભિજીત દાસ બોબીની ફરિયાદના આધારે પોલીસે આ નવો ગુનો દાખલ કરીને તપાસ તેજ કરી છે.
કરોડોના નાણાકીય ફ્રોડના ગંભીર આક્ષેપો
રાજ્યમાં સત્તા પરિવર્તન થયા બાદ અભિષેક બેનર્જીના આ ડ્રીમ પ્રોજેક્ટ સામે એક પછી એક સનસનાટીપૂર્ણ ખુલાસા થઈ રહ્યા છે. સેવાશ્રય કેમ્પમાં કરોડો રૂપિયાના નાણાકીય ફ્રોડના આક્ષેપો લાગ્યા છે. પ્રશાસન તરફથી મળેલી માહિતી અનુસાર, સ્વાસ્થ્ય વિભાગ પાસેથી કોઈ પણ પ્રકારની મંજૂરી કે લાયસન્સ લીધા વગર જ આ સેવાશ્રય કેમ્પ ખુલ્લેઆમ ચલાવવામાં આવી રહ્યો હતો. આ મામલે હવે સ્વાસ્થ્ય વિભાગે જાતે જ તપાસ શરૂ કરી દીધી છે.
ગંભીર કલમો હેઠળ નવી FIR દાખલ
બિષ્ણુપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી નવી FIRમાં અભિષેક બેનર્જી (Abhishek Banerjee)ની મુશ્કેલીઓ વધારી દીધી છે. પોલીસ દ્વારા આ કેસમાં ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, એટોમિક એનર્જી એક્ટ અને નેશનલ મેડિકલ કમિશન (NMC) એક્ટ જેવી કડક કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
નજીકના સાથીઓ અને ડોક્ટરો પણ લપેટામાં
આ કેસમાં માત્ર અભિષેક બેનર્જી જ નહીં, પરંતુ તેમના અનેક નજીકના સાથીઓના નામ પણ આરોપી તરીકે સામેલ છે. FIRની યાદીમાં તેમના PA સુમિત રોય, અયાન ઘોષ દસ્તીદાર અને જહાંગીર ખાન સહિત ફલતાના કેટલાક સ્થાનિક નેતાઓના નામ છે. આ ઉપરાંત, આ કેમ્પમાં દર્દીઓની તપાસ કરનારા ડોક્ટરો, લેબ ટેકનિશિયન, સ્ટાફ અને નર્સો વિરૂદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ચૂંટણી પહેલા જ શરૂ થયો હતો વિવાદ
અભિષેક બેનર્જીએ આ સેવાશ્રય પ્રોગ્રામની શરૂઆત જાન્યુઆરી 2025 માં તેમના સંસદીય ક્ષેત્ર ડાયમંડ હાર્બરમાં કરી હતી, જે અઢી મહિના સુધી ચાલ્યો હતો. ત્યારબાદ ડિસેમ્બર 2025 માં નંદીગ્રામ અને ડાયમંડ હાર્બરમાં ફરી આ કેમ્પ શરૂ કરાયા હતા. વિધાનસભા ચૂંટણી પહેલા નંદીગ્રામના કેમ્પને લઈને મોટો વિવાદ ઊભો થયો હતો, જે હવે સત્તા બદલાયા બાદ કરોડોના કથિત કૌભાંડના આક્ષેપોમાં ફેરવાઈ ગયો છે.









