India

મધ્ય પ્રદેશના 6 બાળકો HIV પોઝિટિવ આવતા ખળભળાટ, બ્લડ બેંક સામે કાયદેસરની કાર્યવાહી

By GS TEAM
19 Dec 20252 mins read
TukuTouch Logo
મધ્ય પ્રદેશના સતના જિલ્લામાં સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલમાં 6 બાળકોના HIV પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ રાજ્ય સરકારે કડક કાર્યવાહી કરી છે. પ્રાથમિક તપાસના આધારે હોસ્પિટલના બ્લડ બેન્ક પ્રભારી ડૉક્ટર અને બે લેબ ટેક્નિશિયનને બરતરફ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી ગુરૂવારે કરવામાં આવી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

મધ્ય પ્રદેશના 6 બાળકો HIV પોઝિટિવ આવતા ખળભળાટ, બ્લડ બેંક સામે કાયદેસરની કાર્યવાહી

Madhya Pradesh: મધ્ય પ્રદેશના સતના જિલ્લામાં સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલમાં 6 બાળકોના HIV પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ રાજ્ય સરકારે કડક કાર્યવાહી કરી છે. પ્રાથમિક તપાસના આધારે હોસ્પિટલના બ્લડ બેન્ક પ્રભારી ડૉક્ટર અને બે લેબ ટેક્નિશિયનને બરતરફ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી ગુરૂવારે કરવામાં આવી હતી. 

આ પણ વાંચોઃ બીજા ધર્મના યુવક સાથે લગ્ન કરતા પિતાએ દીકરીને સંપતિમાંથી બેદખલ કરી, સુપ્રીમનો ચુકાદો જાણવા જેવો

ત્રણ કર્મચારી સસ્પેન્ડ

અહેવાલ અનુસાર, વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, રાજ્યના લોક સ્વાસ્થ્ય પરિવાર કલ્યાણ વિભાગે 16 ડિસેમ્બરે આ મામલે તપાસ માટે વિશેષ સમિતિની રચના કરી હતી. સમિતિની શરૂઆતી રિપોર્ટમાં બ્લડ ટ્રાન્સફ્યુઝન પ્રક્રિયામાં ગંભીર બેદરકારીના સંકેત મળ્યા બાદ આ પગલું ભરવામાં આવ્યું છે. જેમાં બ્લડ બેન્કના પ્રભારી ડૉ. દેવેન્દ્ર પટેલ અને લેબ ટેક્નિશિયન રામ ભાઈ ત્રિપાઠી તથા નંદલાલ પાંડેને તાત્કાલિક પ્રભાવથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સિવાય, જિલ્લા હોસ્પિટલના પૂર્વ સિવિલ સર્જન મનોજ શુક્લાને કારણ જણાવો નોટિસ જાહેર કરવામાં આવી છે અને તેમની પાસે લેખિતમાં સ્પષ્ટીકરણની માંગ કરવામાં આવી છે. 

સિવિલ સર્જન સામે પણ કરાશે કાર્યવાહી

અધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે, જો આ સિવિલ સર્જનનો જવાબ સંતોષકારક નહીં હોય, તો તેમની સામે પણ કડક વિભાગીય કાર્યવાહી કરવામાં આવશે. સરકારે આ મામલાને અત્યંત ગંભીર જણાવતા કહ્યું કે, બાળકોના સ્વાસ્થ્ય સાથે કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે.

આ પણ વાંચોઃ 'AQI અને ફેફસાની બીમારી વચ્ચે કોઈ સીધા સંબંધ નથી...', રાજ્યસભામાં પર્યાવરણ રાજ્ય મંત્રીનો જવાબ

એવું કહેવાય છે કે, 12થી 15 વર્ષની ઉંમરના છ બાળકો અલગ-અલગ સમયે જિલ્લા હોસ્પિટલમાં લોહી ચઢાવ્યા બાદ HIV પોઝિટિવ થયા હતા. આ કેસ જાન્યુઆરીથી મે મહિનાની વચ્ચે સામે આવ્યા છે. જેમાંથી અમુક બાળકોને સતના અને જબલપુર સહિત અન્ય જિલ્લાની સરકારી હોસ્પિટલમાં લોહી ચઢાવવામાં આવ્યું હતું.

બાળકોના માતા-પિતા પણ HIV સંક્રમિત

આ કેસ સામે આવ્યા બાદ સ્વાસ્થ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, એક બાળકના માતા-પિતા પણ HIV સંક્રમિત થયા છે. જોકે, અધિકારી એ સ્પષ્ટ કરી ચુક્યા છે કે, તમામ બાળકોની સારવાર રાષ્ટ્રીય HIV ઉપચાર પ્રોટોકોલ અનુસાર કરવામાં આવી રહ્યું છે. સરકારે આશ્વાસન આપ્યું કે, તપાસ પૂરી થયા બાદ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે બ્લડ બેન્ક અને ટ્રાન્સફ્યુઝન સિસ્ટમની વ્યાપક સમીક્ષા કરવામાં આવશે.