પાકિસ્તાનને સમૃદ્ધ યુરેનિયમ સોંપવાની ઇરાનના સલામતી વડાએ અસીમ મુનિરને સ્પષ્ટ 'ના' કહી દીધી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ડૉનાલ્ડ ટ્રમ્પ કહે છે : 'હું ઇરાનને પરમાણુ શસ્ત્ર બનાવવા નહીં દઉં' તેમ છતાં ઇરાને સમૃદ્ધ યુરેનિયમ અન્ય દેશને સોંપવાની 'ના' કહી દીધી
નવી દિલ્હી : અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે તો સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, 'હું ઇરાનને પરમાણુ શસ્ત્ર બનાવવા નહીં જ દઉં.' તે સંયોગોમાં પણ ઇરાને પાકિસ્તાનને તેનું સમૃદ્ધ યુરેનિયમ સોંપવાની સ્પષ્ટ 'ના' કહી દીધી છે.
મંગળવારે પાકિસ્તાનના લશ્કરી વડા અસીમ મુનીર તહેરાન ગયા હતા ત્યારે ઇરાનની 'સુપ્રિમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ'ના વડા, મોહસીન રેઝાઇએ સ્પષ્ટત: જણાવી દીધું હતું કે, તેઓ કોઈ પણ સંજોગોમાં સમૃદ્ધ યુરેનિયમ તેમના દેશની બહાર જેવા દેશે નહીં. સમૃદ્ધ યુરેનિયમ તો ઇરાનની રાષ્ટ્રીય અસ્કયામત છે, અને તે આંતરિક વપરાશ માટે દેશમાં જ રહેશે. 'સમૃદ્ધ યુરેનિયમનો ઝીણો તેવો ભાગ પણ ઇરાનની બહાર જઈ શકશે નહીં. કારણ કે તે દેશના લોકોની મહામુલી મૂડી છે. અમેરિકા સાથેની મંત્રણા વિષે પણ તેમણે કહ્યું કે, 'જ્યાં સુધી ઇરાને મુકેલી શર્તો સ્વીકારવામાં નહી આવે ત્યાં સુધી શાંતિ મંત્રણા થઈ શકશે જ નહીં. સાથે મુખ્ય બાબત તે છે કે અમેરિકા પારસ્પરિક વિશ્વાસ વધે તેવા પગલાં લેવાં જ જોઈએ અને તે ગતિવિધિ ઇરાને મુકેલી શરતો પૂરી કરવા સાથે જ શરૂ થઈ શકે.'
અમેરિકા અને ઇરાન વચ્ચે મંત્રણા શરૂ કરવાનું પાકિસ્તાને બીડું ઝડપ્યું છે. તે દિશામાં પાકિસ્તાન દ્વારા કરાતા પ્રયત્નોના ભાગરૂપે મુનિરે મંગળવારે તહેરાનની મુલાકાત લીધી હતી પરંતુ રેઝાઈ સાથેની મંત્રણા ફરી એકવાર નિષ્ફળ ગઈ છે.
બીજી તરફ ૨૮મી ફેબુ્રઆરી, ૨૦૨૬થી શરૂ થયેલા આ યુદ્ધ અંગે અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે ગત સપ્તાહે ફરી એકવાર કહ્યું હતું કે, 'તેઓ ઇરાનને પરમાણુ સત્તા બનવા જ નહીં દે. સાથે તેવો પણ દાવો રજૂ કર્યો હતો કે, 'યુદ્ધ હવે તેના છેલ્લા ચરણમાં પ્રવેશી ચૂક્યું છે અને તે ટૂંક સમયમાં 'સમાપ્ત' થઈ જશે. સાથે કહ્યું, 'યુદ્ધ પૂરું થતાં તેલના ભાવો ઉતરી જશે.' પરંતુ રેઝાઈએ મુનીરને મંગળવારે સાંજે જ સ્પષ્ટ શબ્દોમાં જે વાત કહી તે ઉપરથી લાગતું નથી કે, યુદ્ધ ટૂંક સમયમાં પૂરું થાય. નિરીક્ષકો તો તેવી પણ ભીતિ સેવી રહ્યા છે કે, આ ભડકો વ્યાપક બની ત્રીજા વિશ્વયુદ્ધમાં વિશ્વને હોમી દેશે.




