India

સંજય રાઉતને હવે શરદ પવાર પર પણ 'આશંકા', કહ્યું- ગદ્દાર નેતાઓને આટલી ઇજ્જત આપશો તો...

By GS Team
9 Jul 20262 mins read
TukuTouch Logo
મહારાષ્ટ્રમાં NCPના શરદ પવારે વિધાન ભવનમાં નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની કેબિનમાં પક્ષની બેઠક યોજતા રાજકીય ગરમાવો આવ્યો છે. ઉદ્ધવ જૂથના સાંસદ સંજય રાઉતે આ અંગે નારાજગી વ્યક્ત કરી છે. રાઉતે આક્ષેપ કર્યો કે પવાર ગદ્દાર નેતાઓને સન્માન આપી રહ્યા છે, જે MVAના નિયમોનું ઉલ્લંઘન છે. શિવસેનાને નુકસાન થવાનો દાવો કરતાં રાઉતે પવારની વિચારધારા પર ભરોસો હોવા છતાં આ કૃત્યથી દુઃખ વ્યક્ત કર્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

સંજય રાઉતને હવે શરદ પવાર પર પણ 'આશંકા', કહ્યું- ગદ્દાર નેતાઓને આટલી ઇજ્જત આપશો તો...

Sanjay Raut on Sharad Pawar : મહારાષ્ટ્રના રાજકારણમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. NCP સ્થાપક શરદ પવારે વિધાન ભવન ખાતે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની કેબિનમાં પોતાની પાર્ટીની બેઠક યોજી હતી. આ ઘટના પર ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે ભારે નારાજગી વ્યક્ત કરી છે. રાઉતે આક્ષેપ કર્યો છે કે શરદ પવાર આવા ગદ્દાર નેતાઓને સન્માન આપી રહ્યા છે.

શિંદેની કેબિનમાં બેઠક કરવા પર સવાલ
સંજય રાઉતે જણાવ્યું કે, શરદ પવાર એક મોટા નેતા છે. પરંતુ એકનાથ શિંદે, જેમણે મહારાષ્ટ્રને ભ્રષ્ટાચારથી ખદબદી દીધું છે, તેમની કેબિનમાં બેઠક કરવી યોગ્ય નથી. શું આખું વિધાન ભવન ખાલી નહોતું? વિધાન ભવનની સામે જ એક રાષ્ટ્રવાદી ભવન અને એક શિવસેના ભવન પણ આવેલું છે. આ પ્રકારની હરકતથી રાષ્ટ્રવાદી શરદ ચંદ્ર પવાર પાર્ટીની વિશ્વસનીયતા ઓછી થાય છે.

ગઠબંધનના નિયમોનું પાલન જરૂરી
સંજય રાઉતે આગળ કહ્યું કે, ‘જો અમે અજિત પવારના હોલમાં જઈને મીટિંગ કરીએ, તો તેનો મતલબ એ થાય કે અમે MVA(મહાવિકાસ આઘાડી) વિરુદ્ધ ગયા છીએ.’ તેથી, MVAના તમામ પક્ષોએ નિયમોનું પાલન કરવું જોઈએ.

સરહદ વિવાદની બેઠક અંગે નારાજગી
સંજય રાઉતે એ વાત સ્વીકારી કે, શરદ પવાર જેવા સીનિયર નેતા મુખ્યમંત્રીને મળે તેમાં કંઈ ખોટું નથી. ગઈકાલે વિધાન ભવનમાં મહારાષ્ટ્ર-કર્ણાટક બોર્ડરના મુદ્દે બેઠક હતી. પરંતુ તે મીટિંગમાં શું થયું તે બહાર આવ્યું નથી. મુખ્યમંત્રીએ આ મીટિંગ માટે કેટલા મોટા નેતાઓને બોલાવ્યા હતા? શિવસેના આ આંદોલનનો મહત્ત્વનો હિસ્સો રહી છે. મુખ્યમંત્રીને શું ખબર કે બોર્ડર વિસ્તારમાં મરાઠી લોકો કેવી તકલીફ ભોગવી રહ્યા છે અને આ કેસ કેટલા વર્ષોથી પેન્ડિંગ છે.

શિવસેનાને નુકસાન થવાનો દાવો
સંજય રાઉતે સ્પષ્ટ કર્યું કે, શરદ પવારે શું કરવું જોઈએ તે તેમની પાર્ટીનો વિષય છે. પરંતુ જ્યારે તમે એકનાથ શિંદેના હોલમાં આવીને પોતાની પાર્ટીની મીટિંગ કરો છો, ત્યારે આ હરકતથી શિવસેનાને નુકસાન થાય છે.

પવારની વિચારધારા પર ભરોસો પણ ઉદાસી
તેમણે ઉમેર્યું કે, ‘હું તમને ભરોસો અપાવી શકું છું કે શરદ પવાર NDA સાથે નહીં જાય.’ મને તેમની વિચારધારા પર શંકા કરવાનું કોઈ કારણ નથી. પરંતુ શરદ પવારે ગઈકાલે જે કર્યું તેનાથી શિવસેના દુઃખી છે અને તેની કોઈ જરૂર નહોતી.

ગદ્દારોને સન્માન આપવા સામે આક્રોશ
સંજય રાઉતે આકરા શબ્દોમાં કહ્યું કે, ‘તમે મહારાષ્ટ્રને શું બતાવી રહ્યા છો, તમે ગદ્દારોને ઇજ્જત આપી રહ્યા છો.’ જો તમે ગદ્દારોને ઇજ્જત આપવા માંગતા હોવ, તો તમને તમારી પાર્ટીમાં થયેલા ધોખા વિશે વાત કરવાનો કોઈ હક નથી. તો પછી એ ગદ્દારો સામે કોર્ટમાં જઈને લડવાની શું જરૂર છે? શું એકનાથ શિંદે યશવંતરાવ ચવ્હાણ કે શંકરરાવ ચવ્હાણ છે, શું તેઓ વસંતદાદા પાટિલ, વસંતરાવ નાઈક કે વિલાસરાવ દેશમુખ છે?